STORYMIRROR

Madhukanta Panchal

Others

2  

Madhukanta Panchal

Others

રડતાં નથી આવડતું

રડતાં નથી આવડતું

2 mins
3.2K


પુરષોત્તમ, નામ તેવા જ ગુણ. સાવ સીધો સાદો વ્યક્તિ મિલમાં નોકરી કરતો હતો. અને ભાડાના ઘરમાં રહેતો હતો. પત્ની સુશીલા પણ ઘરેલુ અને મહેનતી હતી. બે બાળકો હતા. એક ત્રીજા ધોરણમાં અને એક પહેલા ધોરણમાં ભણતો હતો. આવક ભલે ઓછી હતી પણ સંતોષી જીવ હતા. અચાનક એક પછી એક મીલો બંધ થવા લાગી. પુરષોત્તમની નોકરી છૂટી ગઈ. બીજે નોકરી શોધી પણ મળી નહીં.

સુશીલા હવે ઘરકામ કરવા લાગી. કામ ચોખ્ખું હોવાથી બેચાર ઘરના કામ મળી ગયા. ઘરખર્ચ જેમ તેમ ચાલતો હતો. પણ ઘરમાલિક ભાડાની ઉઘરાણી કરવા આવતો અને થોડું સંભળાવી જાતો. પુરષોત્તમ લાચાર હતો તે વિનવણી કરતો. કે અમે પૈસા આવશે ત્યારે ચૂકવી દેશું. થોડા દિવસમાં બધું દેવું ચૂકવાઈ ગયું. કામ વધારે હોવાનું કહી સુશીલા પણ મોડી આવવા લાગી. એક દિવસ દોસ્ત રમણે સુશીલા વિશે સાંભળેલી વાત પુરષોત્તમને કરી. પુરષોત્તમના ગુસ્સાનો પાર ના રહ્યો. સુશીલાને આવતાંની સાથે ચાકૂના ઘા ઝીંકી કાઢ્યા. સુશીલા ભોંય પર ઢળી પડી.. પુરષોત્તમ બાળકોને લઈ પોલીસસ્ટેશન ગયો. "સાહેબ.. સાહેબ.. મેં મારી પત્નીને મારી નાખી મને મારા બાળકો સાથે જ જેલમાં નાખો."

પોલીસે પૂછ્યું,"ગુનો તે કર્યો છે તો સાથે છોકરાંઓને શા માટે સજા?"

પુરષોત્તમએ કહ્યું,"સાહેબ, હું બાળકોનો પિતા છું તેમની જવાબદારી મારી છે. હું જેલમાં રહું અને આ બે પેટ બહાર ટળવળે તો મારા પેટને સંતોષ કેમ થાય? તેમને સાચવનારને જ મેં મારી નાખી એટલે હું તેમનો પણ ગુનેગાર છું." અચાનક ક્યાંક ખોવાયેલા પોલીસને જોઈ પુરષોત્તમે પૂછ્યું,"સાહેબ તમે પણ રડો છો?" પોલીસને પોતાના જીવનમાં બનેલી ઘટના યાદ આવી.

પોલીસે કહ્યું,"હા, આ દિલ તો બહુ જ રડે છે. પણ મને રડતાં નથી આવડતું.."


Rate this content
Log in