Bhavna Bhatt

Others

3.4  

Bhavna Bhatt

Others

પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળો

પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળો

1 min
8.5K


આમ જુઓ તો માનવીનું જીવન પુરૂષાર્થ માટે જ છે.. પુરૂષાર્થ કરીને પ્રારબ્ધ ને ચમકાવવું એ સોનેરી અવસર છે... જીવનનું ફૂલ પુરૂષાર્થની સોડમાં જ વધુ ખીલે છે અને એનાથી પ્રારબ્ધ ચમકે છે અને જિંદગી મહેંકે છે...

પુરૂષાર્થ કરીને જિંદગીમાં આવેલી આંધીને દૂર કરીએ તો પ્રારબ્ધ ને ફળ આપવું જ પડે છે...

જિંદગી એટલે તો પુરૂષાર્થ કરીને સામી છાતીએ લડી લેવાની ખુમારી..!

બાકી એકલાં પ્રારબ્ધનાં ભરોસે બેસવાથી સુખ નથી મળતું અને એટલેજ પ્રારબ્ધનાં નામે માયુસીનાં પડખામાં ભરાઈ જવાથી જિંદગી બિમાર અને આળસુ બની જાય છે...

" કોઈ પૂછે તો કહેજો કે જિંદગી એ પુરૂષાર્થ "

અને 

" પ્રારબ્ધનાં ભરોસે બેસનાર કાયર અને આળસુ હોય છે."

જો જિંદગીમાં સફળતા મેળવવી હોય તો પુરૂષાર્થ કરીને પ્રારબ્ધ ચમકાવજો.. 

પુરૂષાર્થ અને પ્રારબ્ધ બે સાથે મળે તો માણસ ઊંચાઈ હાંસલ કરે છે.


Rate this content
Log in