STORYMIRROR

Madhukanta Panchal

Others

4  

Madhukanta Panchal

Others

પ્રેરણા

પ્રેરણા

1 min
27.8K


પ્રેરણા પ્રેમ કરવાની એક નાનકડી ભૂલ કરી બેઠી. ખૂબ ખુશ રહેતી જ્યારે એ પ્રતિકને મળીને આવતી. પણ એક દિવસ તેણે પ્રતિકને રમા સાથે જોયો. જે પ્રેરણાની બહેનપણી હતી. આ જોઈ ખુબ દુઃખી થઈ અને ખોટો નિર્ણય કરી બેઠી.અચાનક ઘરમાં પડેલ ઝેરી દવા ગટગટાવી ગઈ. ઘરનું વાતાવરણ ચિંતામય હતું. પણ સદનસીબે બચી ગઈ. થોડા દિવસ પછી સ્વસ્થ થતાં માબાપે તેની મરજીથી મોટા કુટુંબમાં પરણાવી.પ્રેરણા હાલ સાસરે છે.

પ્રેરણા રોજ ઝેર પીવે છે,
તોય જુવો હજુ જીવે છે.


Rate this content
Log in