શીતળા સાતમ
શીતળા સાતમ
આજે શીતળા સાતમ છે.. શીતળા સાતમે ચૂલો સળગાવવામાં નથી આવતો.. રાંધણ છઠ્ઠે રાંધેલી વાનગીઓ શીતળા માતાની પૂજા કરીને ખાવામાં આવે છે.. શીતળા સાતમે ઘરની સ્ત્રીઓ ઠંડા પાણીથી ન્હાઈને શીતળા માતાની પૂજા કરે છે અને પોતાના સંતાનોની રક્ષા માટે પ્રાર્થના કરે છે...પછી શીતળા માતાની વાર્તા વાંચે છે અને પક્ષીઓને ચણ નાંખે છે.
ઘણી જગ્યાએ તો શીતળા સાતમ અને આઠમ નિમિત્તે જુગાર રમવા માટેનાં મોટા ટેબલ ગોઠવાય છે..
ઘણી જગ્યાએ તો સ્ત્રીઓ પણ જુગાર રમે છે.
શીતળા સાતમે ઘણાં લોકો ગામડે જાય છે અને ઘરનાં વડીલો સાથે સાતમ, આઠમ ઉજવે છે..
તો ઘણા લોકો સાતમ, આઠમ બહારગામ ફરવા જવાનું ગોઠવે છે.
શીતળા સાતમની પૌરાણિક કથા અનુસાર શીતળા માતા વૃદ્ધાનું સ્વરૂપ ધારણ કરે છે એટલે એ દિવસે આંગણે આવેલા કોઈ ખાલી ન જાય એનું ધ્યાન રાખવામાં આવે છે અને દાન પુણ્ય કરવામાં આવે છે..
આમ શીતળા સાતમે ઘરની સ્ત્રીઓ માતાજી ને પોતાના પરિવાર અને સંતાનોનાં સ્વાસ્થ્ય અને રક્ષણ માટે પ્રાર્થના કરે છે.
એટલે જ શીતળા માતાની માટીની મૂર્તિની પૂજા કરવામાં આવે છે અને આ તહેવારનો આનંદ માણે છે.
