Jay D Dixit

Others

4.5  

Jay D Dixit

Others

સ્માઈલ પ્લીઝ

સ્માઈલ પ્લીઝ

2 mins
23.4K


હું જાણતી હતી કે ભયંકર વિરોધ થશે, છતાં પણ હું મક્કમ હતી. કોમન મીડલ ક્લાસના ઘરમાં લગ્ન વિષયક બાબત હંમેશા મહત્વની રહી છે, અને એમાં પણ દીકરીના લગ્નની બાબત તો ઘરમાં એવી દુર્ઘટનાની જેમ જીવાય છે કે ન પૂછોની વાત. ઇન્ફોસીસમાં નોકરી મળી અને જ્યારે બેંગલોર શિફ્ટ થવાનું આવ્યું ત્યારે પણ આવી જ કંઈક પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, એકલી દીકરી ? બેંગ્લોરમાં એકલી રહેશે ? છોkકરીની જાત...

રાત્રે સહુ કોઈ નિયમ પ્રમાણે ડાઇનિંગ ટેબલ પર બેઠા, મારી ઈચ્છા તો ત્યાંજ હતી કે જણાવી દઉં પણ... મમ્મી સામે જ હતી, પપ્પા થોડા ખુશ હતા કારણકે એમના પેંશનનું એરિઅર્સ આવ્યું હતું અને હું. બે મોટી બહેન જે એમના સાસરે હતી એટલે એમની ખુરશીઓ ખાલી હતી. જમ્યા પછી બાલ્કનીમાં પપ્પા બેઠા હતા ત્યાં હું પહોંચી અને ધીરેથી મેં કહ્યું..

"પપ્પા, કાલે પાછી બેંગ્લોર જાઉં છું, બે મહિને આવીશ."

"ઠીક છે બેટા, દિવાળી આવે છે. રજા એ રીતે એડજસ્ટ કરજે કે સાથે રહી શકાય. હવે તારા માટે છોકરો પણ શોધવાનો છે."

"પપ્પા મારે તમને એક વાત કરવી છે."

"તને કોઈ પસંદ છે ?"

"બલજીત કોર નામ છે એનું."

"વોટ ? પંજાબી છે ? અને આપણે મરાઠી બ્રાહ્મણ."

"પપ્પા પ્લીઝ."

"પણ, પંજાબી ?"

હું બેંગ્લોર આવી ગઈ અને એ પછી હું અને બિલ્લી સાથે જ રહેવા લાગ્યા, કોર્ટ મેરેજ પણ કરી લીધા. ઘરે હજુ કીધું નહોતું. એક દિવસ સવારે મમ્મી અચાનક બેંગ્લોર આવી ગઈ, ફ્લેટનું બારણું ખોલ્યું, તો મમ્મી સામે હતી. અને મમ્મીની સામે ગિફ્ટબોક્સમાંથી નીકળતા બે સ્માઇલી ઇમોજી જેવા હું અને બિલ્લી નાઈટ ડ્રેસમાં હસતા હતા. મમ્મી શોક થઈ ગઈ, બિલ્લી સ્પોર્ટ્સ બ્રા અને શોટ્સમાં હતી.


Rate this content
Log in