MITA PATHAK

Others

4.6  

MITA PATHAK

Others

રૂપનું અભિમાન

રૂપનું અભિમાન

5 mins
594


ગોરા ગોરા ગાલને ગુલાબી હોઠ, કાજળ ભરેલાનેન,અને રોજ નવી નવી જાતની સ્ટાઇલ વાળીને પોતાની જાતને ઐશ્વર્યા સમજતી કવિતા. કવિતા પોતાના રુપનુ અભિમાન બહુ હતુ. હા, તે લાગતી પણ ખૂબ સુંદર .કવિતા રોજની જેમ આજે પણ તૈયાર થઇને કોલેજના બસ સ્ટેન્ડ પર આવી. સહેલીઓ હજુ કંઈ કહે એ પહેલા જ કહી દેતી, આજે મમ્મીને ઘર મા મદદ કરવા મા મોડુ થઈ ગયુ. સહેલીઓ પણ ઓકે ! અમને ખબર છે એમ ત્રણે એકબીજાની સામે જોઈને હસી લેતી.

પછી રોજ મુજબ થોડી આમ તેમ વાતો કરતા ત્યારે કવિતા વચ્ચે જ બોલતી આનેઇલ પોલીસ કેવી લાગે છે ? આમ કરી કવિતા તેની સહેલીઓનુ ધ્યાન તેના ઉપર લાવતી ગોરા હાથમા નેઇલપોલીસ તરત દેખાય આવતી પણ તેને બસ...મારા જેવુ સુંદર કોઇજ નથી.એવું બતાવવા માંગતી.આ સહેલીઓ તેના કરતા થોડી દેખાવ ઓછી એટલે હાથ પકડીને હંમેશા મેચ કરતી. આવો તેનો નિત્ય કાર્યક્રમ એટલે સહેલીઓ પણ ટેવાઈ ગઈ.

હવે કોલેજના છેલ્લા વર્ષની શરૂઆત થઈ હતી. બધાને કોલેજ પુરી કરીને કંઈને કંઈ કરવુ હતુ. પણ છોકરીઓ માટે પેલા તેમનું ભાવી ભવિષ્ય હોય. એટલે સૌ કોઈના મા બાપ હવે દિકરી માટે સારુ ઘર વર પરિવાર શોધે. એટલે ચારે સહેલીઓ પોત પોતાના રીતે આગળ શું કરુ ? અને લગ્ન માટે કેટલા સમય છે તેની ચર્ચા કરતી. કોઈ સહેલી કહેતી કે બી.એડ કરીને જોબ કરીશ, પછી લગ્ન કરીશ. આમ એકબીજાની મરજીની વાત સવારે બસ સ્ટેન્ડ પર મળે ત્યારે એકબીજા વાત કરે. કવિતા જેટલા છોકરા જોવે તેમા કોઈને કોઈ ખોડખાંપણ કાઢતી. આજે મે જે છોકરો જોયો તેનુનાક કંકોડા જેવુ હતુ. તો વળી બીજા બે ચાર દિવસ પછી કાંઇ નવુ જ બોલતી હોય. આજે જે છોકરો જોયો તે સાવ પાતળી પરમાર જેવો, તો કોઈ કાળોમેસ લાગતો. આમ તેને કોઈ પસંદ આવતુ નહી.

થોડા સમય બાદ તેણીએ તેની સહેલીઓને કહયુ મને એક છોકરો પસંદ આવી ગયો છે. અને તે બહુ હેન્ડસમ દેખાય છે અને કોલેજમાં અધ્યાપક છે. તેની બહુ ખુશ હતી. તેના રુપનુ અભિમાન તેના મુખ પર છલકાઈ રહ્યું હતુ. પણ છતા તેની સહેલીઓ આજે ખુશ હતી. અને બધી સહેલીઓ બોલી આજે કોલેજ પછી પાર્ટી પાકી. આમ કોલેજ ગયા અને પોતાના કલાસ ભરીને ચારેય સહેલીઓ એ પાર્ટી કરીને ઘરે ગયા.

કવિતાની સગાઇ હોવાથી તે કોલેજ જતી નહી. કવિતાની સગાઈ ધામધૂમથી થઈ પણ ખાલી બંનેના પરિવાર સામેલ થયા હતા. થોડા દિવસો પછી રોજ મુજબ અભિમાનથી છલકાતી તેની બસ સ્ટેન્ડ પર આવી બધી સખીઓને ભેટે છે. અને પોતાના સગાઈની વાતચીત કરે છે .પોતાના ભાવિ પતિ વખાણ કરતા થાકતી નથી અને પોતે પણ એટલી સુંદર દેખાતી હોય છે તેવુ ફોટોગ્રાફ બતાવીને સહેલીઓને કહેતી હોય છે. આમ પોતાનો નિત્ય ક્રમ પુરો કરી કોલેજ પતાવી ઘરે આવે છે.

સગાઈના હજુ પંદર દિવસ થયા હશે ને રોજ મુજબ કોલેજ પતાવીને આવવાની નિકળી ગયેલી સહેલીઓ બસ સ્ટેન્ડ પર હશે ? આ બાજુ કોલેજ મા તેનો ભાવિ પતિ તપાસ કરવા આવે છે કે કવિતા કેવી છે ? અને તેનુ ચારિત્ર્ય કેવુ છે ?. કલાસ મા બે ત્રણ મિત્રો તેની સહેલીઓને જાણતા હતા. એટલે તેના પ્રશ્ર્નોના જવાબ બરાબર આપીને તેને ત્યાંથી જવા માટે મજબૂર કરી દીધા. બીજી કોઈ તપાસ કરે તે પહેલા તેના ભાવિ પતિને ત્યાંથી વિદાય કયૉ.

આ વાતથી અજાણ કવિતાને બીજા દિવસે કોલેજમાં ખબર પડી પણ તેની વાતને બહુ વિચાર કર્યો નહિ. અને તેને તેની સાથેજ લગ્ન કરવા માટે તૈયાર થઈ. કોલેજ પુરી થતાજ કવિતાના લગ્ન ધામધૂમથી થઈ રહ્યા છે. સહેલીઓ અને બે ચાર મિત્રોને લગ્નમાં આમંત્રણ આપ્યુ છે. કવિતા એકદમ સુંદર તૈયાર થઈ છે. અને ખુબ સુંદર લાગવાની સાથે આજે પણ રુપનુ અભિમાન છલકાઈ રહીયુ છે. જાન આવી ગઈ છે લગ્ન પૂરા થયા અને વિદાયનો સમય છે. વરરાજા પણ તેની સુંદરતા મા વધારો કરે તેવી જોડી લાગતી હતી. સહેલીઓ વિદાય સમય હોવાથી કવિતા નજીક આવી છે. કવિતા તેની એક સહેલીના કાનમાં કહે છે કે ; મને તેના ભાવિ પતિ વિદાય સમયે રડવાનીના પાડી છે. એમા શુ રડવાનુ હોય ?.ખાલી તારો મેકઅપ ખરાબ થશે. અને પછી ખરાબ લાગશે. આ વાત સાંભળીને તેની સખી બહુ અચરજ પામે છે અને તે વાત બધી સહેલીઓને કહે છે. સહેલીઓ વિદાય કરતા પણ આ વાત જાણી બહુ દુખી થયા. કે હવે શુ થશે અને તેવુજ કરીયુ જેમ તેના પતિ કહ્યુ તેમ તેના આ આસું કેવી રીતે રોકી લીધા. એકની એક દિકરીને મા બાપ કાળજા કટકાને ચોધાર આંસુ એ વિદાય આપી અને દિકરી પોતાના ઘરે જાય છે.

થોડા સમય બાદ, કવિતાની એક સહેલી તેના ઘરની આસપાસ રહેતી એટલે તેના સમાચાર તેની મમ્મી તેને આપતી. પછી છ મહિના કદાચ લગ્નને થયા ત્યારે ખબર પડે છે કે તેનો પતિ તેને તૈયાર નથી થવા દેતો અને ઘરની બહાર એકલા નહિ જવાનુ, ઘરની બારી પાસે નહિ ઊભા રહેવાનુ તેવા શંકાસ્પદ સ્વભાવ અને તેનાથી સુંદર લાગતી પત્ની કોઈની સાથે વાતચીત પણ ન કરવી જોઈએ. એટલે કવિતા હવે બહુ દુઃખી છે. તેને તૈયાર થઈને ફરવાનો ખુબ શોખ હતો અને બધા તેને જોવે કે એ કેટલી સુંદર લાગે છે. અને હવે ચાર દિવાલમાં પૂરાવુ પડશે તેને માટે ખૂબ મૂશકેલ હતુ. હવે તેનુ રુપ તેને જ નડતું હતું . આમ તેેને દુખી મને જીવવા લાગી.

આમ વરસ દિવસ ગયા. કવિતા હવે સિમ્પલ લાગતી હતી. તેના મુખ પર તેજ ઓછુ થઈ ગયુ હતુ. જાત સાથે લડતી થોડી મેન્ટલી ડિસ્ટબ હતી. પતિને કંઈક સમજાવે તો તુ સારી નથી .તને મારા કરતા બીજા વધારે ગમે છે. એવી માથાકૂટથી પોતાની જાત સાથે સમજૂતી કરી. પણ તેવાજ સમય તે મા બનવાની હતી. એટલે એને એવું કે હવે સહુ સારુ થઈ જશે. પણ એવું કંઈ જ થયુ નહિ ઉપરથી પોતાની જાતની પણ સંભાળ ન રાખી શકી. રોજ રોજનાં કંકાસને કારણે એની ડીલેવરી પણ જલદી થઈ ગઈ. અને બાળકનો પણ સંપૂર્ણ વિકાસ ન થયો હોવાથી દિમાગથી અવિકસિત હતું .તેથી કવિતા પોતાના રુપને ભુલી અને હવે દિવસ અને રાત પોતાના બાળકની સારસંભાળ પુરા કરે છે.


Rate this content
Log in