BINAL PATEL

Others Tragedy

3  

BINAL PATEL

Others Tragedy

શમણું એક સોનેરી સાંજનું-૮

શમણું એક સોનેરી સાંજનું-૮

6 mins
543


સંજય અને ઇશાનીની આ પ્રેમભરી મહેફિલમાં આપણે સહુ રંગે રંગાયા અને આગળના ભાગમાં જોયું કે સંજય જીવનની ખુબ નાજુક સ્થિતિમાં ઝોલા ખાય છે અને ઈશાની બહાર પ્રભુને વિનવી રહી છે.

હવે આગળ,

ઈશાની તો બેઠી છે એમ જ. ઓપેરશન ચાલે છે, સાગા-સંબંધી બેઠા છે સાથે ઑફિસના કર્મચારીઓ પણ બેઠા છે અને બધા જ બસ એ જ વાતની રાહ જોઈને બેઠા છે કે સંજયભાઈ ઠીક થઇ જાય.

'મિસિસ પટેલ, અહીંયા સાઈન કરો પ્લીઝ..', ડૉ. ડૅની આવીને કહ્યું.

અમે મિ. પટેલને અમારી સ્પેશ્યલ સર્જન ટીમની નીચે ઓપેરશન માટે રાખીએ છે એના માટે અમારા સ્પેશ્યલ ડૉ. નીતિન આવતા જ હશે. એટલે એમની અલગ પોલિસી છે એટલે આ ડોકયુમેન્ટ છે એમાં બધામાં આપ એમના પત્ની છો એટલે આપ સાઈન કરી શકો છો અથવા એમના પિતાશ્રી.

ઈશાની ધ્રુજતા હાથે અને આંસુના સહારે સાઈન કરે છે અને નિઃસહારાની જેમ ઢીલી પડી જાય છે. બધા સાથે હોવા છતાં કોઈ કશું કરી શકતું નથી. સમય સામે બધા જ હથિયાર નકામા છે અને એ જ વાત આજે બધા સમજી જાય છે.

હસતા-ખેલતા જીવનમાં આમ અચાનક જ દુઃખના ડુંગરા તૂટી પડશે એવી ક્યાં કોઈને કલ્પના પણ હતી! જીવનમાં પૈસો જ બધું છે એ માનનારા લોકો માટે આ બહુ મોટું ઉદાહરણ કહી શકાય. આજે સંજયભાઈનો પરિવાર ભરેલા હાથે પ્રભુ પાસે જીવનદાનની યાચના કરે છે.

'ઓ પાલનહારે, નિર્ગુણ અન્યારે, તુમરે બિન હમર કોન નાહી,

હમારી ઉલઝન, સુલઝાઓ ભગવન,

તુમરે બિન હમર કોન નાહી...'

ડૉ. નીતિન આવે છે, ઓપેરશન ચાલતું જ જાય છે, ૭ કલાકના ૧૦ કલાક થાય છે, બધી જ પબ્લિક ત્યાં જ બેઠી છે, વિચારોના વમળમાં ઘસાય છે. ઈશાની અને પરિવાર તો જાણે જીવવાનું જ ભૂલી ગયા હોય એમ બેઠા છે. પૂરપાટ દોડતી ટ્રેન જાણે અચાનક જ પાટા હેઠી ઉતરી જાય અને સેકેન્ડના અડધા ભાગમાં જ જીવન બદલાઈ જાય એમ બધાના જીવન બદલાઈ ગયા છે અને બસ જીવન ચાલે રાખે છે.

નજરોમાં બસ ખાલી ગ્રીન લાઈટ થવાની દેર છે બધાની નજરો ઠરેલી છે અને ત્યાં જ ડૉક્ટર ગ્રીન લાઈટ કરીને બહાર આવે છે અંતે ૧૧ કલાકે ઓપેરશન પત્યું અને બધા જ સિનિયર ડૉક્ટર બહાર આવે છે.

'મિસિસ પટેલ, ઓપેરશન તો સફળ રહ્યું છે, ડેન્જરમાંથી બહાર આવી ગયા છે પરંતુ ખરેખર પરિસ્થિતિ તો મિ. પટેલ હોશમાં આવે પછી જ ખબર પડશે. એમને હોશમાં આવતા થોડી વાર તો લાગશે. હિમ્મત રાખો બધું જ ઠીક થશે. અમે બધા એ અમારી ૧૦૦% કોશિશ કરી છે હવે એમને હોશ આવે ત્યાં સુધી આપ ધીરજ રાખો.', ઈશાનીને સાંત્વના આપી ડૉ. નીતિન પોતાની કેબિનમાં ગયા.

'વ્હોટ આ ક્રિટીકૅલ સિચ્યુએશન!!!!!', ડૉ. નીતિન બીજા ડોક્ટર્સ સાથે વાત કરતા ખુરશીમાં બેઠા.

'યસ સર, વાત તો અજીબ જ લાગે છે, હ્દયના હુમલાની બહુ ગંભીર અસર કહેવાય, જીવ બચી ગયો અને આઉટ ઓફ ડેંજરમાં છે એ વાત જ નવાઈ લગાડે એવી છે. હવે તો હોશમાં આવે પછી જ ખબર પડે આગળની પરિસ્થિતી શું છે.', બીજા ડોક્ટરે જવાબ આપતા કહ્યું.

સમય વીતતો જાય છે. ઈશાની જૂના દિવસોને યાદ કરીને આંસુ સારે છે. ૬ મહિના ના લગ્ન જીવન અને આટલી મોટી તકલીફ!!! પોતાના જીવનસાથીને આ હાલતમાં જોઈને ઈશાની આજે જાણે માનસિક રીતે તૂટી રહી છે.હવે સંજયના આંખ ખોલવાની દેર છે.ડૉક્ટર નીતિન બહાર આવે છે અને સંજયના પપ્પાને કૅબિનમાં બોલાવે છે બેસવાનું કહે છે.

'આવો પટેલ સાહેબ...બેસો.. અત્યારે તમને અહીંયા બોલાવવાનું મારુ એક કારણ છે, જો હું એક ડૉક્ટર છું અને સાથે તમને બહુ સારી રીતે ઓળખું છું. જે કહીશ એ સાચું અને સીધું જ કહીશ એટલે તમે મારી વાતને દિલથી ના વિચારીને મનથી વિચારજો અને સાંભળજો.', નીતિને પટેલ સાહેબની આંખમાં આંખ નાખીને કહ્યું.

'બોલો સાહેબ, શું કહેવું છે તમારે?'

જુઓ, સંજયની જિંદગી તો અમે બચાવી લીધી છે,હવે એમાં થયું છે એવું કે એમને અચાનક જ હ્દયનો હુમલો થયો એટલે હોસ્પિટલ લાવ્યા અને પછી અમે તાપસ કરતા માલુમ પડ્યું કે એમની નળીઓ બ્લોક છે અને વાલ્વમાં પણ તકલીફ છે એટલે તાત્કાલમાં એમનું ઓપેરશન કરવાની જરૂર પડી અને અમે આગળ એમનું ઓપેરશન માટે આપણી પરવાનગી લીધી. ઓપેરશનમાં પણ ઘણા પ્રોબ્લેમ આવ્યા, એમના બ્લડ કાઉન્ટ ઘટવા લાગ્યા અને બ્લડની બોટલ અમે ચાલુ કરી, એમના પલ્સ પણ ઓછા થવા લાગ્યા અને ચાલુ ઓપેરશનમાં બીપી પણ આવી ગયું એટલે ડોક્ટર્સ એ મને અહીંયા બોલાવ્યો. અમે સ્ટેન્ટ મૂક્યું છે એમનું ઓપેરશન તો સફળ રહ્યું છે પરંતુ એમને જ ઓપેરશનમાં પ્રોબ્લેમ આવ્યા એ પરથી એમના શરીરના ક્યાં ભાગમાં એની અસર થઇ છે એ કહેવું મુશ્કેલ છે જ્યાં સુધી એમને હોશ ના આવે અને અમે એમનું ચેક અપ ના કરી લઈએ. એમને હોશમાં આવતા હજી થોડી વાર લાગશે. ઓપેરશન લાબું હોવાથી એનેસ્થેસિયાનો ડોઝ અમે ધીમે ધીમે વધારી રહ્યા હતા. આવા ક્રિટીકૅલ કૅસમાં આવું થતું રહેતું હોય છે પરંતુ આ કેસ બહુ નસીબદાર સાબિત થયો છે, આટલા પ્રોબ્લેમ્સ સાથે પણ સંજયભાઈ ડેંજરમાંથી બહાર છે. જોવાનું બસ એ છે કે આ મુસીબતોથી એમના શરીરના ક્યાં ભાગમાં અસર થઇ છે કારણ કે અસર તો થઇ જ હશે એ માટે હું સ્યોર છું. ચિંતાની કઈ વાત નથી પરંતુ દર્દીના સગાઓને ખબર હોવી જરૂરી છે એટલે તમને અહીં બોલાવી કહેવું અમારી ફરજમાં આવે છે. હવે ચિંતા ના કરશો, હિમ્મત રાખજો..અને એમાં વાઈફ ઈશાનીને પણ હિમ્મત આપજો. બધું જ ઠીક થશે.', ડૉક્ટર નીતિને પટેલ સાહેબને ખૂબ સારી રીતે સમજાવ્યા.

વિનયભાઈ ઢીલા પડી ગયા અને આંસુ જાણે રોકાવાનું નામ જ ના લે. જિંદગીના આધેડ વર્ષે જુવાન જોધ દીકરાં આ તકલીફ જોઈ શકે એવી હાલતમાં નહતા વિનયભાઈ. માંડ-માંડ પોતાની જાતને સાંભળીને ઉભા થયા આંસુઓ સાગર અંતરમાં છુપાવીને ખુરશીમાંથી ઉભા થયા.

'વિનયભાઈ, તમે જ આવું કરશો તો પરિવાર અને આખા બિઝનેસને કોણ સંભાળશે સાહેબ?? થોડી હિમ્મત રાખો. અમારા માટે તો આવા કેસ રોજ આવે છે અને રોજ બધાને સાંત્વના આપીએ છે અને પ્રભુને પ્રાર્થના કરીએ છે કે અમારી મહેનત રંગ લાવે. નાવ, ફેસ ધ સિચ્યુએશન એન્ડ વિન ધ બેટલ સર.', ડૉ. નીતિને હિંમત આપતા કહ્યું.

'યસ. રાઈટ ડૉ. થેન્ક યુ સો મચ.', વિનયભાઈ એટલું બોલીને બહાર નીકળી ગયા.

બહાર આવતાની સાથે જ બધા ના વિલાયેલા ચહેરા જોઈને ફરી થોડા ઢીલા પડી ગયા. ઈશાનીને જોઈને તો પોતાના આંસુઓ રોકી જ ના શક્યાં. થોડા આંસુ સારીને ફરી પોતાના ચહેરા પર નકાબ ઓઢીને ઉદાસ આંખે બધાની જોડે જઈને બેસી ગયા. કોઈને કશુ કહેવાના હોશમાં જ નહતા. આખું વાતાવરણ જાણે બંજર જમીન જેવું થઇ ગયું હતું. ઉદાસીનતા બધાના ચહેરાને ઘેરી વળી હતી.

ઈશાની ઉભી થઇ અને ચાલવા લાગી. સંજયના રૂમની બહાર જઈને ઉભી રહી અને બહાર કાચમાંથી દેખાતા સંજયના ચહેરાને જોઈને આંસુઓ સારી રહી. પ્રેમીઓના પ્રેમની સાચી કસોટી તો આવા જ સમયે થાય ને સાહેબ! કેટલા કલાક થઇ ચુક્યા હતા પરંતુ ઈશાનીને ભૂખ-તરસ બધું જ વિલીન થઇ ગયું હતું, ઊંઘ તો જાણે આકાશમાં ક્યાંય ઉડી ગઈ હતી અને આંખો અને ચહેરો રડીને લાલ થઇ ગયો હતો. ઊંઘ-થાક અને ચિંતાના લીધે સોળે કળાયે ખીલેલો નવવધૂનો ચહેરો મુરઝાઈ ગયેલા ફૂલ જેવો થઇ ગયો હતો. મુરઝાયેલું ફૂલ જાણે પાણીના છંટકાવની રાહ જોતું હોય એમ ઈશાની સંજયના હોશમાં અવની વાટ જોઈ રહી હતી.

સંજય હજી બેભાન અવસ્થામાં જ છે. ઈશાની હજી રૂમની બહાર બેસી વિચારોમાં ડૂબેલી છે અને પ્રભુનું સ્મરણ કરે છે અને એટલા માં નર્સ ડોક્ટર્સ બધા જ રૂમમાં દાખલ થાય છે બહારથી બધાના ચહેરા ચિંતામય જણાય છે. કોઈ ડોક્ટર્સ કઈ જવાબ નથી આપી રહ્યા. બસ બહાર કાચમાંથી અંદર ડોક્ટર્સનું ટોળું કાંઈક વાતચીત કરી રહ્યું છે એ દેખાઈ રહ્યું છે.


Rate this content
Log in