Ishita Raithatha

Others

4.8  

Ishita Raithatha

Others

શું આ એક સપનું હતું ?

શું આ એક સપનું હતું ?

4 mins
343


(અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક વાર્તા છે.)

રાતના દસ વાગ્યા હતા. "રાધા" સુંદરપુર ગામ પાસે એક તળાવ છે ત્યાં પહોંચી હતી, રાધા એક ટુરગાઈડ હોય છે. રાધાની ગાડી બગડી ગઈ હોવાથી રાધા ત્યાં કોઈની મદદ માટે રાહ જોતી હતી, પરંતુ રાતનો સમય હતો અને ત્યાં આજુબાજુ કોઈ દેખાતું પણ નહોતું. પરંતુ હા, તળાવની પેલે પાર કંઈક દેખાતું હતું, પરંતુ રાધાએ ત્યાં ધ્યાન ના આપ્યું. 

રાધાનો ફોન પણ બંધ હતો, માટે તે કોઈને ફોન કરીને પણ બોલાવી શકતી નહોતી. રાધાને ચિંતા હતી કે, કાલે સવારે મારી નવી ટુર છે, જો હું મોડી પહોંચીશ તો મારા બોસ મને નોકરીમાંથી કાઢી મૂકશે. પણ રાધા કરે પણ શું ? ત્યાં કોઈ નહોતું જે રાધાની મદદ કરે. આખરે રાધા કંટાળીને તળાવના કિનારે બેઠી. 

રાતના અંધારામાં ત્યાં અજાણી જગા પર રાધાને ડર પણ લાગતો હતો, પણ તેનું ધ્યાન થોડીથોડી વારે પેલે પાર શું છે તે વિચારવામાં જતું રહેતું હતું. ત્યાં અચાનક કોઈનો આવવાંનો અવાજ આવ્યો, રાધા ખુશ થઈ ગઈ કે હવે મને જવા માટે મદદ મળશે. પરંતુ રાધાએ પાછળ ફરીને જોયું તો ત્યાં તો એક વૃદ્ધ માજી હતા. રાધા તેમને જોઈને નિરાશ થઈ ગઈ, કે આ માજી થોડીને મારી મદદ કરશે ? 

માજી: "બેટા, કોણ છે તું ?"

રાધા: "હું, રાધા છું, અહીંથી નીકળતી હતી તો મારી ગાડી બગડી ગઈ તો અહીં કોઈની મદદની આશા સાથે બેઠી છું. તમે કોણ છો ?"

માજી: "મારું નામ, મીઠીબહેન છે. હું તારી બીજી તો કંઈ મદદ નહીં કરી શકું પરંતુ હા, કોઈ તારી મદદ માટે આવે ત્યાં સુધી તારું ધ્યાન રાખીશ."

રાધા: "સારું આવો મીઠીબહેન, આપણે વાતો કરીએ."

(મીઠી બહેન ત્યાં બાજુમાં બેસે છે.)

રાધા: "આ તળાવની પેલે પાર શું છે ?"

મીઠીબહેન: " તે રાધારાણી મહેલ છે. ચારસો વર્ષ પહેલાં અહીંના રાજાએ બનાવ્યો હતો, પરંતુ આજ સુધી કોઈ તે મહેલ જોઈ નથી શક્યું."

રાધા: "રાધારાણી મહેલ, તોતો એ મારો મહેલ કહેવાય ને ? મારું નામ પણ રાધા છે."( રાધા થોડું રમૂજ સાથે બોલી)

મીઠીબહેન: "(થોડું હસીને બોલ્યા) કદાચ હોય પણ શકે."

રાધા: "મારે સાચે તે મહેલ જોવો છે, હું ત્યાં કેવી રીતે જઈ શકીશ ?"

મીઠીબહેન: " બેટા ત્યાં કોઈ જઈ નથી શક્યું. રાજા સુંદરે આ મહેલ તેની પ્રેમિકા માટે બનાવ્યો હતો. અને કહેવાય છે કે જયારે રાજા, તેમની પ્રેમિકા રાધિકાને લઈને હોડીમાં જતા હતા ત્યારે અચાનક ચારપાંચ મગરે તે લોકો પર હુમલો કર્યો અને બંનેને ખાઈ ગયા."

રાધા: "તળાવમાં મગર ?"

મીઠીબહેન: "હા, અહીંના લોકોને તેમનો પ્રેમ મંજૂર નહતો, કારણકે રાધિકા સુંદરરાજાથી પાંચ વર્ષ મોટી હતી, દાસીની દીકરી હતી. આ વાતનો ફાયદો પડોસી રાજાએ લીધો અને ગામના લોકો સાથે મળીને બંનેને તળાવમાં રસ્તામાં જ મારી નાખ્યાં, તે પણ અષાઢી પાંચમની રાત હતી અને આજે પણ એ જ રાત છે. રાજાની ઈચ્છા હતી કે તે મહેલમાં પહેલા રાધિકા જાય પછી જ બીજા કોઈ અંદર જાય, પરંતુ..."

રાધા: "તો શું અત્યાર સુધી તે મહેલ કોઈએ નથી જોયો ? "

મીઠી બહેન: "ના, નથી જોયો અને જેટલા લોકોએ ત્યાં જવાની કોશિશ કરી છે તે લોકો ત્યાં મૃત્યુ પામ્યા છે."

રાધા: "મારે તે મહેલ જોવો છે."

મીઠીબહેન: " ગાંડી ના થા, મારી આટલી વાત સાંભળીને પણ તારે મરવા જવું છે !"

રાધા: "હા, હું કંઈ એવી વાતોમાં માનતી નથી, હું જાવ છું, તે સામે હોડી છેને તેમાં બેસીને હું મહેલ સુધી પહોંચી જઈશ."

રાધા સાચે તે હોડીમાં બેસી ગઈ અને ચલાવા લાગી, મીઠીબહેને તેને રોકવાની કોશિશ પણ કરી પરંતુ નિષ્ફળ રહ્યા. થોડીવારમાં તો રાધાની હોડી દેખાતી પણ બંધ થઈ ગઈ. મીઠીબહેનને ચિંતા થવા લાગી, પરંતુ તે કરે પણ શું ? 

રાધાતો કંઇક અલગજ દુનિયામાં જતી રહી હોય તેવું હતું, રાધાને ખૂબ મજા આવતી હતી, અચાનક તેની સામે ચારપાંચ મગરો આવી ગયા, રાધા ખૂબ ડરી ગઈ, મોઢા પર ખુશી હતી તેતો જાણે ગાયબ થઈ ગઈ, માથા પર કરચલી, આંખમાં બિક, કપાળ પરથી પરસેવો નીતરતો હતો, અને વાતાવરણ બદલાય ગયું, જાણે વાવાઝોડું આવ્યું હોય, તે મગર રાધાની હોડી પર હુમલો કરવા ગયા કે તરત ત્યાં અચાનક બીજી હોડી આવી અને તેમાં સવાર યુવાને તે મગરોને બાણ માર્યા અને રાધાને તેની હોડીમાં લઈને મહેલ સુધી પહોંચી ગયા.

 રાધાની નજર મહેલના બદલે તે યુવાન પરથી હટતી નહોતી, જાણે એ સાચે રાજકુમાર હોય, તે યુવાન રાધાનો હાથ પકડીને તેને મહેલની અંદર લઈ જાય છે, તો અંદર જતાની સાથે એક તરફ ફુવારા શરૂ થાય છે તો બીજી બાજુ ખૂબ સુંદર બગીચો હોય છે. આગળ એક સુવર્ણ મંદિર હોય છે અને એક સોનાનો ખુબજ સુંદર હીંચકો હોય છે. બંને એકબીજાની હાથ પકડીને અંદર જાય છે, આખો મહેલ જોવે છે અને અચાનક એક દિવાલ પર ચિત્ર હોય છે તે યુવાન કહે છે કે આ ચિત્ર અહીંના સુંદરરાજા અને તેની રાધિકાનું છે. તે જોઈને રાધા સ્તબ્ધ થઈ જાય છે તે ચિત્રમાં રાધા અને તે યુવાન હતા, અને તરત રાધા બેભાન થઈ જાય છે.

સવારે રાધા જ્યારે ભાનમાં આવે છે ત્યારે મીઠીબહેનનાં ખોળામાં તેનું માથું હોય છે, અને તેના ચહેરા પણ ઘણા પ્રશ્ન હોય છે. 

મીઠીબહેન: "શું થયું ?"

રાધા: "શું આ એક સપનું હતું ?" 


Rate this content
Log in