રહસ્યમય રસ્તાઓ
રહસ્યમય રસ્તાઓ
તમે જંગલની કેડીએ ચાલતાં ચાલતાં ભૂલા પડી જાવ તો......રહસ્યમયી રસ્તાઓ પર ચાલતા રહેવું પડે છે. અને એ રસ્તો તમને બહાર નીકળવામાં મદદરૂપ થાય છે કે ત્યાં જ અટવાઈ ને સમય પસાર કરવો પડે તો શું થાય ?
આવી જ રીતે પાંડવો લાક્ષાગૃહમાંથી સહીસલામત બહાર આવીને જંગલના રસ્તે પ્રવાસ કરતાં હતા. એકવાર દુઃખી બ્રાહ્મણોને સહીસલામત ગુરુભાઈના રાજ્યની સરહદે પહોંચાડવાનું કાર્ય હાથમાં લીધું. ત્યાં અશ્વત્થામાનું રાજ્ય હોવાથી બ્રાહ્મણોને રક્ષણ અવશ્ય મળશે, એવું વિચારી બધા આગળ વધતા હતા.. બરાબર ત્યારે જ અશ્વત્થામા જંગલમાં ઘોડા પર બેસી નિરીક્ષણ કરતાં હતા.. પાંડવોને જગત સામે પ્રગટ નહોતુ થવું એટલે ભેખડ પાછા સંતાઈ ગયા.. બ્રાહ્મણોને સુરક્ષિત રીતે રાજ્યમાં મોકલી દીધા. પાંડવોને ધ્યેય પૂર્ણ થતા ખૂશ થયા. ત્યાં તો પેલા બ્રાહ્મણોએ કહી દીધું કે અમારી સાથે પાંચ બ્રાહ્મણો અને તેમના માતાજી પણ હતા. અશ્વત્થામાને શંકા ગઈ કે પાંડવો જીવીત હશે તો......ધરપકડ કરી પોતાના મિત્ર દુર્યોધનને સોંપવા માટે જંગલ ખૂંદી વળ્યા હતા. ક્યાંય પાંડવો મળતા નથી.
રહસ્યમયી રસ્તાઓ પર પાંડવો આગળ વધતા હતા અને અશ્વત્થામા પણ... રહસ્યમયી રસ્તાઓ પર એક ગુફા જોવા મળી.. પાંડવોએ માતા સાથે ગુફામાં પ્રવેશ કર્યો. ગુફા એક રહસ્યમય, માયાવી, ભુલભુલામણી, હતી. થોડી વાર પછી અશ્વત્થામા ત્યાં પહોંચી ગયા. સૈનિકોને અંદર જવાનો હુકમ કર્યો. સૈનિકોએ કહ્યુ કે અહીંથી કોઈ પાછુ આવતું નથી. ગુફા માયાવી હોવાથી અંદર જવાની જરુર નથી. એ લોકો જો ગુફામાં ગયા હશે તો જીવિત નહી રહે...અશ્વત્થામા સૈનિકો સાથે ત્યાંથી જતા રહ્યા.
આ બાજુ ગુફા વિશે યુધિષ્ઠિર અને અર્જુન જાણતા હતા. જાણી જોઈને પ્રવેશ કર્યો કે સુરક્ષિત રહી શકાય. ...દેવવ્રત ભીષ્મ આ ગુફામાં રહેતા હિડિમ્બ રાક્ષસ જોડે યુધ્ધ કરી ચુક્યા હતા.આ ગુફામાંથી બહાર ન નીકળવાની શરતે ભીષ્મે હિડિમ્બને જીવતદાન આપ્યુ હતું.
પરંતુ હવે આ રહસ્યમય રસ્તાઓ પરથી બહાર નીકળવાનું અશક્ય થઈ ગયું. કુંતીમાતાને પોતાના પુત્રો પર, અને એમનાં પરાક્રમ પર વિશ્વાસ હતો. બધા બેસીને બહાર નીકળવાના રસ્તા વિશે વિચારવા લાગ્યા. ભીમ ઉઠીને એક વૃક્ષ ઉખેડી બીજી બાજુએ વૃક્ષ ઉખેડવા ગયા, ત્યાં તો પહેલું વૃક્ષ પોતાની જગ્યાએ આવી ગયુ, આમ, ભીમ રસ્તો બનાવવા મહેનત કરતા હતા. પરિણામ શૂન્ય. માયાવી વનના લીધે આમ બનતું હતું. એક રાક્ષસી આ બધું જોતી હતી. રાક્મરાક્ષસીને ભીમનું શૌર્ય ગમી ગયું. એ હિડિમ્બા હતી. હિડિમ્બા રાક્ષસની બહેન. હિડિમ્બા તો ભીમના એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગઈ. એટલામાં હિડિમ્બ રાક્ષસોનો રાજા ત્યાં આવ્યો. પોતાની બહેનને કહ્યું કે તું આ બધા તુચ્છ મનુષ્યોને લઈ આપણાં ગામમાં આવ..પેલાં બળવાન માણસને હું ખાઈશ, બીજા રાક્ષસો આ ચારેયને ખાઈ જશે. હિડિમ્બાએ વિનંતી કરી હતી કે મને આ બળવાન યુવાન ગમે છે. એટલે આ બધાને મારવાના વિચાર તમે જંગલની કેડીએ ચાલતાં ચાલતાં ભૂલા પડી જાવ તો......રહસ્યમયી રસ્તાઓ પર ચાલતા રહેવું પડે છે. અને એ રસ્તો તમને બહાર નીકળવામાં મદદરૂપ થાયછે કે ત્યાં જ અટવાઈ ને સમય પસાર કરવો પડે તો શું થાય ?
આવી જ રીતે પાંડવો લાક્ષાગૃહમાંથી સહીસલામત બહાર આવીને જંગલના રસ્તે પ્રવાસ કરતાં હતા. એકવાર દુઃખી બ્રાહ્મણોને સહીસલામત ગુરુભાઈના રાજ્યની સરહદે પહોંચાડવાનું કાર્ય હાથમાં લીધું .ત્યાં અશ્વત્થામાનું રાજ્ય હોવાથી બ્રાહ્મણોને રક્ષણ અવશ્ય મળશે, એવું વિચારી બધા આગળ વધતા હતા. બરાબર ત્યારે જ અશ્વત્થામા જંગલમાં ઘોડા પર બેસી નિરીક્ષણ કરતાં હતા.. પાંડવોને જગત સામે પ્રગટ નહોતુ થવું એટલે ભેખડ પાછા સંતાઈ ગયા.. બ્રાહ્મણોને સુરક્ષિત રીતે રાજ્યમાં મોકલી દીધા. પાંડવોને ધ્યેય પૂર્ણ થતા ખૂશ થયા. ત્યાં તો પેલા બ્રાહ્મણોએ કહી દીધું કે અમારી સાથે પાંચ બ્રાહ્મણો અને તેમના માતાજી પણ હતા... અશ્વત્થામા ને શંકા ગઈ કે પાંડવો જીવીત હશે તો......ધરપકડ કરી પોતાના મિત્ર દુર્યોધન ને સોંપવા માટે જંગલ ખૂંદી વળ્યા હતા. ક્યાંય પાંડવો મળતા નથી.
રહસ્યમયી રસ્તાઓ પર પાંડવો આગળ વધતા હતા.અને અશ્વત્થામા પણ.....
.રહસ્યમયી રસ્તાઓ પર એક ગુફા જોવા મળી.. પાંડવોએ માતા સાથે ગુફામાં પ્રવેશ કર્યો. ગુફા એક રહસ્યમય, માયાવી ,ભુલભુલામણી, હતી.... થોડી વાર પછી અશ્વત્થામા ત્યાં પહોંચી ગયા .સૈનિકોને અંદર જવાનો હુકમ કર્યો. સૈનિકોએ કહ્યુ કે અહીંથી કોઈ પાછુ આવતું નથી.ગુફા માયાવી હોવાથી અંદર જવાની જરુર નથી. એ લોકો જો ગુફામાં ગયા હશે તો જીવિત નહી રહે...અશ્વત્થામા સૈનિકો સાથે ત્યાંથી જતા રહ્યા....
આ બાજુ ગુફા વિશે યુધિષ્ઠિર અને અર્જુન જાણતા હતા. જાણી જોઈને પ્રવેશ કર્યો કે સુરક્ષિત રહી શકાય. ...દેવવ્રત ભીષ્મ આ ગુફામાં રહેતા હિડિમ્બ રાક્ષસ જોડે યુધ્ધ કરી ચુક્યા હતા.આ ગુફામાંથી બહાર ન નીકળવાની શરતે ભીષ્મે હિડિમ્બને જીવતદાન આપ્યુ હતું.
પરંતુ હવે આ રહસ્યમય રસ્તાઓ પરથી બહાર નીકળવાનું અશક્ય થઈ ગયું. કુંતીમાતાને પોતાના પુત્રો પર, અને એમનાં પરાક્રમ પર વિશ્વાસ હતો. બધા બેસીને બહાર નીકળવાના રસ્તા વિશે વિચારવા લાગ્યા. ભીમ ઉઠીને એક વૃક્ષ ઉખેડી બીજી બાજુએ વૃક્ષ ઉખેડવા.ગયા. ત્યાં તો પહેલું વૃક્ષ પોતાની જગ્યાએ આવી ગયુ, આમ, ભીમ રસ્તો બનાવવા મહેનત કરતા હતા.પરિણામ શૂન્ય. માયાવી વનના લીધે આમ બનતું હતું. એક રાક્ષસી આ બધું જોતી હતી. રાક્ષસીને ભીમનું શૌર્ય ગમી ગયું. એ હિડિમ્બા હતી. હિડિમ્બ વનનાં રાજા હિડિમ્બ રાક્ષસની બહેન. હિડિમ્બા તો ભીમના એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગઈ. એટલામાં હિડિમ્બ, રાક્ષસોનો રાજા ત્યાં આવ્યો. પોતાની બહેનને કહ્યું કે "તું આ બધા તુચ્છ મનુષ્યોને લઈ આપણાં ગામમાં આવ.." "પેલાં બળવાન માણસને હું ખાઈશ, બીજા રાક્ષસો આ ચારેયને ખાઈ જશે." હિડિમ્બાએ વિનંતી કરી હતી કે "મને આ બળવાન યુવાન ગમે છે, એટલે આ બધાને મારવાના વિચારનો ત્યાગ કરો." હિડિમ્બ વનનો રાજા હિડિમ્બ ગુસ્સે થઈ ગયો હતો. પોતાની બહેનને આદેશનું પાલન કરવાનું કહીને ત્યાંથી ચાલ્યો ગયો.
હિડિમ્બા નાછુટકે મનુષ્યનું સ્વરૂપ લઈ પાંડવો પાસે આવી. અંત્યત સુંદર નારીને ભીમ પણ જોતો રહ્યો ..હિડિમ્બા બધાને વન બહાર લઈ જવાનું કહીને ગામ તરફ ચાલવા લાગી. રાક્ષસોનું ગામ એકદમ નજીક આવી ગયુ તો હિડિમ્બાનું મન વિહ્વળ થઈ ગયું. યુધિષ્ઠિર પુછયુ કે હવે કેમ મન બદલ્યું. તું રાક્ષસની બહેન છો એ મને ખબર હતી. રાક્ષસી ચોંકી. ભીમ ગુસ્સે થઈ ગયા. રાક્ષસીએ પુછ્યું "તો તમે બધા મારી સાથે કેમ આવ્યા.?" અર્જુને કહ્યુ કે "આ જંગલમાં આવેલા આ ગુફા વિસ્તારથી બધા મનુષ્ય ડરતા હતા. બધાને ભયમુક્ત કરવા અને દિવસે પણ સૂર્યનો પ્રકાશ આ ગુફામાં પડતો નથી. આ માયા દૂર કરવી એ એક થનાર રાજાનું કર્તવ્ય છે. અમારા મોટાભાઈ યુધિષ્ઠિર યુવરાજ છે.
હિડિમ્બાએ બધાને માયાના પ્રયોગથી ગુફા બહાર મુકવાની વાત કરી. ભીમે ના પાડી દીધી.હવે હિડિમ્બ જોડે યુધ્ધ જ એક માત્ર રસ્તો હતો. હિડિમ્બા ડરવા લાગી કે આ બધાની બલિ ચડી ગઈ તો..........
ભીમે હિડિમ્બ જોડે યુધ્ધ કર્યુ. હિડિમ્બને મારી નાખ્યો. હિડિમ્બના મૃત્યુ સાથે જ સૂર્યનો પ્રકાશ આ ગુફાને ચીરતો અંદર આવી પહોંચ્યો. ભીમ વિજેતા બન્યો એટલે બીજા રાક્ષસોએ રાજા બનાવ્યો. ભીમે ના પાડી. બધા રાક્ષસો કહેવા લાગ્યા કે આ અમારા ગામનો રિવાજ માનવો ન હતો તો અમારા રાજાને માર્યો શું કામ? ...ત્યારે હિડિમ્બાએ કહ્યુ કે હું તમને પસંદ કરું છું. તમે મારી સાથે લગ્ન કરો. કુંતીમાતા તેમજ પાંડવો વિચારમાં પડી ગયા. રાજા વિનાનાં ગામમાં અંધાધુંધી અરાજકતા ફેલાશે તો પાપ પડશે. રાક્ષસોના નિયમ મુજબ જુના રાજાનો વધ કરનાર રાજા બને ,અને એની પુત્રી કે બહેન જોડે લગ્ન કરે. રાજા ભીમને બનવું નથી તો હિડિમ્બાએ રસ્તો બતાવ્યો કે "મારી સાથે લગ્ન કરી અહીં રહો." "મને પુત્રની પ્રાપ્તિ થાય, એટલે તે જ દિવસે તમે બધા ચાલ્યા જજો." "હું નહી રોકું." "મારો પુત્ર રાજા બનશે." કુંતીમાતાએ કહ્યુ ,"તું વિચારી લે." "તું ક્યારેય અમારા નગરમાં કે ઘરે નહી આવી શકે." "રાજમહેલમાં તારું સ્વાગત તો દૂર તિરસ્કારથી વધારે કંઈ નહી મળે." હિડિમ્બાએ બધું મંજુર રાખ્યું. ભીમ અને હિડિમ્બાના પુત્ર ઘટોત્કચના જન્મના દિવસે ભીમે પોતાના લોહીથી તિલક કર્યુ ત્યાં તો મોટો થઈ ગયો. (રાક્ષસોના નિયમ મુજબ) કુંતીમાતાએ હિડિમ્બાને આશીર્વાદ આપ્યા કે "રાક્ષસ થઈને(પતિ પત્ની અલગ રહ્યા, કોઈ અધિકાર પણ નહી) આવું બલિદાન આપ્યુહોવાથી ભવિષ્યમાં તારુ મંદિર બનશે." આજે પણ હિડિમ્બા મંદિર મનાલી (હિમાચલ)માં છે. ધટોત્કચે પિતાને વચન આપ્યુ કે જરુર પડે ત્યારે ત્રણ વાર મારુ નામ લઈને બોલાવજો .હું હાજર થઈ જઈશ.
કુંતીમાતા પાંડવો સાથે રહસ્યમય રસ્તાઓથી દૂર આવવા માટે નીકળી ગયા.
જ્યારે મહાભારતનું યુદ્ધ થયુ ત્યારે જરુર પડતાં (શ્રીકૃષ્ણ ના મંતવ્ય થી)ભીમ પોતાના પુત્રને ત્રણવાર બોલાવે ત્યાં તો ઘટોત્કચ હાજર. ઘટોત્કચે પુત્રધર્મ નિભાવતા પોતાના પ્રાણનો ત્યાગ કર્યો.
સમાજના નવ નિર્માણના હેતુથી, ધર્મની સ્થાપના માટે, મનુષ્યના દુશ્મન હોવા છતાં,રાક્ષસ થઈને બલિદાન આપનાર ઘટોત્કચ વીર ગતિને પામ્યો. અભિમન્યુના આદર જેટલો જ આદર ઘટોત્કચને મળ્યો..શ્રીકૃષ્ણના આશીર્વાદથી મોક્ષનો અધિકારી બન્યો.
આમ, ક્યારેક રહસ્યમય રસ્તાઓ પર નીકળી જઈએ આવા વીર બલિદાની શૌર્ય ગાથા માણી શકીએ.
પાંડવોને કુંતીમાતાને આદરસહિત નમસ્કાર કે રહસ્યમયી રસ્તાઓ પર આગળ વધતા રહ્યા ને આપણને ભવ્ય ભૂતકાળ, પૌરાણિક, આધ્યાત્મિક નો વારસો મળતો રહ્યો.
