Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

સહનશીલતા

સહનશીલતા

1 min
1.8K


"પતિને છોડી આવતી રહી? બંધાવું ખૂબજ સરળ પણ બંધાઈ ને રહેવું કઠિન. સહનશીલતાનો અભાવ હોય ત્યાં પ્રેમ ટકે જ નહિ ને!" માનો ગુસ્સો ચુપચાપ વેઠી એ પોતાના ઓરડામાં બંધ થઈ.

વિચારો શેના ચુપચાપ રહે? "જે અન્ય સાથે બંધાવા ઈચ્છે એને કેમ બાંધું ? એને મુક્ત કરીશ પણ બદનામ ક્યારેય નહીં! મારો પ્રેમ આજીવન ટકશે મારી આ સહનશીલતા થીજ!"


Rate this content
Log in