Mariyam Dhupli

Others

1.7  

Mariyam Dhupli

Others

સહન

સહન

1 min
14.1K


લોકલ ટ્રેનનું કંપાર્ટમેન્ટ. ત્રણ અજાણ્યા વૃદ્ધજનો અને એક નાનકડો સફર.

એમાંથી બે વૃદ્ધજનો એ આખો રસ્તો રાતોરાત નોટબંધી એ એમના યુવાન સુપુત્રોના જીવન અને ખાસ કરી વ્યવસાયિક જીવન અને ધંધામાં કેવી ઉથલપાથલ મચાવી નાખી. દેશની વ્યવસ્થા અને રાજનૈતિક નિર્ણયોથી દેશના નાગરિકોને કેટલું સહન કરવું પડે છે. એ અંગેની ફરિયાદોવાળી લાંબી ચર્ચાઓમાં પસાર કર્યો.

સ્ટેશન આવ્યું અને આખે રસ્તે મૂંગે મોઢે બધું સાંભળી રહેલ ત્રીજા વૃદ્ધજનને પૂછવામાં આવ્યું. : "તમારા દીકરાઓએ પણ સહન કર્યું હશે?"

ખૂબજ શાંત ચિત્તે ત્રીજા વૃદ્ધજન એ જવાબ વાળ્યો : "એક દેશની સીમા પર શહીદ થયો અને બીજો સૈનિક બનવાની તાલીમ લઈ રહ્યો છે..." એ સાંભળતાંજ બંને વૃદ્ધજન મૂંગા બની રહ્યા !

દેશ માટે તો બધાજ સહન કરે છે પણ કેટલાક ફરિયાદો સાથે તો કેટલાક ખુમારી સાથે...


Rate this content
Log in