ઋણ
ઋણ
“સુખપુર” નામનું એક નગર હતું. તેનો રાજા “અજાનબાહુ’ દિવ્યાંગ હતો, જન્મ પછી એક અકસ્માતમાં તેની એ આંખ અને એક પગ ગુમાવવા પડ્યા હતા. આટલી શારીરિક ક્ષતિ હોવાથી તેમની માતાએ સંકલ્પ પ્રાપ્તિ નામનો યજ્ઞ કર્યો. અને તેના દિવ્યાંગ દીકરાની સફતા માટે પંખીનું ભાષા સમજવાની કળાનું વરદાન આપે છે. આટલી તફલિફ હોવા છતાં તે માયાળું અને કલાકારોનો કદરદાન હતો. તે અવાર-નવાર તેના નગરમાં વેશ પલટો કરી નગર વાસીઓના દુખો જાણી તેને દૂર કરતો રહેતો. સૌકોઈ નેક અને સંતોષી હોઇ, સુખપુર નગરના કોઈ પણ ઘરને દરવાજાઓ નહતા.
અજાનબાહુ રાજાને એક રાણી હતી, તેનું નામ “મંગલા’ હતું. તેઓને એક રૂપરૂપના અંબાર “શશિકલા” નામની મૂંગી દીકરી હતી. તેના વિવાહ એક મોટા દેશના રાજકુંવર સાથે થવાના હતા, “શશિકલા”ના લગન માટેની તૈયારીના અદકેરા આનંદમાં “અજાનબાહુ’ રાજાએ પોતાના તમામ દાસ-દાસીઓ, સેવક-સેવિકાગણ તેમજ દરવાન-અનુચરોને આદેશ આપી દીધો હતો કે રાજકુંવરીના લગ્નમાં આવનાર દરેક મહેમાનોની સરભરામાં કોઈ કસર ના રહેવી ઘટે. રાજાના ઘરે ઘણા વરસો પછી આવેલા શુભ અવસરથી સૌ નગરવાસી આનંદમાં હોઇ બધા રાજકુમારીને કોઈને-કોઈ ભેંટ-સોગાત આપવા થનથનતા હતા.
એક દિવસ રાજાના દરબારમાં, બીજા નગરના કલાકારો તેઓએ બનાવેલી છબીઓ લઈ આવ્યા. દરેક કલાકારે એક પછી એક છબીઓ રજૂ કરી. કોઇકે તે છબીમાં દોરેલા વિવિધ ફૂલ, તો કોઇકે મોર, હાથી બતકની આબેહૂબ છબીઓ દરબારી સમક્ષપેશ કરી. રાજા અને દરબારીઓ કલાકારની કળા ઉપર ખુશ થઈ ગયા. કલાકારોની કળા જોઈ “અજાનબાહુ’ રાજાએ તેઓએ પોતાની બેનમૂન છબી દોરવા વિનંતી કરી. રાજાની વિનંતી સાંભળી દરબારમાં સન્નાટો છવાઈ ગયો. એક પગ અને એક આંખ વગરના રાજાની તસવીર કોઈ કલાકાર કઈ રીતે સુંદર બનાવી શકે ? બધા નતમસ્તક હતા.
એ દરમ્યાન ડુંગરપુર રાજાના દરબારના કિશોરસાગર નામના કલાકારે બીડું ઝડપતા, વિનંતિનો સ્વીકાર કર્યો. કિશોરસાગરે અને રાજા તેમના સેવક-ગણ સાથે તેણે, એક દિવસ વનવિહારમાં વિતાવી,તે તેના નગરમાં છબી બનાવવા માટે પરત ગયો.
બીજે અઠવાડિયે કિશોરસાગર એક મોટી આદમ કદની છબી લઈ “અજાનબાહુ” રાજાના દરબારમાં આવ્યો. તેણે બનાવેલી નવી છબીમાં “અજાનબાહુ’ રાજા ને તેમનો એક પગ વાળીને હાથમાં એક તીર કામઠું લઈ,એક આંખ બંઘ કરી હરણનો શિકાર કરતી અદામાં એક મનમોહક અને જીવંત લાગતી છબી પેશ કરી. શિકાર કરી રહેલા રાજાની આસપાસ સરસ ખીલેલા ફૂલો, ફળ-ફળાદીથી લચી પડેલા ઝાડ સાથે ખૂણે વહેતું નાનું ઝરણું પણ જીવંત દેખાતું હતું, અને આકાશમાં ઉડતા પારેવડાઓ, ઘોડા, હાથી અને એક વિશાલ સમડી ઊડી રહી હતી કિશોરસાગરે આ છબી દોરવામાં તેની તમામ કળા એક સાથે નિચોવી નાખી હતી.
જીવંત લાગતી અદભૂત છબી જોતાં દરબારી અને “અજાનબાહુ રાજા”, સૌ કોઈ મોઢામાં આંગળીઓ નાખી અચંબામાં પડી ગયા હોય તેમ ચકિત થઈ કલાકાર ને બિરદાવતા હતા. કિશોરસાગરે તેણે દોરેલી છબીની ખૂબી જણાવતા રાજા અને રાજસભાના દરબારીઓને કીધું, આપણી રાજકુમારી મૂંગા હોવાથી, આ છબીની દોરેલી દરેક વસ્તુ સાથે મે મારી વંશ પરંપરાગત જાદુઇ કળા તેમાં ઉમેરેલી છે. આ “જાદુઇ છબી” રાજકુંવરી શશિકલાના મનના આવેગ મુજબ જીવંત બનશે, તેમના હુકમ મુજબ રાજકુંવરીની સેવા કરશે. કિશોરસાગરે બનાવેલી રાજાની છબીને કુંવરીના આવાસમાં રાખવી દીધી.
આટલી મોટી છબી લઈને રાજાના સિપાઈઓ રાજકુંવરીના આવાસે ગયા તે વખતે રાજકુંવરી બહાર તેમની માતા સાથે ગઇ હતી. સિપાઈઓ તે છબી રાજકુંવરીના પલંગની સામેની દીવાલને અઢેલી રાખી પરત ગયા. રાજકુંવરીને પરત આવતા મોડુ થયું, અને થાકી ગયેલી હોઇ,આવતા વેત સૂઈ ગઈ. સવારે આંખ ખૂલી ત્યારે રાજકુંવરીએ જોયું તો કોઈ દાસી હાજર નહતી. અને તેની નજર સામેની દીવાલે રાખેલી છબી જોતાં. તેમાં બધુ ભૂલી, તે છબી નિરખવામાં ખોવાઈ ગઈ. છબીમાં રહેલું વહેતું ઝરણું જોઈ, રાજકુંવરીને તેમાં હાથ પગ ધોવાનું મન થયું. અને ત્યાં છબીના ઝરણાનું વહેણ રાજકુમારી પાસે વહી આવી, ઝરણાએ તેના હાથ પગ ધોઈ દીધા.રાજકુંવરી મૂંગી હતી, પરંતુ તે હોશિયાર હતી, અને છબીની જાદુઇ ખૂબીથી વાકેફ થતાં મનોમન પિતાનો આવી જાદુઇ છબી બદલ આભાર માની, ઝરણાને પરત જવા કીધું.
હકીકતમાં કિશોરસાગરે તેની કળા સાથે જાદૂ ને વણી લીધેલું હોવાથી તેણે બનાવેલી છબીમાં રહેલ વસ્તુ પાસે જે માંગો તે હાજર કરી શક્તા હતા.
સમય પસાર થતો રહ્યો. એક દિવસ અડધી રાતના સમયે રાજકુંવરી ઊંઘમાં પરીઓના દેશમાં મહાલતી હોય તેવું સમણું જોતી હતી અને તેની આંખ ખૂલી તે વખતે, તે હકીકતમાં તેના પલંગ ઉપર હતી, સુંદર પરીઓના દેશની સફરમાં ભંગ પડતાં રાજકુંવરી દુખી થતી હતી. પરીઓના દેશની સુંદરતાની ઝલક જોયા પછી પોતાના દેશમાં હવે તેને ગોઠતું નહતું. તેના મનમાં સતત પરીઓના તે દેશના વિચારો હતા. તે વિચાર કરી રહી હતી, કે કોઈ પાછું મને તે દેશમાં લઈ જાય તો કેવું ? કોને કહું તો મને તે દેશમાં ફરીથી લઈ જાય. તે વિચારમાં તેની નજર સામે રાખેલી છબીમાં રહેલા સફેદ પાંખવાળા ઘોડા ઉપર પડતાં, તેનું મન બોલી ઉઠ્યું, “ઓ પાંખવાળા ઘોડા-મામા,તમેતો પાંખ વાળા છો, તમે ધારો તો મને મારા સમણાંના પરીઓના દેશમાં તમારી સાથે ઉડીને લઈ જઈ શકો તો મને ગમશે.” રાજકુંવરીના મન’ના વિચારોના આવેગ સમે તે પહેલા એક મોટી પવનની લહેર રાજકુંવરીના આવાસમાં તાજા ફૂલોની સુવાસ સાથે ઉમટી આવી, અને.”રાજકુંવરી શશિકલા”ની આંખ સામે છબીમાં રહેલો તે સફેદ પાંખવાળો ઘોડો તેની પાંખ હલાવતો જીવંત થઈ રાજકુંવરીના પલંગ સામે માથું જુકવી આવી ઊભો.રાજકુંવરી તો રાજીની રેડથઈ પલંગમાથી ઊભી થઈ પાંખ વારા મામાનો આદર કરતા કેડ નમાવી ઊભી. પાંખવાળા ઘોડાએ તેની પીઠ નમાવી રાજકુંવરીને બેસવા કીધું. અને શશિકલા ઘોડાના ઉપર બિરાજી. હવે તે સફેદ પાંખ વાળો ઘોડો પવનથી અધિક વેગથી ઊડી આકાશની પાર આવેલ પરીઓના દેશમાં રાજકુંવરીને લઈ ગયો. આ વખતે પણ ખૂણામાં દાસી ઊંઘતી હોઇ આ છબીની કરામતની જાણ કોઈને નહતી.
રાજકુંવરી છબીનાં ઘોડા સાથે ઊડી ગઈ, સવારે દાસીઓ ઉઠી તે સમયે રાજકુંવરીને ગાયબ જોઈ તે આવક થઈ ગઈ, અને રાણીબાને આ અજીબ બીનાની જાણ કરવા દોડી ગઈ....
હવે આ બાજુ ઘોડાએ રાજકુંવરીની મરજી મુજબ લાંબી ઉડાન ભરી સમણાંના પરીઓના દેશના એક બગીચામાં આવીને રાજકુંવરીને બગીચામાં ફરવા માટે ઉતારી.રાજકુંવરીનો આનંદ સમાતો નહતો, પરીઓના બગીચામાં ફરતા જોયું તો હોજમાં રંગીન પાણીના ફુવારા ઉડતા હતા. ચારે બાજુ પરીઓ હવામાં ઊડી રમતી હતી.પરીઓનો બગીચો અજીબ હતો. આજાયબ પરીઓના દેશમાં પંખીઓ પગે ચાલતા હતા અને ગાય, બકરી ઘોડા, ગધેડા, વાંદરા, સિંહ, વાઘ.જેવા પશુઓ તેમની પાંખથી ઊડી વિહાર કરતાં હતા..અંહિનો આખો આલમ અજાયબ હતો. બધા તેને ચાલતી જોઈ નવાઈ પામી રાજકુંવરીથી ડરતા હતા.
રાજકુંવરી શશિકલાએ તે બધાનો હસી ડર દૂર કરી જતાં જતાં એક આંબાના ઝાડ નીચે પહોચી. રાજકુંવરી તમારું હું અભિવાદન કરુ છું.રાજકુંવરીએ બોલતા આંબાના ઝાડ ઉપરનજર ફેરવી જોયું અંહીના બોલતા આંબાના ઝાડ ઉપર તરબૂચ જેવી મોટી અને સોનેરી રંગની ચમકતી કેરીઓ હતી. આ જોઈ રાજકુંવરીને અચંબામાં પડી જતાં જોઈ. અજબ ગજબ બોલતા આંબાના ઝાડે રાજકુંવરીને એક કેરી ખાવા આપી. બોલતા આંબાના ઝાડે જેવી એક સોનેરી કેરી રાજકુંવરીના હાથમાં મૂકી, તે વખતે તરતજ તે સોનેરી કેરીમાથી એક મીઠા રસની ધાર આપોઆપ ઊડીને રાજકુંવરીના મુખમાં પડી. પાકેલી કેરીનું રસપાન કરતાં રાજકુંવરીનું પેટ તો આવા મધુર રસથી ભરાઈ ગયું હોવાથી તે આંબાના ઝાડ નીચે સૂઈ ગઈ.કેટલો સમય થયો તેની રાજકુંવરીને ખબર નહતી, પરંતુ તે ઊંઘમાથી ઉઠી ત્યારે દિવસ આથમી ચૂક્યો હતો. પણ આ અજીબ પરીઓના દેશની વાત અલગજ હતી, અંહી આખા મલકને માથે રાતનો કાળો ડીબાંગ અંધકાર હતો, તો આખી ધારા ચાંદી જેમ ચમકતી હતી. દરેક ઝાડના ફૂલો સોના જેમ ચમકતા હતા. અને દાડમના ઝાડ પાકેલાં દાડમના દાણાં મોતી જેવા ચમકી ઉજાસ રેલવતાં હતા.
રાજકુંવરી શશિકલાતો આ અજીબ નગરી જોઈ ગાંડી ઘેલી થઈ આગળ ચાલી નીકળી. અને થોડે દૂર પહોચી જોયું તો તેને તે જગ્યાએ હવામાં તરતો એક મહેલ જોયો. મહેલ પાસે પહોચી ત્યારે મહેલની કેડી નીચી નમી તેને મહેલમાં આવવા માટે બોલાવતી હતી. રાજકુંવરીએ ઉડતા મહેલની કેડીએ પગ મૂકી મહેલમાં જવા લાગી ત્યારે, મહેલની કેડી પછી જમીનથી ઉપર આવી તે પણ મહેલ સાથે ઉડવા લાગી. રાજકુંવરી માટે આ બધુ નવું હોઇ આનંદિત હતી. ઉડતા મહેલમાથી નીચે દેખાતો પરીઓનો દેશ બહુજ સુંદર લાગતો હતો. શશિકલા તો આ નજારો જોતાં ધરાતી નહતી. આખરે તે ઉડતા મહેલના દરવાજે પહોચે છે ત્યાં તેણે મોઢેથી આગ ઓકતા અજગરને મહેલના દરવાજે ચોકી કરતો જોયો. રાજકુમારી આવા વિશાળ કાય આગ ઓકતા અજગરને ભાળી ડરી ગઈ. ત્યાં હાથમાં રહેલી પેલી તરબૂચ જેટલી ખાતા બચેલી સોનેરી કેરી બોલી,ઓ બહેનબા ડરો નહીં, મને અજગરને ખાવા આપજો. તે મને ખાતો હોય તે વખતે તમે તેની નજર ચૂકવી મહેલમાં ઘૂસી જજો. શશિકલા માટે એક વધારે નવાઈ હતી. અહીની કેરી પણ બોલી રહી હતી. રાજકુંવરીએ ઇશારાથી કેરીને કીધું, તે મને બહેન બનાવી છે, તો શું કોઈ તેની નાની બહેનને અજગરના હવાલે કરી મરવા કેવી રીતે છોડી શકે?
રાજકુંવરીના મન’ની મુઝવણ કળી જતાં કેરી બોલી, બહેનબા તમે ફિકર ના કરો, તે અજગર મારો વાળ પણ વાંકો નહીં કરી શકે. હું તમારી પાછળ જ આવી રહી છું. આખરે રાજકુંવરીએ થોડી બહાદુરી બતાવી, સોનેરી કેરી બહેનની શિખામણ મુજબ. તેને અજગર પાસે છોડી પોતે ઉડતા મહેલની અંદર પહોચી ગઈ.
મહેલની અંદરની સજાવટ જોઈ રાજકુંવરી આભી બની ગઈ. ચારે બાજુ ઉડતા વિવિધ રંગના પતંગિયાઓએ તેઓના મધુર સંગીત સાથે રાજકુંવરીને આવકારી ઉડતા મહેલની રાણી પાસે લઈ ગયા. રાજકુંવરી શશિકલાએ હવે રાણીબા પાસે પહોચી આવકાર બદલ આભાર માની વંદન કરી બેઠી. હોશિયાર રાજકુંવરીએ જોયું કે આટલું બધુ સુખ અને અજાયબ ચીજો સાથે રાણીબાના ચહેરા ઉપર દુ:ખ ડોકાતું હતું. તેણે રાણીબાના દુ:ખનું કારણ પૂછવું હતું પણ, શું કરે? તેનાથી બોલી શકતું નહતું. તેણે જોયું દરવાજે આગ ઓકતા અજગર પાસે તે કેરી બહેન ને છોડી આવી હતી તે હવે હવામાં ઊડતી ઊડતી આવી અને પાછી રાજકુંવરીના હાથમા આવી સમાઈ. બોલતા આંબાના ઝાડની તે કેરી તો જાદુઇ હતી તેને પળમાં ખબર પડી કે રાજકુંવરીના દિલમાં શું છે ?, તેણે તરત રાણીબાને કુરનીશ બજાવતા રાજકુંવરી વતી રાણીબાને તેઓના દુખની વિગત જણાવવા વિનંતી કરી.
રાણીબાએ આસું લૂછતા કહ્યું, દીકરી શું વાત કરું? એક શેતાન જાદૂગરે મારા પતિને ઉઠાવી લઈ ગયો છે અને મારી સાથે બળજબરીથી લગન કરવાનો છે. તે હવે આવતી પૂનમના દિવસે આવશે, અને હું લગન કરવાની ના પાડીશ તો મારી સામે મારા પતિને ખાઈ જશે. એવી ધમકી આપી. અમારા મહેલની બહાર તેણે અજગરની ચોકી બેસાડી છે. તે હમણાં થોડા દિવસ જાદુની સાધના માટે પરદેશ ગયો છે. હું બહુ ભયભીત છું. આ શેતાની જાદુગર મને ખૂબ હેરાન કરે છે. મારી પાસે આ નીચને અહીંથી દૂર કરવાનો કોઈ ઉપાય નથી,એટલે મારા પતિના જીવન માટે, મારે તેની માંગણીને તાબે થયાં વગર ચાલે તેમ નથી. શું તારી પાસે છે કોઈ ઉપાય ? આ શેતાનથી છૂટવા માટેનો ? રાણીબાએ રાજકુંવરીને પૂછ્યું.
રાણીબાની વાત સાંભળી તે વખતે રાજકુંવરીને, તેના માતા પિતા અને દેશ યાદ આવી ગયો.હમણાં સુધી પારીઓના અજાયબ દેશની અજાયબી જોવામાં તે ખુદ પોતાને પણ ભૂલી ગઈ હતી. રાજકુંવરીને પાંખવાળા ઘોડા મામા પણ યાદ આવી ગયા.તેને પોતાની ભૂલ હવે સમજાતી હતી,પરાયા દેશમાં સાથીદાર વગર ના ફરાય, પણ હવે શું ? ભૂલ થયા પછીનું ડહાપણ કામ આવે ખરું ?, રાજકુંવરી જાણતી હતી, કે તેના પિતાની સેના બળવાન અને સાહસિક છે, તેઓને રાણીબાની મદદે આવવા સંદેશો કેવી રીતે મોકલે ? ઊડતો ધોડો હતો,, પણ તે રાજકુંવરીની સામે આવે તોજ તે તેના મન’ના આવેગ મુજબ હુકમ કરી કામ કરવી શકે. તે હવે કોઈજ મદદ કરી શકે તેમ નહતી. રાજકુંવરી લાચાર હતી, તે એકલી રાણીબાને મદદ નહીં કરી શકે તેનું તેને પારાવાર દુખ હતું.
હવે આબાજુ સુખપુર નગરમાં આજાનબાહુ રાજા પરેશાન હતો, બે દિવસ પછી શશિકલા કુંવરીના લગન માટે જાનૈયા આવવાના હતા, પરંતુ ખુદ રાજકુંવરી ગાયબ હતા,બંધ અને ચોકી હેઠળ આવેલા તેના આવાસમાંથી રાજકુંવરી સાહીબા સવારે ગાયબ હતા. સૌ ચોકીદારો અને સિપાઈઓ શરમ અનુભવતા હતા. રાજા આજાનબાહુ ચિંતિત હતો, કે વેવાઈને કેવીરીતે તેમનું મોઢું બતાવશે?. આ તો આખા નગરની આબરૂનો સવાલ હોવાથી નગરજનો પણ દુખી થતાં હતા. આજાનબાહુ રાજા દયાળુ હોઇ, દરરોજ પંખીઓને ચણ નાખવાનું ભૂલતો નહીં. આવી મોટી ચિંતામાં પણ તેણેપંખીઓને ચણ માટે મોટા મોતીજેવા બાજરીના દાણા દીઘા. અને પંખીઓને બાજરીના દાણા ખાતા જોઈ પોતાનું દુખ ભૂલતો હતો. તેવામાં એક કબૂતર ચકલીને કહેતો હતો. અરે ‘ચકલીબેન’ આ માયાળું રાજાનું દુખ મારાથી જોવાતું નથી. આ માયાળું રાજા કોઈ પાપ લાગે તેવું કોઈ કામ કરતો નથી, તો કેમ તે હેરાન થાય છે? હવે આ કબૂતર અને ચકલીબેન બે વાતો કરતાં હતા, તેવામાં એક પોપટ પણ બાજરીના દાણા ખાવા આવી ગયો. તેણે આ બે જણની વાત સાંભળી કીધું. અરે મૂરખાઓ ...ભગવાન, આજાનબાહુ રાજાના હાથે લોકોનું ભલું કરાવવા માંગે છે.
પરંતુ રાજા ઋણબંધી થી પીડાય છે. રાજાએ કિશોરસાગરની કળાને યોગ્ય ઈનામ નથી આપ્યું. જો રાજા તે કલાકારને બોલાવી બહુમાન કઋ ઋણ ચૂકવશે તો તેનું દુખ દૂર થશે. પરંતુ તેના હજૂરિયા દરબારી રાજાને ખરી સલાહ આપતા નથી. અને રાજા, રાણી અને કોમળ રાજકુમારી તેમજ ભોળા નગરજનો બધા દુ:ખી છે.
પંખીઓની ભાષાના જાણકાર સુકેતુ રાજાએ, કબૂતર, ચકલીબેન અને પોપટના સંવાદ સંવાદ સાંભળી, સીધો દરબારમાં ગયો અને સિપાઈઓ ને કિશોરસાગરને હાથી ઉપર તેડાવી,માનભેર દરબારમાં લઈ આવવા કીધું. આજાનબાહુ રાજાએ “ઋણ” ચૂકવતા મોટુમસ ઈનામ આપ્યું અને, પોતાનું દુખ જણાવતા, શશિકલા કુંવરીના સગડ માટે કલાકારને વિનંતી કરી તેને રાજકુંવરીના આવાસે લઈ ગયા. કિશોરસાગરે અંહી આવતા જોયું તો તેની દોરેલી છબીમાંથી પાંખ વારો ઘોડો ગાયબ હતો. તે જોતાં તેણે ખબર પડી ગઈ કે રાજકુમારી તે ઘોડાને લઈ ફરવા ગયા છે.થોડો સમય, તેણે વિચાર કર્યો, અને વિચાર ને અંતે રાજાને કીધૂ કે આપણાં આ છબીમાં દોરેલા ઉડતા ઘોડા લઈ રાજકુંવરી ફરવા ગયા લાગે છે. હવે તે કઈ જગ્યાએ હશે તે કહેવું અઘરુ છે ? પરંતુ હું આ છબીમાં દોરેલી સમડીને આદેશ આપું છું, તે ઉડીને, આપણો ઊડતો ઘોડો કઈ જગ્યાએ છે, તે શોધી આપશે, એટલે આપણે તે આધારે રાજકુંવરીની ભાળ મેળવી પરત લાવી શકીશું. તેવું કહેતા કિશોરસાગરે તેની આંખ મિચી તે સમડીને ઘોડાની ભાળ મેળવવા આદેશ આપ્યો. અને સમડી પલકારમાં છબીમાંથી જીવંત થઈ ઊડી ગઈ.
બે કલાકના ટૂંકા સમયમાં જોજન દૂરનું અંતર કાપી સમડી પાછી કિશોરસાગર પાસે આવી, રાજાએ પહેલેથીજ સમડીને ખાવા દાણા અને પીવામાટે પાણી હાજર રાખેલું હતું. તે સમડીએ ખાઈ-પી તેનું પેટ ભરી લીધુ, અને માહિતી આપતા કીધૂ આપણો ઘોડો આસમાનની પર આવેલા પરીઓના દેશના બગીચામાં ઊગેલું સોનેરી ઘાંસ ચરી, મોજ કરેછે. રાજા આ સાંભળી ચિંતામાં પડી ગયો આસમાનની પાર આવેલા પરીઓ ના દેશમાં કઈ રીતે જવાશે ? તેનો ઉકેલ જડતો નહતો.રાજાને ચિંતામાં જોઈ કિશોરસાગરને રાજાની દયા આવી. તેણે રાજાને કીધું મને મોટો કાગળ અને અમુક રંગ લાવી આપો. હું તમને ઊડતી શેતરંજી દોરી આપીશ. તે જાદુઇ ઊડતી શેતરંજી તમારા હુકમ મુજબ ઉડીને તમને અને તમારા સિપાઈને લઈ જશે.તમે ભૂલા ના પડો એટલે,તમેઆ સમડીને તમારી સાથે રાખજો.
બીજે દિવસે તરુણ સાગરે જાદુઇ શેતરંજીની છબી રાજાને દોરી આપી. સુકેતુ રાજાએ તેના બહાદુર સૈનિકોને સાથે લીધા અને બધા તે જાદુઇ ઊડતી શેતરની ઉપર બેસી ને સમડીની પાછળ ઉડતા ઉડતા આખરે પરીઓના દેશમાં પહોચી ગયા. પાંખ વાળા ઘોડાએ તેની સાથીદાર સમડીને જોઈ આનંદિત થઈ ગયો, અને સમડીએ રાજકુંવરીનું ઠેકાણું પૂછતાં, તે પાંખવાળા સફેદ ઘોડાએ કીધું, રાજકુંવરી મને અહી છોડી ફરવા ગયા છે. વધારે વિગત મને ખબર નથી, તે માટે તમે સામે રહેલા સોનેરી કેરીવાળા આંબાને પૂછો, તેની એક કેરી સાથે મે રાજકુંવરીને ફરતા જોઈ હતી. રજાનો આખો રસાલો આંબે જઇ ઊભો, તે વખે આંબાએ બીજી એક કેરીને તેની મોટી બેનની તપાસ કરી રાજાને તેની પાસે લઈ જવા કીધું. સોનેરી કેરીએ આખો આ પરીઓનો દેશ જોયેલો હતો, એટલે એકજ પળમાં રજાનો રસાલો તે ઉડતા મહેલ પાસે પહોચી ગયો.
મહેલના દરવાજાએ આગ ઓકતા અજગરો ફરી એક વાર સોનેરી કેરીનો મધુર રસ પીવા રોકાયા, અને રાજ અને તેના સિપાઈ અને સમડી બધા મહેલમાંઘૂસી ગયા.
આજાનબાહુ રાજાને પરીઓના દેશના ઉડતા મહેલમાં જોઈ, શશિકલા કુંવરી આનંદમાં આવી ગયા, અને રાજાએ પોતે કેવીરીતે અંહી કેવી રીતે પહોચી આવી ગયા તે તેમની વહાલી દીકરીને કીધું. અને ઝટપટ શેતરજી ઉપર આવી જવા કીધું.
તે વખતે સોનેરી કેરીએ કુંવરીના દિલમાં વસેલા રાણીબના દુખની વાત, આજાનબાહુ રાજાને કરી. કેરી અને રાજાની અને બેટીના મન‘ની વાતો સાંભળી રહેલ જાદુઇ સમડીએ સમાધિ લગાવી જોયું, તો જાદુગર દૂરના દેશમાં મોટી પૂજા કરી રહેલ હતો. અને જો આ પૂજા સફળ થાય તો.તે શેતાન જાદુગર આજેય અને અમર બનવાનો હતો, અને આખું જગત તેના તાબે આવવાનુ હતું. સમડીએ રાજાને વધુમાં કીધુ, હે રાજન આ શેતાન દિમાગ વાળા જાદુગરને તેની સાધના કરતાં રોકો તેમાં તમરું અને અમારું ભલું છે. આ જાદુગરનો જીવ દરવાજે રહેલા અજગરની આંખો માં છે. કોઈ જો તે આગ ઓકતા અજગરની આંકો ફોડે તે જાદુગર દેખતો બંઘ થઈ અહી તરત દોડતો આવશે. તે વખતે તે આંધળો હોવાથી તેણે કશુજ દેખાશે નહીં, તે વખતે તમે અને તમારા સૈનિકો એક સામાટો હુમલો કરી તમે મારો તો આ રાણીબાના પતિ જાદુગરની ચુંગાલમાંથી છૂટા થશે અને રાણીબાનું દુખ દૂર થશે. તે પછી અહી આખાય અજબ પરીઓના દેશમાં સુખનો સુરજ ઊગશે.
આજાનબાહુ રાજા અને તેના બહાદુર સિપાઈઓએ કોઈ ભૂલ વગર સમડીએ કીધા મુજબ, પહેલા તીર છોડી આગ ઓકતા અજગરની આંખો ફોડી નાખી. અને જેવી અજગરની આંખો ફૂટી,તેવોજ મોટો ધડાકો થયો અને આંખ ચોળતો લાંબી દાઢીવાળો શેતાન જાદુગર આવી ઊભો. રાજના સિપાઈઓએ તરત કાણિયા જાદુગરને પકડી સુકેતુ રાજા પાસે હાજર કરી દીધો. સુકેતુ રાજાએ
તલવારના ઘા મારી તે શેતાનને યમસદન પહોચાડી દીધો. એજ વખતે, બગીચામાં રહેલા સોનેરી કેરી વાળા આંબામાં કૌતુક થયું, આંબાની બધીજ સોનેરી કેરીઓ સિપાઈ બની ગઈ, અને અંતમાં અંબાના ઝાડના થડમાથી પરીઓના દેશનો રાજા બહાર આવી,જાદુગરની ચુંગલમાંથી તેને અને તેની રાણીને છોડાવવા બદલ સુકેતુ રાજાનો આભાર માની લીધો. પરીઓના દેશના રાજાએ રાજકુમારીને કીધું કે તે, તેને ગમે તેટલા પરીઓના દેશના બગીચામાં રહેલ જાદુઈ ફળ અને ફૂલના છોડ તેના નગર સુખપુર લઈ જઇ શકે છે.
રાજકુંવરી શશિકલા સમજુ હતી તેણે, ઇશારો કરી ના પાડી,
“તકલીફમાં હોય તેની મદદ માટે કોઈ ભેંટ ના હોય”. આમ રાજકુંવરી શશિકલાને ઇશારાની ભાષા થો બોલતા જોઇ, પરીઓના દેશના રાજાને ખબર પડી કે રાજકુમારી તો બોલી નથી શકતા. તેઓએ તરત એક જાદુઇ દાડમ સોનાકુંવરીને ખાવા કીધું. આ દાડમનો પહેલો દાણો રાજકુમારીએ જેવો ખાધો, તેજ વખતે રાજકુમારીને વાચા ફૂટી અને બોલી ઉઠ્યા
“વાહ અદભૂત છે “ મારે આ બેનમુન દાડમનું ઝાડ મારી સાથે લઈ જવું છે.
પોતાના પતિને શેતાનની ચુંગલથી છૂટા થયેલા જોઈ રાણીબા ખુશ ખુશાલ થઈ ગયા. અને તેમણે અઢળક અવનવા પોશાકો રાજકુમારીને ભેટમાં આપ્યા અને તેમણે “ઋણ” ચૂકવ્યું. રાજકુંવરી શશિકલા તો તેના માનીતા બની ગયેલા પાંખવાળા ઉડતા ઘોડા ઉપર સવાર થઈ અને આજાનબાહુ રાજા અને તેનો રસાલો જાદુઇ શેતરજી લઈ મહેલે પરત પહોચી ઊભો, તે વખતે સોનાકુંવરી રાજકુમારીના લગનની જાન સુખપુર નગરના દરવાજે આવી ઉભી હતી. રાજકુમારીને તેના લગનમાં આશિષ આપવા બે બે પિતાઓ હાજર હતા, એક તેના પિતા આજાનબાહુ અને બીજા પરીઓના દેશના રાજા.
પરીઓના દેશના રાજાએ પોતાની મુક્તિના મૂળમાં રહેલ કિશોરસાગરનું “ઋણ” ચૂકવતા તેને પોતાનો દીકરો બનાવી તેમના દેશમાં સાથે લઇ ગયા.
ભલાઈ કરનારને હંમેશા મીઠા ફળ મળે છે, ભલાઈએ રાજકુંવરી શશિકલાને જાદુઇ દાડમ, તો સુખપુર નગરના રાજાને પરીઓના દેશના રાજા જેવો ભાઈબંધ, અને પરીઓના દેશના રાજાને દેવ સમાન દીકરો દીધો. આમ બધાએ અંતમાં બધાએ ખાધું - પીધું અને મોજ કરી’
