STORYMIRROR

રચનાઓ મીના શાહની

Others

4  

રચનાઓ મીના શાહની

Others

સાચે જ કરૂણ

સાચે જ કરૂણ

1 min
305

"અરર, બિચારીના જીવનમાં કેવી કરૂણઘટના બની ગઈ. ત્રીસ વર્ષની યુવાન વયે આ વૈધવ્ય." લોકો દયા ખાઈ રહ્યા. નીતુ જોઈ રહી પતિના શબને. એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. વાતાવરણમાં કરુણતા પ્રસરી ગઈ હતી. નીતુની આંખ આગળ લગ્ન જીવનના સાત વર્ષો પસાર થઈ ગયા. નામરજી છતાં મા બાપ આગળ વિવશ થઈને રૂપેશે તેની સાથે લગ્ન કર્યા હતા. સામાજિક, શારીરિક બધા સંબંધો સાચવ્યા પણ માનસિક રીતે તેને પોતાની ના ગણી. હંમેશા પોતે મનથી પીડાતી રહી. ફિલ્મ, નાટકોની શોખીન હોવાથી તેમાં જોયેલ અને કલ્પના કરેલ લાડ, પ્રેમ કે પ્રેમાલાપ તેને મળ્યો જ નહીં‌. ઘરરખ્ખુ, કહ્યાગરી નાર, જરૂરિયાત પૂરી કરનાર સ્ત્રી તરીકે તેનું જીવન‌‌. આજે અચાનક રૂપેશનું મૃત્યુ. સાચે જ કરૂણ ઘટના ?


Rate this content
Log in