Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

શિક્ષક

શિક્ષક

1 min
216


જયસર કેટલાય વર્ષોથી ટ્યુશન ક્લાસ ચલાવતા હતાં. જયસરનાં ખભેથી ખભો મિલાવીને એમનાં પત્ની સરગમ ભટ્ટ પણ ટ્યુશન આપતાં હતાં. અચાનક એક સામાજિક મેળાવડામાં જવાનું થયું એટલે જયસર ને સરગમ મેમ તૈયાર થઈને ગયાં.

મેળાવડામાં જયસરના હાથ નીચે ભણી ગણીને આગળ વધી ગયેલા મીત શાહ એ બધાની વચ્ચે જયસર તમે અને મેમ એમ કહીને બધાંની વચ્ચે પગે લાગીને માન સન્માન આપ્યું.

આજે મીત શાહ‌ એક સફળ ડોક્ટર હતાં એ એમનાં મિત્રના આમંત્રણ થકી આજે હાજર રહ્યા હતાં. ધ્રુવ પંડિત પણ જયસરના હાથ નીચે ભણી ગણીને આજે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ઓફિસર તરીકે ફરજ બજાવતા હતાં. જયસર ને મેમને પગે લાગીને ધ્રુવ પંડિત બોલ્યા..

"જયસર તમારાં જેવાં સારાં શિક્ષકની અમને આજે પણ જરૂર છે. તમારાં જેવાં શિક્ષક અમ જેવાં વિધાર્થીઓને જેમ કુંભાર ટપલી મારીને ઘાટ આપીને તૈયાર કરે એમ તમે અમને ઘાટ આપીને તૈયાર કર્યા છે. તમે શિક્ષક તરીકે ખાલી પુસ્તકીયું જ્ઞાન નથી આપ્યું પણ જિંદગી જીવવા માટે વ્યવહારીક જ્ઞાન આપીને તૈયાર કર્યા છે. અમને સૌને ગર્વ છે કે અમારાં ગુરુ જયસર તમે છો. તમારાં જેવાં વિચારો ધરાવતા શિક્ષકો બધાં હોય તો શિક્ષણની વ્યાખ્યા જ બદલાઈ જાય."


Rate this content
Log in