Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

રવિવાર

રવિવાર

1 min
7.6K


અલાર્મનાં અવાજથી એ ઝબકી ઊઠી. અરે! આઠ વાગી ગયા. આજે તો રવિવાર! આખું અઠવાડિયું નોકરીની પાછળ નીકળી જતું. ઘરનાં ઘણાં કર્યો બાકી રહી જાય. રવિવાર એટલે એ બધાજ બાકી બચેલા કાર્યોને પૂરાં કરવાનો દિવસ. બાળકોને પણ એ દિવસે પોતાની ગમતી વાનગીઓ જ જમવી હોય. બધાજ કાર્યોની યાદી મનમાં વ્યવસ્થિત બેસાડીએ પથારી છોડી ભાગી.

જલ્દીથી ફ્રેશ થઈ એ રસોઈની પૂર્વ તૈયારી કરી રહી. ચાનાં બે કપ તૈયાર કરી એ શયન ખંડમાં ગઈ. "ગુડ મોર્નિંગ..." પ્રેમપૂર્વક પતિને જગાડી રહી. ગાઢ નિંદ્રામાંથી અકળાતો ઉમેશ બોલ્યો: "શું છે ખ્યાતિ? ઊંઘવા દે ને. આજે રવિવાર છે. ભૂલી ગઈ? અને હા, દરવાજો બંધ કરતી જજે.."

દરવાજો બંધ કરતા ખ્યાતિ એ ધીરેથી કહ્યું: "સોરી હું તો ભૂલીજ ગઈ કે આજે રવિવાર છે પણ 'તમારો'!


Rate this content
Log in