STORYMIRROR

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

રિકોર્ડિંગ

રિકોર્ડિંગ

1 min
14.8K


એની ત્રણ વર્ષની દીકરી પ્લેસ્કૂલના શોમાં પહેલીવાર મંચ ઉપર એક્ટ કરવાની હતી. કેટલા દિવસોથી એ આ દિવસની રાહ જોઈ રહી હતી.

એક્ટ શરૂ થયો કે એણે મોબાઈલમાં કેમેરા ઓન કરી રિકોર્ડિંગ શરૂ કર્યું. એરરના મેસેજ સાથે કેમેરા બ્લોક થઈ ગયો. એણે હોમસ્ક્રીન પર આવી ફરી પ્રયત્ન કરી જોયો. પણ વ્યર્થ. એક્ટ મિસ ન થઈ જાય એની ચિંતામાં એ મોબાઇલને ઉતાવળે તપાસવા ગઈ કે મોબાઈલ સ્વિચ ઑફ થઇ ગયો. ફરીથી સ્વિચ ઓન કર્યો ને રેકોર્ડિંગ ફરી શરૂ કર્યું. કેમેરા કામ કરવા લાગ્યો. ખુશીથી ઉત્સાહમાં એ એક્ટનું રેકોર્ડીન્ડ કરવા ગઈ કે તાળીઓના ગડગડાહટ વચ્ચે એક્ટ પૂરો પણ થઇ ગયો!

રિકોર્ડિંગની ઘેલછા ન રાખી હોત તો કદાચ પોતાની આંખોથી માણેલો દીકરીનો સૌથી પહેલો એક્ટ હંમેશ માટે હૃદયમાં રેકોર્ડ થઈ જાત!


Rate this content
Log in