સાચી માનવતા
સાચી માનવતા


કોઈ એક રાજ્યમાં ખૂબ જ દયાળુ રાજા રહેતા હતા. તે પ્રજાના દરેક કામને ખૂબ જ ધ્યાનથી કરતા હતા. પણ સમયની સાથે સાથે ઉંમર પણ વધવા લાગી. પરંતુ દુઃખની વાત એ હતી કે હવે તે રાજાના રાજ્યને સાચવે તેવો તેમને કોઈ પુત્ર ન હતો. તેથી રાજાએ પોતાના મંત્રીઓ સાથે ચર્ચા કરી અને આગળ શું કરવું તેની સલાહ માંગી ?
ત્યારે કેટલાક મંત્રીઓએ સલાહ આપી કે આપણે એક બાળકને દત્તક લઇએ. તો કેટલાકે સલાહ આપી કે આપણા મંત્રીઓમાંથી કોઈ એક મંત્રીની પસંદગી કરો. કોઈએ કહ્યું કે સારા રાજા માટે સ્પર્ધાનું આયોજન કરો. અને તેમાંથી રાજાની પસંદગી કરો. કેટલાક મંત્રીએ કહ્યું કે રાજ્યમાંથી કેટલાક માણસોને બોલાવો અને તમને જે યોગ્ય લાગે તેની પસંદગી કરો.
આ સૂચનને રાજાએ પોતાના રાજ્યમાં જાહેર કર્યું કે રાજા બનવા માટે ઉંમરની કોઈ મર્યાદા નથી. તેમાં દરેક ઉંમરના માણસો આવી શકે છે. આ સાંભળીને કોઈ એક ગામમાં એક ગરીબ કિસાનનો છોકરો જોડે રાજા બનવા માટે ના સમાચાર પહોંચ્યા. પરંતુ તેની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. તેને તેના પિતાને આ સમાચાર કહયા. તેમના પિતાએ કહ્યું કે બેટા તારાથી આ કામ નહીં થઈ શકે. માટે ત્યારે ત્યાં ન જવું જોઈએ. પરંતુ પિતાએ પોતાના દિકરાની જીદ જોઈને જવા માટે હા પાડી. અને તેને બીજા દિવસ જવાનું કહ્યું. પરંતુ તેની મોટી સમસ્યા એ હતી કે તેના જોડે સારા કપડાં ન હતા. ફાટેલો શર્ટ અને પેટની હાલત જોઈ. તેને પોતાના ઉપર જે ખૂબ જ ધૃણા થવા લાગી હતી. તેને ખુબ શરમ આવતી હતી. તે મનમાં વિચારતો હતો કે હું આવા કપડાં પહેરીને રાજાના મહેલે કેવી રીતે જોઈ શકીશ.
તેને તેના પિતાને કહ્યું કે મને નવા કપડાં લાવી આપશો. તો તેના પિતાએ કેટલા પૈસા બીજા જોડેથી ઉછીના પાછીના કરીને એક નવું જેકેટ લાવી આપ્યું.
ત્યારબાદ બીજા દિવસે જુના ફાટેલા કપડાં પહેરી તૈયાર થઈ અને તેના પર નવું જેકેટ પહેરીને રાજાને મળવા માટે ગયો. રસ્તામાં જતા જતા તેના મનમાં અલગ-અલગ પ્રશ્નો થતા હતા. કે રાજા કેવા પ્રશ્ન પૂછીશે ? શું કહેશે ? બોલાશે કે નહીં ? આવા વિચાર કરતો કરતો રાજાના રાજ્યમાં દાખલ થયો. ત્યારે રસ્તામાં તેને એક ભિખારી જોયો. શિયાળાનો સમય હતો. તેથી ભિખારીને ખૂબ જ ઠંડી લાગતી હતી. ઠંડીના કારણે તે ભિખારીનું શરીર ખૂબ જ ધ્રુજી રહ્યું હતું. પેલો છોકરો ને જોઇને ભિખારીએ કહ્યું. "તમે મને કંઈક ઓઢવા માટે આપો. મને ઠંડી બહુ લાગે છે. હું ઠંડીમાં મરી જઈશ. "
છોકરા જોડે ન તો પૈસા હતા. ન અનાજ હતું. તેના જોડે વધુ કપડા પણ ન હતા. હવે ભિખારીને શું આપવું ? તે ખૂબ જ મહત્વનું હતું. તેને થોડો વિચાર કર્યો. અને પોતાના શરીર પર જોયું. તો પિતાએ ઉછીના પાછીના કરી એક નવું જેકેટ આપ્યું હતું. તેના સિવાય ભિખારીને આપવા માટે કંઈ ન હતું. છોકરાએ તે ભિખારીને પોતાનું નવું જેકેટ આપી દીધું. ત્યારબાદ તે યુવાન રાજાને મળવા માટે આગળ ચાલવા લાગ્યો. રાજાના મહેલમાં પ્રવેશતા તેને રાજાના રૂમમાં મોકલવામાં આવ્યો. પરંતુ રાજા રૂમમાં ન હતાં. પણ થોડીવાર બાદ રાજા આવ્યા અને જોયું તો. તે છોકરાના પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે તે છોકરાને જે પહેલા ભિખારી મળ્યો હતો. તે ભિખારી બીજું કોઇ નહિ પણ આ રાજ્યનો રાજા હતો કે જેને પોતાનું નવું જેકેટ આપ્યું હતું.
છોકરાએ રાજા ને પૂછ્યું કે તમે બહાર હતા તે જ ને ? તો રાજાએ હા પાડી. ત્યારે રાજાએ તેને કહ્યું કે હું તારાથી બહુ ખુશ થયો છું. મે જે કામ માટે તને બોલાવ્યો હતો. તે કામમાં તારી પસંદગી થઇ છે. આ રાજ્યનો રાજા હવે તું બનીશ. કારણ કે મેં તારામાં માનવતાના ગુણો જોયા છે. કેમ કે પોતે ઠંડીમાં ધ્રૂજતાં હતો. તેમ છતાં તે ભિખારી નવું જેકેટ આપ્યું. આવી માનવતા વાળો જ રાજા બની શકે છે.
આપણે પણ આપણા જીવનમાં આશા રાખીએ છીએ. કે બધા આપણને પ્રેમ કરે. બધા આપણને જાણે. પરંતુ શું આપણે બધાને પ્રેમ કરીએ છીએ ? જીવનમાં જો કંઇ બનવું હોય તો સારા માણસ બનો. અને બીજાને મદદ કરો. પૈસા તો આપણા જીવનમાં કમાઈએ છીએ. પણ દુઆ કમાવી ખૂબ જ જરૂરી છે. અને તે આપણે માનવતામાંથી જ મળે છે.