STORYMIRROR

Madhukanta Panchal

Others

3  

Madhukanta Panchal

Others

હૈયે વસેલું

હૈયે વસેલું

3 mins
13.7K


કોલેજનું જીવન કેવું અલ્લડ અને ઉલ્લાસમય હતું... પન્ના પટેલ કોલેજમાં સુંદર દેખાતી અને ખૂબ હોંશિયાર વિદ્યાર્થીની હતી. બધા સાથે ભળી જતી તેને પોતાનું કોઈ અભિમાન ન હતું. વર્ગશિક્ષકને અચાનક રજા પર જાવું પડ્યું. રજા લંબાય તેમ હતું અને પરીક્ષા નજીક હતી. એટલે બીજા શિક્ષકની નિમણૂક જરૂરી હતી. દસેક દિવસ પછી નવા શિક્ષકની ઓળખ આપવા પ્રિંસિપાલ સાથે આવ્યા. પ્રથમ પંડ્યા એક યુવાન મોજીલો અને દેખાવડો વ્યક્તિ. નવા શિક્ષક તરીકે તેમની નિમણૂક થઈ. દસેક દિવસમાં તો બધાની સારી રીતે ઓળખાણ થઈ ગઈ. ભણાવામાં તેણે ખૂબ રુચિ દાખવી સામે વિદ્યાર્થીઓ પણ મન લગાવીને ભણતાં. કોઈને એકબીજાથી ફરિયાદ ના રહેતી. એટલે પ્રિંસિપાલ પણ ખુશ હતા. પન્ના પટેલ ભણવામાં હોંશિયાર તો હતી જ પણ જ્યારે કંઈ સમજમાં ના આવે કે તરત જ પ્રથમ પંડ્યા પાસે જતી અને શીખી લેતી. ભણવાની આટલી ઉત્સુકતા જોઈ પ્રથમ પંડ્યા પણ લાગણી રાખી ભણાવતા. એક દિવસ વાતવાતમાં પન્નાએ કહ્યું હું તો વર્સોવા રહું છું સર, પણ તમે ક્યાં રહો છો? પ્રથમે કહ્યું હું પણ વર્સોવા જ રહું છું, એકલો. મમ્મી નથી, પપ્પા મોટાભાઈ સાથે ગામડે રહે છે. ધીમે ધીમે બન્ને વચ્ચે સંવાદ વધવા લાગ્યા લાગણીઓ વધવા લાગી. 

પરીક્ષા નજીક હતી એટલે બધા વિદ્યાર્થીઓ તૈયારીમાં હતા. પન્ના પણ મન લગાવીને ભણવા લાગી ગઈ. પરીક્ષા પૂરી થવાની હતી છેલ્લું પેપર બાકી હતું. ત્યારે સર અને વિદ્યાર્થીઓ ભેગા થયા હતા ત્યાં પ્રિંસિપાલે આવીને બધાને પૂછ્યું,"પેપર કેવા ગયા? તમારા આ નવા સરની મહેનત રંગ લાવશે?" ત્યારે બધા જ  એક સાથે બોલી ઊઠ્યા,"હા સર, બહુ સરસ." એટલે પ્રિંસિપાલે ફરી કહ્યું,"હવે તમારા જૂના શિક્ષક દિવાળીની રજા પછી આવી જાશે." આ સાંભળી પન્ના એકદમ ચમકી, આંખમાં અચાનક પાણી ભરાઈ આવ્યા. કેમ એતો એ પણ ના સમજી શકી. 

ના સુખની કે ના દુખની,
ના કોઈ એવી વાત હતી.
અચાનક આંખો છલકાઈ ગઈ,
આંખોને પણ ક્યાં ખબર રહી?
કે એ કઈ વાતે ઉભરાઈ ગઈ..
-મધુકાન્તા

થોડીવારમાં બધા છૂટા પડ્યા. છેલ્લા પેપેરની તૈયારી કરવાની હતી. પન્ના પણ ઘરે જઈ વાંચવા બેઠી, પણ મન લાગતું ન હતું. બીજા દિવસે પરીક્ષારૂમમાં બેઠેલી પન્ના ઉદાસ દેખાતી હતી. પરીક્ષા પૂરી થઈ. દિવાળીની રજાઓ પડી.. રજા પૂરી થઈ છતાં પન્ના શાળામાં હાજર થઈ ના હતી. પૂછપરછ કરતાં જણાયું કે તે આજકાલ બિમાર રહે છે. તે પછી તેને ભણવામાં મન ના લાગ્યું. અધવચ્ચે શાળા છોડી દીધી. લગ્ન માટે માતાપિતાએ પૂછ્યું તો પન્નાએ ના પાડી, જ્યારે તબિયત કથળતાં ડૉક્ટરની મુલાકાત લીધી તો ડૉક્ટરે જણાવ્યું કે તેને ટી.બી. થઈ છે. પછી માબાપે પણ લગ્ન કરાવવાનો વિચાર માંડી વાળ્યો.

છ વરસ પછી અચાનક નાટ્યગૃહમાં પન્નાએ પ્રથમને એક સુંદર સ્ત્રી સાથે જોયો. જોઈને હરખાઈ ગઈ. તે મળવા ગઈ અને કયું,"સર, તમે!" સર સાંભળતાં જ પ્રથમ આજુબાજુ જોવા લાગ્યો અને પન્નાને જોઈ યાદ આવ્યું. પ્રથમે પત્નીની ઓળખ કરાવી પછી પન્નાને ભણવા વિશે પૂછ્યું. પન્નાએ કહ્યું "સર, મારું તો ભણતર એજ છેલ્લી પરીક્ષાના દિવસે પૂરું થઈ ગયું." પ્રથમે પૂછ્યું,"તો શું લગન કરી લીધા?" પન્નાએ ના પાડી. 

પન્નાની આંખમાં પાણી જોયા એટલે પ્રથમને જાણવાની ઉત્સુકતા થઈ. અને પૂછ્યું,"કેમ શું વાત છે?"
ત્યારે પન્નાએ આંખમાં પાણી અને હોઠો પર સ્મિત સાથે જવાબ આપ્યો,

જે હૈયે હતું તે હોઠોં પર લાવી ના શકી,
જે હૈયે વસેલું તેને હાર પહેરાવી ના શકી..


Rate this content
Log in