Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Dineshbhai Chauhan

Children Stories Inspirational

4.4  

Dineshbhai Chauhan

Children Stories Inspirational

સમસ્યા ઉકેલ

સમસ્યા ઉકેલ

2 mins
100


        કોઈ એક શહેરમાં એક યુવાનને સમસ્યા હતી. તે પોતાની સમસ્યાનું નિવારણ કરવા માટે પોતાના ગુરુજી પાસે ગયો. તેને પોતાની વાત શાંતિથી ગુરુજીને કહી. ત્યારબાદ ગુરુજી ઊભા થઈને પાણીનો ગ્લાસ લઈને આવ્યા. ત્યારે પેલા યુવાને તે ગ્લાસમાં શરબત સમજીને પીવા લાગ્યો.પરંતુ જેવો પાણીના ગ્લાસનું થોડું પાણી મોઢામાં ગયું કે તરત તેનું મોઢું બગડી ગયું. અને ગુરુજી ને કહ્યું ગુરુદેવ તમે મારી સાથે કેવી મજાક કરો છો. કોઈને પીવા માટે ખારું પાણી અપાતું હશે. ત્યારબાદ ગુરુજી તે યુવાનને લઈને પોતાના નિવાસથી બહુ દૂર એક મોટા સરોવર જોડે લઈને ગયા. ત્યાં જઈને પોતાની સાથે લાવેલ મીઠાની એક થેલી તે સરોવરમાં નાખી. આ બધી ઘટના પેલો યુવાન જોઈ રહ્યો. થોડા સમય પછી ગુરુજીએ તે યુવાનને કહ્યું કે હવે આ સરોવરનું પાણી પીવા કહ્યું. ત્યારે તે યુવાને સરોવરનું પાણી પીધું. તો સ્વાદિષ્ટ હતું. તેમાં થોડી પણ ખારાશ હતી નહીં. ત્યારે ગુરુજીએ પેલા યુવાને કહ્યું કે આપણી સમસ્યા પણ આવી છે. આપણે નાની સમસ્યાને પણ જેવી રીતે વિચારીએ છીએ. તેવી સમસ્યા થાય છે. આપણે જ્યારે ગ્લાસના પાણીમાં એ સમસ્યાને મીઠા રૂપે જોઈએ તો ભરચક લાગી. અને તે સમસ્યાને સરોવરમાં જોવા માટે પ્રયત્ન કર્યો. તો કોઈ અસર જોવા મળી નહીં. માટે આપણે પણ આપણા વિચારો આપણી સમસ્યાને સરોવરના જેવી બનાવીએ. જેના કારણે આપણે સમસ્યાને ઝડપથી ઉકેલ મેળવી શકીએ છીએ.

         મિત્રો, દરેકના જીવનમાં સમસ્યા હોય છે. સમસ્યા વિનાનું જીવન શક્ય નથી. પરંતુ આપણે પણ ગ્લાસના જેવા નાના વિચારો કે સરોવર જેવા વિશાળ વિચારોવાળા બનવું તે આપણા પર આધાર રાખે છે.


Rate this content
Log in