સામનેવાલી ખીડકીમેં
સામનેવાલી ખીડકીમેં
મારા બિલ્ડિંગની બરાબર સામેના બિલ્ડિંગના મારા ફ્લેટની બાલ્કનીની સામેની બાલ્કનીમાં એક ચાંદ રહેતો, મને બહુ પાછળથી ખબર પડેલી. પહેલા તો ભૂલચુકથી એક વખત આખા દિવસમાં એની એક ઝલક જોવા મળી જતી. મોસ્ટલી સાંજના સમયે. હું એની એક ઝલક માટે દરરોજ સાંજે બાલ્કનીમાં એ સમયે હાજર થઈ જતો. જોકે એ સમયે ઘણીબધી બાલ્કનીકની પરિસ્થિતિ વસંતમાં ખીલેલા ફૂલો જેવી થતી. એને માટે નહીં પણ બધા જ નવરા હતા મારી જેમ લોકડાઉનમાં એટલે સાંજે બાલ્કનીમાં આવીને પંચાત કરતા. જોકે હું ત્યાં રહેતો નહિતો. પણ, પુના બંધ થવા લાગ્યું એટલે ત્રણ મહિના પછી પાછો ઘરે આવી ગયો.
ત્રણ ચાર દિવસે એને સમજમાં આવ્યું કે હું એની બાલ્કનીમાં પોતાને નજરકેદ કરીને બેઠો છું. એટલે શરૂશરૂમાં સવારે પણ એણે દર્શન આપવાનું શરૂ કર્યું અને પછી જાણે એ પણ મારી જેમ જ યુવાનીના આવેગોની શિકાર બની હોય તેમ મોહી પડી, મારી જેમ
જ. સવાર-સાંજની સંતાકૂકડી હવે આખા દિવસની થઈ અને અંતે બીજી બાલ્કનીઓથી છુપાઈ છુપાઈને ઈશારા કરવાની અમારી કરામત કારગર થવા લાગી. આશરે વીસ દિવસની અમારી આ પ્રેમપારાયણતામાં ઘણી વખત ફોન નંબર કે મોબાઈલ નંબર આપ-લે કરવાની કોશિશ કરી. પણ, તે ફક્ત મેસેજીસ સુધીજ રહી. વાત કરવી મારા માટે શક્ય નહોતી કારણકે ઘર નાનું અને ભગત ઝાઝા જેવી સ્થિતિ હતી. એના ફોન આવ્યા નહીં એટલે હું પણ સમજી ગયો હતો કે એની પણ સ્થિતિ મારા જેવી જ હશે.
એકવીસમાં દિવસે રાત્રે એમ્બ્યુલન્સ આવી, એના ફ્લેટના ચારેય વ્યક્તિઓને લઈ ગઈ. સાંજની બાલ્કની પંચાતમાં ખબર પડી કે ઇન્ફેકટેડ હતા, સેમ્પલ મોકલ્યા છે. ચૌદમે દિવસે ખબર પડી કે એ ...
હું આ ચૌદ દિવસ દરમ્યાન રોજ એની બાલ્કની તરફ જોતો અને નિરાશ થઈ પાછો ફરતો પણ હવે તો
અને ચૌદ મહિના પછી અમારા બંનેના ફ્લેટના બારણે આસોપાલવના તોરણો બંધાયા.