Mariyam Dhupli

Others

0.0  

Mariyam Dhupli

Others

પતંગ

પતંગ

1 min
7.0K


પતંગ

રસોડાની નાનકડી બારીમાંથી એ પતંગને જોઈ ગદગદ થઈ ઉઠી. આઠ વર્ષની નાનકડી ઝંખનાને પણ આ પતંગની જેમ આખા આકાશને આવરી લેવું છે, ઊંચે ઊંચે વિહરવું છે, મુક્ત આઝાદ. ના કોઈ બેડી ના કોઈ વિઘ્ન. આખું વિશ્વ જ એનું...

"વાસણ ધોવાયા નથી ને આ શું તાકજાક કરે છે?" કહેતા શેઠાણીએ પાછળથી ધમકાવી. ને એ બાળમજૂરી કરતા ઝંખનાના નાનકડા હાથ ફરી વાસણ ઘસી રહ્યા. એક નજર ઉપર ઉઠાવી. આ શું એનો પતંગ તો કપાઈ ને ધરતી તરફ આવી રહ્યો!

 


Rate this content
Log in