સખી મેઘાને પત્ર
સખી મેઘાને પત્ર


પ્રિય સખી મેઘા
તું આનંદમાં હોઈશ હું પણ અહી મજામાં છું. હું બે દિવસ પહેલા જ સીમલા અને મનાલી ફરીને આવી. તારૂ આવવું શકય ન થયું તો તને ત્યાનાં વિષે થોડું લખું છું. એવું આબેહુબ લખીશ કે જાણે તું પણ સીમલા ને મનાલી ફરી આવી હોઈશ એવુ લાગશે. ઓહોહો !! શું વાત કરૂ ? સીમલા પહોંચીને તો જાણે સ્વર્ગ માં પહોંચી ગયાં હોય એવુ લાગે. રૂ જેવા સફેદ વાદળોની હારમાળા, ખળખળ વહેતી બિયાસ નદીનો નાદ મન મોહી લે તેવા હતા. ત્યાંના પરંમપરાગત કપડા પહેરીને ઘણા ફોટાઓ પાડયા. પછી અમો મનાલી ગયાં. ત્યા હિડંબા મંદિર ગયાં ઊંચા ઊંચા પાઈન નાં ઝાડથી ઘેરાયેલ મંદિરનાં દર્શન કરવો અનેરો લહાવો હતો. વળી માલ રોડ પર ધુમ ખરીદી કરી. તને બહુજ યાદ કરી. તું હોત તો પુરી બજાર ખરીદી લેત. મનાલીમાં રીવર રાફટીંગ કરવાની પણ મજા આવી. ઠંડા બરફ જેવા પાણીમાં રાફટીંગ કરવાનો આનંદ અનેરો હોય છે. વાહ !! શું જણાવુ તને જમીનથી ઊંચા બરફનાં પહાડો, ઊંડી ખાઈ, બરફથી છવાયેલ સફેદ ચાદરો જાણે ભગવાને પાથરી હોય. ઢોળાવ વાળા રસ્તાઓ, ખળખળ વહેતા ઝરણાઓ ખરેખર અદ્ભુત સૌંદર્ય હતુ. જાણે મન કહેતુ હતું અહીજ એક ઘર લઈને રહી જાવ. બરફનાં ગોળાઓથી કરેલી મજા તો જીવનભર યાદ રહેશે. ત્યાથી અમો રોહતાંગ ગયાં ત્યા બરફનાં ઇગ્લૂમાં ઘણા ફોટાઓ પાડયા. અરે !! બરફથી છવાયેલ વાદીઓ જોઈને મોંમાથી આહ!! નીકળી જાય. ત્યાનાં લાલ સફરજન, લાલ ચેરી અને ફેવરેટ મોમોઝ અને ઠંડીમાં ગરમ ગરમ મેગી ખાવાની મજા પડી.
સીમલા, મનાલી પછી અમો ભારતનાં સ્વર્ગ તરીકે ઓળખાતા ખજિયાર ગયાં. ત્યાની ગ્રીનવેલી જોઈને મજા પડી પછી અમો અંગ્રેજો એ વસાવેલા હિલસ્ટેશન ડેલહાઉસી ગયાં. ત્યાં ચર્ચ પણ ગયાં. સીમલા, મનાલી, ખજિયાર અને ડેલહાઉસીની સફર અદ્ભુત રહી. બસ, કમી હતી તો તારા સાથની તું હોત તો મજા પડી જાત. કંઈ વાંધો નહી પછીનો પ્લાન આપણે સાથે મળીને બનાવીશું. પત્ર મળે એટલે જવાબ આપજે.
લિ. તારી પ્રિય સખી વર્ષા