શ્રાધ્ધ
શ્રાધ્ધ
શ્રાધ્ધ એટલે પિતૃઓનું ઋણ ચૂકવવાનો સમય.
ભાદરવો મહિનો બેસતા જ બધાં પિતૃઓને યાદ કરે છે. શ્રાધ્ધ એટલે પિતૃઓનું ઋણ ચૂકવવાનો સમય.
શ્રાધ્ધપક્ષ દરમ્યાન યમરાજ બધાં જ પિતૃઓને મુકત કરે છે. તેથી લોકો પોતાનાં માતા-પિતા અને પૂર્વજોને ખીર પૂરીની કાગવાસ નાખી પિતૃઓને તૃપ્ત કરે છે. ગરૂડ પુરાણ પ્રમાણે શ્રાધ્ધ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. તેથી બ્રાહ્મણોને જમાડવામાં આવે છે. બ્રાહ્મણને પૃથ્વી પરનાં ભૂદેવો કહે છે. તેને જમાડીને પિતૃ જે યોનિમાં હોય તેને અન્ન મળી જાય છે. તેથી બ્રાહ્મણોને જમાડવાનો નિયમ છે.
શ્રાધ્ધના ઘણાં પ્રકારો છે. નિત્ય શ્રાધ્ધ, કામ્ય શ્રાધ્ધ, સપીંડ શ્રાધ્ધ, ગોસ્થ શ્રાધ્ધ, કર્મંગ શ્રાધ્ધ, પર્વ શ્રાધ્ધ છે.
આમ, કોઈ પવિત્ર તીર્થ ભૂમી પર અથવા પોતાનાં ઘરે જ બ્રાહ્મણોને જમાડી યથા શક્તિ દક્ષિણા આપી બે હાથ જોડીને પ્રાર્થના કરવાથી પિતૃઓની તૃપ્તિ થાય છે.
