Amit Chauhan

Others

2  

Amit Chauhan

Others

સમજણ

સમજણ

1 min
1.6K


ટ્રેનમાંથી ઉતરીને અે વાહનો પાર્ક કર્યા હતા અે રસ્તેથી અે.અેમ.ટી.અેસ. બસ સ્ટેન્ડ તરફ જતા રસ્તા પર ચાલવા લાગ્યો. અા જગ્યાઅે અેક બૂટ-ચંપલ રીપેર કરનારા અેક મોટી ઉંમરના વડીલ બેસતા હોવાનું અેના ધ્યાનમાં હતું. તે પેલા બૂટ-ચંપલ રીપેર કરનારા અેક મોટી ઉંમરના વડીલ પાસે પહોંચ્યો. પોતાની બેગ અાપતા કહ્યું, કાકા અા ચેઇન રીપેર કરવાની છે. તેમણે અેમની પાસેના અેક પક્કડ જેવા સાધનથી થોડો પ્રયત્ન કરી જોયો. પાંચેક મિનિટ મથામણ ચાલી ચેઇન રીપેર કરવાની પરંતુ ચેઇન રીપેર થઇ શકી નહી. અેણે પૂછ્યું, કાકા, કેટલા અાપવાના. કાકાઅે કહ્યું જે અાપવું હોય અે અાપ. તેણે દસની નોટ અાપી કહ્યુ, પાંચ રૂપિયા કાપો અને બીજા પાછા અાપો. કાકાઅે પાંચ રૃપીયા કાપી બીજા પરત અાપ્યા. 

       ચેઇન રીપેર થઇ નહોતી તો પણ અેને પેલા કાકાને પાચ રૂપિયા અાપવા પડ્યા અે બાબતે ખેદ થયો. કાકાને પાંચ રુપીયા લેવાની કેમની ઇચ્છા થઇ. કામ પૂર્ણ કર્યા વીના પૈસા લેવા અે યોગ્ય નથી જ નથી. અેમ તે વીચારી રહ્યો. થોડે અાગળ ચાલતા ચાલતા અેને અેવો વિચાર અાવ્યો કે કાકાઅે પ્રયત્ન તો કર્યોને ચેઇન રીપેર કરવાનો. મેં કાકાના ચેઇન રીપેર કરવાના પ્રયત્નના રૂપિયા ચૂકવ્યા છે અેમ માની તેણે અેના મનને મનાવી લીધું.  


Rate this content
Log in