રમા એકાદશી
રમા એકાદશી


આજે રમા એકાદશી છે આજથી આપણા પર્વ ચાલુ થાય છે. આજથી ઘેર ઘેર દીવા પ્રગટાવવામાં આવશે. રોશનીનો ઝગમગાટ થશે. નવા નવા ફરસાણ અને મીઠાઈઓ બનાવવામાં આવે છે અથવા તૈયાર લાવવામાં આવે છે. નવા વસ્ત્રો અને બાળકો ને ફટાકડા લઈ આપીને ફટાકડા ફોડવા આપવામાં આવે છે. આમ આજથી સપરમા દિવસો ચાલુ થાય છે જે આપણા જીવનમાં ઉત્સાહ અને ઉમંગ ભરી દે છે અને જીવન જીવવા એક નવું બળ મળે છે. આવા તહેવાર આપણી જિંદગીમાં જોમ ભરી દે છે આમ રોજબરોજની જિંદગીમાં નવીન માહોલ અને ખુશી મળે છે.
દરેક પોતપોતાના ઈષ્ટ દેવ, કુળદેવી અને લક્ષ્મીજીની પૂજા કરે છે આ દિવસોમાં એક અલગ જ માહોલ ઉભો થાય છે. આમ રમા એકાદશીથી લાભ પાંચમ સુધી તહેવારો અને ખુશીઓનો માહોલ રચાય છે. આમ આવા નવા દિવસોમાં સારા કાર્યો અને સારા વિચારો કરીને બીજાને મદદરૂપ બનીને કોઈના ઘરમાં સાચી ભાવનાથી શ્રધ્ધાનો દિપ પ્રગટાવીએ અને કોઈનું જીવન રોશનીથી ભરી દઈએ.