STORYMIRROR

Madhukanta Panchal

Others

4  

Madhukanta Panchal

Others

મેના-૩

મેના-૩

3 mins
27.3K


બસ તો સડસડાટ ચાલતી હતી અને મેના તેની બાળકીને ખોળામાં લઈ વિચારોમાં મગ્ન હતી. સુંદર પવન આવતો હતો એટલે મેનાની આંખ મળી ગઈ.બાજુમાં બેઠેલ કાશીની નજર મેના પર પડી. તેને આમ શાંત સૂતા જોઈ કાશી વિચારવા લાગી, "જુવાન જોધ બાઈ છે બિચારી નસીબની મારી,જો અમને તે ના મળી હોત અને કોઈ બીજાના હાથમાં સપડાઈ હોત તો.. આજના જમાનામાં બધા ક્યાં દયા દાખવનારા હોય છે.હું પણ સાસરામાં તો ના રાખી શકી એટલે મારા મા બાપુ પાસે પિયર મૂકવા જાઉં છું.ત્યાં સુખેથી રહેશે." ફરી કાશી પણ વિચારે ચડી, "હું મેનાને મૂકવા તો જાઉં છું અને મૂકીને એક બે દી માં પાછી આવીશ.પછી એને સંભાળવાનું રહેશે.મા બાપુને તો હું સમજાવી દઈશ અને મા બાપુને પણ સહારો મળી રહેશે. પણ આ અચાનક આવીને રહેલી જુવાનજોધ એક બાળકીની માને જોઈ ગામ લોક શું વિચારશે? અને મા બાપુ તેમને શું જવાબ આપશે?" એવામાં અચાનક બસ ડ્રાઈવરે બ્રેક મારી અને બસ ઊભી રહી. આંચકો આવતાં જ મેનાની આંખ ખુલી ગઈ.કાશી સામે મેના જોવા લાગી. પળવાર તો કાશી પણ મેના સામે જોઇ રહી,

"કેટલી રૂપાળી છે, ને કેવા નસીબ લઈને આવી છે?
એના નસીબમાં શું છે એ તો ઘડનારો જ જાણે."

પછી મેનાને કાશીએ કહ્યું, હજુ વાર છે ઉતરવાની, પાણી પીવું હોય તો પી લે.બસસ્ટેન્ડ પર એક આધેડ વયના ડોશી મા નાની ઝૂંપડીમાં બે મોટા માટલાં લઈને પાણી પીવડાવવાની સેવા કરતા હતાં. કોઇ ખુશીથી પૈસા આપે તે લેતા.નહીં તો થંડું પાણી પીવડાવી લોકોના અંતરાત્માથી નીકળેલા શબ્દો સાંભળતાં ને ખુશ રહેતાં. કાશીએ લોટો ભરી પાણી માંગ્યું. પાણી પીને જરાક મેના એ લાંબો શ્વાસ લીધો. જાણે કોઈ તૃપ્તિનો અહેસાસ થયો હોય. પછી કાશીએ પાણીનો લોટો અને બે રૂપિયા માજીના હાથમાં આપ્યાં. બસ ડ્રાઈવર પણ ચા પીવા ગયો હતો તે આવી ગયો. અને કંડક્ટરે ઘંટડી વગાડી, ચાલો બધા બસમાં ચડી જાઓ, બસ ઉપડે છે." ઘંટડીનો અવાજ સાંભળતાં બધા નીચે ઉતરેલા મુસાફરો બસમાં ચડવા લાગ્યા સાથે નવા મુસાફરો પણ બસમાં ચડ્યા.એમાં એક ભાઈ ચડ્યા, નામ હતું ગોકુળ. કાશીના પિયરનો હતો. કાશી ઓળખતી હતી, કાશીને જોતાં જ બોલ્યો, "કેમ કાશીબુન આજ મા બાપુને મળવા આવ્યા સો? હારુ કર્યુ, બચારા બે ઘરડાં જીવ છે એટલે એકબીજાના આશરે રહે છે. આવતાં જાતાં રસ્તે ભેગાં થાય સે. તમારી બધાયની તબિયત તો હારી સેન?" કાશીએ જવાબ આપ્યો, "હા ભાઈ હારી સે."
બસ ઉપડી ..ગામડાંના રસ્તે બારીમાંથી દેખાતા દ્રશ્યો જોતાં કાશી પણ હરખાતી હતી. આજુબાજુ ખેતરો, ખેતરોમાં લહેરાતા પાક, ખેતરોમાં ઉડતાં પાણીના ફુવારા બધું જોતાં કાશી ને પિયરમાં વિતાવેલ બાળપણ યાદ આવ્યું. વિચારવા લાગી કેટલું બધું બદલાઈ ગયું..
તેણે મેના સામે જોયું.મેના પણ પોતાના વિચારોમાં ખોવાયેલી હતી,

"ક્યાં જન્મી, ક્યાં પરણી અને હવે કોના ભરોસે જાય છે".
મેના, બસ આ જીંદગી તો હવે ભગવાન ભરોસે જીવાય છે."

થોડીવારમાં જ કાશીના પિયરનું ગામ આવતાં જ બસ ઊભી રહી.ગામ આવતાં જ કાશી તો રાજી રાજી થઈ ગઈ.મેનાને વિચારોમાંથી જગાડી અને કહ્યું ," ચાલ મેના મા બાપુનું ગામ આવી ગયું.હવે ઉતરવાનું છે.તારી બેબલીને લાવ હું તેડી લઉં તું તારી થેલી લઈને ધીમે ધીમે નીચે ઉતર."
કાશીએ તો મેનાની બાળકીને તેડીને ખભા પર સુવડાવી દીધી અને મેના થેલી લઈને કાશીની પાછળ પાછળ બસમાંથી નીચે ઉતરી.પાછળ ગામના બીજા મુસાફરો પણ ઉતર્યા.અને પાછળ ગોકુળ પણ ઉતર્યો. "કાશી સાથે આ બાળકી અને એક જવાનજોધ આ બાઈ કોણ હશે?" ગોકુળ વિચારવા લાગ્યો.પણ ત્યારે કંઇ પણ પૂછવાનું યોગ્ય ના લગતા આવજો કાશીબુન કહી પોતાના જાંપા તરફ ચાલવા લાગ્યો. ત્યાં મેનાએ જરા નજર ઊંચી કરી ગોકુળને જાતાં પૂંઠ તરફ જોયું. પછી કાશી મેનાને લઈને મા બાપુને ઘરે આવી. ઘર આવતાં જ કાશીએ મા બાપુને બૂમ પાડી, "મા.....બાપુ....ક્યાં છો તમે?" કાશીનો અવાજ સાંભળતાં જ કાશીના મા બાપુ તો રાજી રાજી થઈ ગયાં. દીકરો ગણો કે દીકરી, બસ કાશી તેમનું એક માત્ર સંતાન હતી. એટલે હરખ પદુડા થઈ કાશીના બાપુ બહાર આવ્યા, પાછળ કાશીના મા પણ હળવે પગલે બહાર આવ્યાં, કાશીને પૂછપરછ કરી" કેમ બેટા કાશી, મજામાં તો છે? ઘરે બધા કેમ છે?"
કાશી બોલી,"હા બાપુ, મજામાં છે બધા, માની તબિયત કેમ છે હવે?"
"તારી માની તબિયત પણ સારી છે, પણ આ ખોળિયું તો થાક્યુ હવે." કાશીના બાપુએ કહ્યું.
કાશી બાપુના ના બોલાયેલા શબ્દો પામી ગઈ


Rate this content
Log in