STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

રક્ષાબંધન

રક્ષાબંધન

2 mins
225

આ દેશની સંસ્કૃતિ અદભૂત છે. આ દેશના પર્વો લાજવાબ છે. એક એક પર્વનું આગવું મહત્વ છે. દરેક પર્વ એક આગવો સંદેશ લઈને આવે છે. દરેક તહેવારનું એક આગવું મહત્વ છે. રક્ષાબંધન એ ભાઈ બહેનના નિર્મળ પ્રેમનું પ્રતીક છે. ભાઈ અને બહેનના સંબંધો જુગજુગથી જીંવત છે ! બીજા સંબંધો સંકોચાઈ જાય પણ આ સંબંધ હજુ પ્રામાણિક પણે જીંવત રહ્યો છે. પ્રેમમાં બંધન નથી મુક્તિ છે ! બાંધે તે પ્રેમ નહીં ! 

ભાઈની ભાવનાઓ અને બહેનની લાગણીઓ જ્યારે ભળે છે ત્યારે સમજની સંવાદિતા રચાય છે પરિવારમાં..... 

રક્ષાબંધન બધા માટે નથી, કેવળ ભાઈ બહેન માટે છે. બહેનની હેત નીતરતી શુભેચ્છાઓ રેશમી દોરામાં પરોવાઈને ભાઈનાં હાથે બંધાય છે. લાગણીઓ કંકુમાં ભળીને ભાઈના કપાળે શોભે છે. ચાંદી જેવું નિખાલસ સ્મિત ચોખામાં ભળીને કંકુમાં ચોટે છે અને ભાઈની આંખોમાં નિર્મલ પ્રેમનો દરિયો ઘુઘવાટા મારે છે. આ સ્વાર્થવિહોણા સંબંધોની કિંમત ઓછી નહીં આંકતા...

રાખડી તો હેતભીની બહેનની રક્ષા કવચ છે ભાઈ માટે.... 

રાખડી તો ભાઈનો સુરક્ષાનો વાયદો છે બહેન માટે..

બહેનના હાથની કોમળ આંગળીઓથી સ્પર્શાયેલો એકાદ રેશમી દોરો ભાઈનાં આખાં જીવનને નવલું રૂપ આપી દેવા સક્ષમ છે. બહેન ભાઈનો પ્રેમ એ અલૌકિક બંધન છે જે એકબીજા સાથે ઝઘડો કરીને પણ એક થઈ જાય છે. ભાઈ નાનો હોય કે મોટો એ બહેનની રક્ષા કરતો હોય છે અને એના સુખની કામના કરતો હોય છે. ભાઈ બહેનનો પ્રેમ ભાવનાઓથી ભરેલો હોય છે. લાગણીઓના લાસ્યથી ભરેલો આ ભાઈ બહેનનો સંબંધ આખા જીવનને ભાતીગળ બનાવી દે છે. ભાઈ ના બહેન માટેનો પ્રેમ એ એક અલૌકિક નાતો છે અને એ નિર્ભેળ, અને નિર્દોષ છે.


Rate this content
Log in