સલાહ
સલાહ

1 min

696
પ્રેરકે નોકરી છોડવા રાજીનામું આપી દીધું. એના સહકર્મચારીએ રાજીનામું પાછું ખેંચાવવા ઘણું સમજાવ્યો. ઘણા એમના જોડે કામ કરતા હતા એ બધાના ઉદાહરણ આપ્યા. એમાં એમના બોસનું ઉદાહરણ પણ ટાંક્યું. પણ પ્રેરકને તો હાડોહાડ લાગી આવ્યું હતું.
નિષ્ફળ ગયેલા દરેક કર્મચારીઓને મળવાનો વિચાર ગોઠવ્યો, વિચારીને કે એમને મળવાથી કોઈ સાચી એવી સલાહ મળી જાશે. શરૂઆત બોસ અને જે સહકર્મચારી હતા એમનાથી કરવા નીકળી પડ્યો. રસ્તામાં ટ્રાફિક સિગ્નલે લાલ લાઈટ દેખાતા ત્યાં એ વિચારવા માંડ્યો "સલાહ કેમ કોઈએ માની નહિ ?"