Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

સિંહ અને ઉંદર

સિંહ અને ઉંદર

1 min
1.6K


પ્રતાપશેઠને ત્યાં ગાડી ધોવાનું કામ કરતા રમણને પૈસાની ખુબજ જરૂર હતી. મુસીબતનાં સમયે શેઠે એને તરતજ રકમની વ્યવસ્થા કરી આપી.

"શેઠ જયારે પણ જીવનમાં તમને મારી જરૂર પડે હું જરૂર હાજર હોઈશ..." અને શેઠ મનમાં કેવા હસ્યા હતા!

બિચારો રમણ મારી શું મદદ કરી શકે? પણ જ્યારે આજે અકસ્માતમાં એમનું ખુબજ લોહી વહી ગયું ત્યારે એમની જેમજ ઓ-નેગીટીવ બ્લડ ગૃપ ધરાવતો રમણ સૌથી પહેલા રક્તદાન કરવા પહોંચ્યો. પોતાની નસોમાં રમણનું લોહી ભળતાંજ એ ફરી મનમાં હસ્યા અને બાળપણમાં શાળામાં સાંભળેલી પેલી સિંહ અને ઉંદર વાળી વાર્તા એમને યાદ આવી ગઈ. મુશ્કેલીનાં સમયે ઉંદર પણ સિંહની મદદ કરી જાય એનુંજ નામ જીવન!


Rate this content
Log in