Dineshbhai Chauhan "શિવમ"

Children Stories Classics

4.6  

Dineshbhai Chauhan "શિવમ"

Children Stories Classics

સમયની પરખ

સમયની પરખ

2 mins
530


હાલમાં જ પૂરું થયેલું 2020નું વર્ષ બધા માટે ખૂબ જ કઠિન વર્ષ તરીકે જીવનમાં કોતરાઈ ગયું છે. આ કપરા સમયમાં કેટલાય પરિવાર પોતાના જીવન ધોરણમાં બદલાવ આવી ગયો. આવા સમયે એક હીરાના ઝવેરીના અચાનક કોરોનાના લીધે અવસાન થતાં. તેનો પરિવાર આર્થિક સંકટમાં મુકાઈ ગયો.ઘરના મોભીનું મરણ થતાં તેમને ખાવાના પણ ખૂબ તકલીફ પડવા લાગી.

એક દિવસ એ ઝવેરીની પત્નીએ પોતાના દીકરાને બોલાવી એક અમૂલ્ય હીરાનો હાર આપી કહ્યું કે, 'બેટા, આ હાર કાકાની દુકાને લઈ જા અને તેને કહેજે કે હાર વેચી થોડા પૈસા આપે.' દીકરો હાર લઈને કાકા પાસે ગયો.

કાકાએ હારને બરાબર જોઈ-તપાસીને કહ્યું કે, 'બેટા, માને કહેજે કે અત્યારે બજારમાં બહુ મંદી ચાલે છે. થોડા સમય પછી વેચજો, સારા પૈસા મળશે.' અને તે દીકરાને થોડા પૈસા આપી કહ્યું કે કાલથી તું મારી દુકાને કામ પર આવી જજે.

બીજા દિવસથી તે દીકરો કાકાની દુકાને જવા લાગ્યો અને હીરા-માણેક અને મોતીની પરખ કરવાનું કામ શીખવા લાગ્યો. તે દીકરો આ દુકાનમાં કામ કરતાં કરતાં તે બહુ મોટો હીરા પારખું બની ગયો અને દૂરદૂરથી લોકો તેની પાસે હીરાની પરખ માટે આવવા લાગ્યા. 

એક દિવસ તેના કાકાએ કહ્યું કે, 'બેટા, પેલો હાર તારી મા પાસેથી લઈ આવ. તેને કહેજે કે બજારમાં બહુ તેજી છે, સારી કિંમત મળશે.'જેના કારણે તમારા ઘરે જરૂરી કામ કરી શકાશે. દીકરાએ મા પાસેથી પેલો હાર લઈ જોયું તો ખબર પડી કે હાર તો નકલી છે. તે હારને ઘરે જ રહેવા દઈ દુકાન ઉપર ગયો. કાકાએ કહ્યું : 'બેટા, હાર ન લાવ્યો ?' દીકરાએ કહ્યું: 'કાકા, એ તો નકલી હાર છે.'

ત્યારે કાકાએ કહ્યું કે જ્યારે તું તે હાર પહેલીવાર લઈ આવ્યો. ત્યારે જ જો મેં કહી દીધું હોત કે તે હાર નકલી છે. તો તમને લોકોને એમ થાત કે જો અમારો સમય ખરાબ છે. તો કાકા અસલી હારને પણ નકલી કહી રહ્યા છે. આજે હવે તને પોતાને જ અસલી-નકલીની પરખ થઈ ગઈ છે. 

આમ,આપણે પણ જ્ઞાન વગર જે પણ વિચારીએ છીએ. જાણીએ છીએ તે બધું નકામું છે. સાચા જ્ઞાન કે સાચી વાત જાણ્યા વગર કરેલા નિર્ણયથી ઘણીવાર આપણા અંગત સંબંધો પણ બગડે છે અને પરિવારજનો વચ્ચે પણ અવિશ્વાસ પેદા થાય છે. 

આમ આપણે આપણા જીવનમાં પણ કોઈ નિર્ણય લેતા પહેલાં જરૂર પરિસ્થતિનો વિચાર કરવો જોઈએ.


Rate this content
Log in