સાચી દિશા
સાચી દિશા
એક સુંદર મજાનું ગામ હતું. એ ગામમાં સખીબેન તેણીનાં દીકરા રાજુ સાથે રહેતા હતા. રાજુ ગામની સીમ શાળામાં અભ્યાસ કરતો હતો. તેનાં ગુરુજી અવાર નવાર રાજુના ગૃહકાર્ય ન કરવાની જાણ સખીબેનને કરતા હતા. સખીબેન રાજુને સમજાવતાં પણ રાજુ મોબાઈલમાંથી ઊંચો આવતો ન હતો. એક દિવસ સખીબેન કંટાળી શાળામાં જઈ ગુરૂજીને સઘળી વાત કરે છે. ગુરુજી કહે કોઈ રસ્તો કાઢીશું.
થોડા દિવસો પછી ગુરુજી રાજુને એક ફૂલ છોડ ઉછેરવા આપે છે અને કહે છે કે જો તું આ છોડને ઉછેરી મોટું બનાવીશ તો હોશિયાર થઈ જાઈશ.
તેજ દિવસે રાજુ બી વાવી છોડ ઉછેરવા માંડે છે. પણ પરિણામ શૂન્ય. તેથી ગુરુજી પાસે જઈને વાત કરે છે. ગુરુજી કહે તને ખબર જ નથી કે છોડ ઉછેરવા માટે શું કરવું જોઈએ ? તો કેમ થાય ? માટે તું વિજ્ઞાનની સમજ કેળવ, તેનાં અંગ્રેજી નામ જાણી ઓનલાઈન માહિતી ગોત. રાજુ તો મંડી પડ્યો. તેમાં મજા આવી. હવે તે ગેમને બદલે છોડ ઉછેર અને માવજત વિશે જાણવા લાગ્યો જેથી તેને સારી એવી સમજ આવવા લાગી. તે જ્ઞાનનો ઉપયોગ તેની માતાનાં ફૂલ છોડ ઉછેરના કામમાં કરવા લાગ્યો. આમ મોબાઈલ વળગણ છૂટી ગયું. તે મહેનત કરવા લાગ્યો. જેમ જેમ તે છોડ ઉછેર જાણકારી મેળવતો ગયો તેમ તેમ અભ્યાસમાં પણ રસ વધતો ગયો.
આમ દિવસ રાત પરિશ્રમ કરીને સરસ મજાનો છોડ ઉછેર્યો. આ શારિરીક માનસિક પરિશ્રમથી તે ધ્યલક્ષી બની ગયો. સમયનો સદુપયોગ કરતો થયો. આ જોઈ સખીબેન ખૂબ ખુશ થયાં. તેમણે ગુરૂજીનો આભાર માન્યો.
ધ્યેય હિન જીવનમાં પરિશ્રમ અને હેતુ ભળે તો માણસને નવી દિશા અને સફળતા મળે છે.
