STORYMIRROR

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

શિષ્ટાચાર

શિષ્ટાચાર

1 min
14.7K


ઘરે આવતાંજ નાનકડા અંકિતને માએ સમજાવ્યું. "જો આમ કોઈના ત્યાં જઈએ તો ગ્લાસનું બધુંજ શરબત ના પીવાય. થોડું બચાવવું એને શિષ્ટાચાર કહેવાય સમજ્યો?"

અંકિતએ આ વ્યાખ્યા એના બાળ માનસમાં બેસાડી દીધી. બીજે દિવસે એ પરિવાર જોડે હોટેલમાં જમવા ગયો. એને જ્યુસના ગ્લાસમાં થોડું જ્યુસ બાકી રેહવા દીધું.

માએ ફરી સમજાવ્યો, "આમ બગાડ કરીયે તો આપણાં પૈસાનો પણ વ્યય થાય સમજ્યો?"

અંકિત પોતાના બાળમાનસમાં શિષ્ટાચારની વ્યાખ્યામાં ફેરફાર બેસાડતા બોલ્યો, "હવે સમજ્યો. જ્યારે અન્યનાં પૈસાથી ખરીદ્યું. હોઈ તો વ્યય કરાઈ પણ આપણા પૈસાથી ખરીદીયે તો વ્યયના થાય."

આ બન્ને વ્યાખ્યાઓના તફાવતને જોડી જે સમાનતા અંકિત શોધી શક્યો એ હકીકત શિષ્ટાચારના નામે દંભ પોષતાં વડીલોનું મનોચિત્રણ તો નથી?


Rate this content
Log in