Rahul Makwana

Children Stories Action Crime

4  

Rahul Makwana

Children Stories Action Crime

શક્તિમાન - મારું મનપસંદ કોમિક પાત્ર

શક્તિમાન - મારું મનપસંદ કોમિક પાત્ર

6 mins
29


બપોર જાણે ગરમ મિજાજમાં હોય તેમ સૂર્યનારાયણ આકારો તાપ વરસાવી રહ્યાં હતાં, સૌ કોઈ આવા આકરા તાપને લીધે ત્રાહિમામ પોકારી ગયાં હતાં, રસ્તાઓ, શેરીઓ વગેરે જાણે કોઈ કર્ફ્યૂ લાગુ પડેલ હોય તેમ એકદમ સૂમસામ ભાસી રહ્યાં હતાં, સડકો એકદમ ખાલી અને વેરાન બની ગયેલ હતી, ધંધાર્થીઓ પણ પોત પોતાની દુકાન બંધ કરીને આરામ ફરમાવી રહ્યાં હતાં. રસ્તા પર માણસ તો ઠીક પરતું એકપણ જાનવર નજરે નહોતું પડી રહ્યું.. તાપ જ એટલો આકારો હતો કે રસ્તા પણ પાણી ફેંકો તો તરત જ તેનું બાષ્પીભવન થઈ જાય. 

સમય : બપોરનાં એક કલાક

સ્થળ : ક્રાઇસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલ.

  આવી કાળઝાળ ગરમીમાં નાના બાળકો કહેવાતા ભાર વગરનું ભણતર મેળવવામાં વ્યસ્ત હતાં, અને શિક્ષકો પણ મોનોટોનસ લેકચર આપી રહ્યા હતાં, તેમ છતાંપણ બાળકો કાંઇક નવું શીખવા, જાણવા અને સમજવા મળશે એવી આશા સાથે શિક્ષક જે કઈ શીખવી રહ્યાં હતાં તે ખૂબ જ શાંત ચિત્તે સાંભળી રહ્યાં હતાં. 

 એવામાં એકાએક તે કલાસરૂમમાં ભણી રહેલાં વિદ્યાર્થીઓમાંથી અમુક વિદ્યાર્થીઓને એકાએક પેટમાં દુખાવો શરૂ થયો, ધીમે ધીમે બીજા બધાં બાળકોનાં પેટમાં પણ દુખાવો થવાં લાગ્યો, આ જોઈ શિક્ષક ખૂબ જ ડરી ગયાં અને આ બાબતની જાણ તેમણે સ્કૂલનાં આચાર્યને કરી અને થોડીવારમાં આચાર્ય પણ ક્લાસરૂમમાં દોડતા દોડતાં આવી પહોંચ્યા. 

  તેમણે આવીને જે દ્રશ્ય જોયું તે જોઈને તેની આંખો આશ્ચર્યને લીધે પહોળી થઈ ગઈ, કારણ કે એ સમયે આખા ક્લાસરૂમના વિદ્યાર્થીઓનાં પેટમાં અસહ્ય વેદના થઈ રહી હતી, જોત જોતામાં તે બધાં બાળકોને ઊલટી ઊબકા થવાનું પણ શરૂ થઈ ગયું,

  આથી આખી પરિસ્થિતીનો તાગ લગાવતા આચાર્યએ આ બધાં વિદ્યાર્થીઓને સ્કૂલ કેમ્પસમાં જે સ્કૂલબસ હતી, તેમાં બેસાડી તે બધાને નજીકની સિવિલ હોસ્પિટલે લઈને જાય છે, થોડીવારમાં તે સ્કૂલબસ સિવિલ હોસ્પિટલે પહોંચી જાય છે, અને તે બધાં વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવે છે. 

લગભગ એકાદ કલાક બાદ.....

  ફરજ પરનાં ડોકટર વોર્ડમાંથી બહાર આવે છે,અને ત્યારબાદ પ્રિન્સિપાલ અને વાલીઓને સમજાવે છે કે હાલ બધાં જ બાળકોનાં આંતરડામાં અલ્સર (ચાંદા) પડી ગયેલાં છે.

"સર ! આવું થવા પાછળનું કારણ શું હોઈ શકે છે..?" - પ્રિન્સિપાલ હેરાની ભરેલાં આવજે ડોક્ટરને પૂછે છે.

"એ નિદાન માટે આપણે અમુક બીજા ટેસ્ટ કરાવવા પડશે...ત્યારે જ આપણને ચોક્કસ કારણ જાણવા મળશે…!" - ડોકટર પ્રિન્સિપાલને સમજાવતાં જણાવે છે, બધાં બાળકોની પરિસ્થિતિ થોડીક સેટલ થાય પછી આપણે આગળની તપાસ કરીશું.

  ત્યારબાદ પ્રિન્સિપાલ અને વાલીઓ વોર્ડમાં દાખલ થાય છે અને પોત - પોતાનાં સંતાનની ખબર આ અંતર પૂછે છે.

***

તે જ દિવસે સાંજે 

 લગભગ પાંચ વાગ્યાની આસપાસ શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયાં, જોર જોરથી પવન ફૂંકાવવા માંડ્યો, ઊંચી - ઊંચી ધૂળની ડમરીઓ ઉડવા લાગી, જોત - જોતામાં આખા વાતાવરણમાં એક ઝેરી ગેસ પ્રસરવા લાગ્યો, જેને લીધે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી, તે બધાંનો દમ ઘૂંટવા માંડ્યો, બધાં જ લોકો જમીનદોસ થઈને તરફડીયા મારવા લાગ્યાં…

 જોત જોતામાં તે લોકોની નજર સમક્ષ એક દાનવ અટ્ટહાસ્ય કરતો નજરે પડ્યો, આ દાનવ દેખાવમાં એકદમ ભયાનક, ડરામણો લાગી રહ્યો હતો, તેનાં શરીરમાંથી કેમિકલ નીકળી રહ્યું હતું, જે ટપો - ટપ જમીન પર પડી રહ્યાં હતાં, આ કેમિકલ એટલું જલદ હતું, કે તે જમીન પર જે જગ્યાએ પડેલ હતું, તે જગ્યાએ આવેલ જમીન જાણે બળી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું, આ દાનવ પોતાનાં મોંમાંથી પણ આવું જલદ કેમિકલ ઓકી રહ્યો હતો, તેનું શરીર દેખાવમાં કદાવર અને ભયંકર ડર પમાડે તેવું હતું !

  ત્યારબાદ આ દાનવ ધીમે ધીમે આગળ વધે છે, અને તેની આજુબાજુ રહેલ બધી વસ્તુઓ પોતાનાં મોંમાંથી ઝેરી કેમિકલ છોડે છે, એ સાથે જ બધી વસ્તુઓ પીગળી જાય છે.

"મારું નામ છે…આર્સેનો મારો જન્મ અર્સેનિકમાંથી થયેલ છે...અને વિજ્ઞાનિકો મને કારસીનોજન તરીકે પણ ઓળખે છે, અને મારો જન્મ આ દુનિયાને તબાહ કરવાં માટે જ થયો છે, હવે મારાથી આ શહેરને હવે કોઈ જ બચાવી નહીં શકે….હા...હા...હા…!" - આર્સેનો અટ્ટહાસ્ય કરતાં કરતાં બોલે છે.

  આ જોઈ બધાં જ લોકો ખૂબ જ ગભરાય જાય છે, અને મનોમન તેઓનાં મસીહા "શક્તિમાન" ને મદદ માટે યાદ કરે છે.

***

સમય : સાંજનાં પાંચ કલાક 

સ્થળ : સિવિલ હોસ્પિટલ 

  આ બાજુ જેવી શક્તિમાનને પેલાં વિદ્યાર્થીઓ સાથે બનેલી ઘટનાથી પોતાની દિવ્ય શક્તિઓ દ્વારા અવગત થયું, આથી શક્તિમાન વાયુ વેગે સિવિલ હોસ્પિટલે દોડી આવે છે, અને ત્યાં ફરજ પરનાં ડૉક્ટરને આ બાળકોની આવી હાલત થવાં પાછળનાં કારણ વિષે ચર્ચા કરે છે, અને ડૉક્ટર શક્તિમાનને આખી બાબત સવિસ્તારપૂર્વક જણાવે છે, આ આખી બાબત જાણ્યા બાદ શક્તિમાન મનોમન કઈક પ્લાન ઘડે છે. 

   બરાબર એ સમયે શક્તિમાન પોતાની દિવ્ય શ્રવણ શક્તિઓની મદદ દ્વારા આર્સેનોએ શહેરમાં જે તબાહી મચાવી હતી, તેને લીધે લોકો જે ચિચિયારીઓ અને વિલાપ કરી રહ્યાં હતાં, તે અવાજ સંભળાય છે, આથી શક્તિમાન એકપણ ક્ષણ વિચાર કર્યા વગર પોતાની આંગળી ઉપર તરફ કરે છે, અને ગોળ - ગોળ ફરતાં ફરતાં આકાશમાં ઊડવા માંડે છે, થોડી જ ક્ષણોમાં શક્તિમાન આર્સેનો શહેરનાં જે વિસ્તારમાં તબાહી મચાવી રહ્યો હતો, ત્યાં પહોંચી જાય છે. 

    શક્તિમાનને આવેલ જોઈ સૌ કોઈનાં જીવમાં જીવ આવ્યો, તેઓ માટે શક્તિમાન એટલે એક મસીહા, સત્યનો ઉપાસક, હિતેચ્છુ, નાના બાળકોનો મિત્ર, લાચાર લોકોનો આધાર, પાંચેય પાંચ એટલે કે હવા, આકાશ, પાણી, વાયુ અને પૃથ્વી જેવાં દિવ્ય તત્વોથી બનેલ એક રિયલ ઇન્ડિયન સુપર હીરો હતો, જ્યારે પણ શહેર પર કોઈ મુસીબતો આવી પડે તે દરેક મુસીબતોમાંથી શક્તિમાન શહેરનાં લોકોને અચૂક બચવતો જ હતો, આમ શક્તિમાન શહેરનો એક રિયલ હીરો હતો. 

  શક્તિમાનને પોતાની નજર સમક્ષ જોઈને આર્સેનો ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયો, તેની આંખો લાલ ઘૂમ થઈ ગઈ, હાલ પોતે જે મોઢામાંથી જે કેમિકલ છોડી રહ્યો હતો તે વધુને વધુ તીવ્રતા સાથે ઓકવા માંડયો, આ જોઈ શક્તિમાને પોતાનાં મોઢામાંથી ફૂંક મારીને આર્સેનોએ જે કેમિકલ ઓકેલ હતું તે બધુ જ કેમિકલ થિજવી નાખ્યું, આ જોઈ આર્સેનો વધુ ગુસ્સે ભરાયો, ત્યારબાદ આર્સેનો અને શક્તિમાન વચ્ચે ભયંકર દ્વંદ્વ યુદ્ધ થાય છે, શક્તિમાને આર્સેનોને પરાસ્ત કરવાં માટે પોતાની સમગ્ર શક્તિઓ અજમાવી જોઈ, પરતું આર્સેનો દરવખતે જમીનદોસ થઈને વારંવાર સજીવન થઈને ઊભો થઈ જતો હતો, આથી શક્તિમાને મનમાં યોજના ઘડી અને આર્સેનોને પૃથ્વીનાં આવરણની બહાર લઈ જાય છે, અને શૂન્યઅવકાશમાં પોતાની સમગ્ર શક્તિઓ એકત્રિત કરીને પોતાનાં બને હાથ વડે દિવ્ય શક્તિઓનો એક ગોળો બનાવે છે, અને પૂરેપૂરી તાકાત સાથે આર્સેનો તરફ ફેંકે છે, આર્સેનો કાંઈ વિચારે એ પહેલાં જ તેજસ્વી ગોળો આર્સેનોનાં શરીર સાથે અથડાય છે, અને આર્સેનોને ચારે બાજુએથી ઘેરી લે છે, ત્યારબાદ શક્તિમાન આર્સેનોને ફૂંક મારીને શૂન્યાકાશમાં દૂર દૂર સુધી ફંગોળી દે છે. અને આર્સેનોને કાયમિક માટે અંધકારમય શૂન્યાવકાશમાં ખોવાય જાય છે. 

 ત્યારબાદ શક્તિમાન અવકાશમાંથી પાછો શહેરમાં ફરે છે, શક્તિમાનને હેમખેમ જોઈને લોકોનાં જીવમાં જીવ આવે છે, શક્તિમાનને ખેમખેમ જોઈને તે બધાંને ખ્યાલ આવી ગયો કે શહેર પર “આર્સેનો” નામનો જે ખતરો આવી પડેલ હતો, તે હવે ટળી ગયેલ છે, અને હાલ આખું શહેર સુરક્ષિત હતું. 

“મારા ભાઈઓ અને બહેનો ! આ આર્સેનો એ બીજો કોઈ નહીં પણ આપણે લોકો જે તેને જન્મ આપેલ છે, હાલ જે ખાદ્યપદાર્થ પેકિંગમાં આવે છે, તેને લાંબા સમય સુધી ફ્રેશ રાખવાં માટે તે બધાં પકેટમાં પ્રિઝર્વેટિવ તરીકે “આર્સેનિક” ઉમેરવામાં આવે છે, હાલ આપણાં જ શહેરની સિવિલ હોસ્પિટલમાં ક્રાઇટસ સ્કૂલનાં ઘણાં વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવેલ છે, જે બધાં દરરોજ પ્લાસ્ટિકમાં પેક કરેલ નાસ્તો કરતાં હતાં, હાલ તે લોકોનાં આંતરડામાં ચાંદા પડી ગયેલાં છે, જેનું કારણ “આર્સેનિક” જ હતું, માટે આજે તમે બધાં એક નિયમ કરો કે અને મને વચન આપો કે “આજ પછી ક્યારેય પણ પ્રિઝર્વેટિવ ઉમેરેલા પ્લાસ્ટિકમાં પેકિંગ ફૂડ અમે ક્યારેય નહીં ખાશુ અને અમારા સંતાનને પણ ક્યારેય આવા પ્રકારનો ખોરાક નહીં ખાવા દઇશું..!” - શક્તિમાન શહેરની એક ઊંચી ઈમારત પર ઊભા રહીને લોકોને સંબોધતાં - સંબોધતાં જણાવે છે. 

“આજ પછી ક્યારેય પણ પ્રિઝર્વેટિવ ઉમેરેલા પ્લાસ્ટિકમાં પેકિંગ ફૂડ અમે ક્યારેય નહીં ખાશુ અને અમારા સંતાનને પણ ક્યારેય આવા પ્રકારનો ખોરાક નહીં ખાવા દઈશું..!” - અમે આજે આ વચન લઈએ છીએ જે અમે આજીવન પાળીશું..!” - લોકો શક્તિમાનને વચન આપતાં બોલે છે. 

“ગુડ !” - શક્તિમાન હળવાં સ્મિત સાથે બોલે છે. 

“થેન્ક યુ શક્તિમાન..!” - લોકો શક્તિમાનનો આભાર વ્યક્ત કરતાં કરતાં બોલે છે. 

   ત્યારબાદ શક્તિમાન ફરી પાછી પોતાની આંગળી ઉપર આકાશ તરફ કરે છે, અને ગોળ ગોળ ફરીને એક નવા મિશન પર નીકળી પડે છે. 


Rate this content
Log in