પર્યાવરણ આપણું જીવન
પર્યાવરણ આપણું જીવન
આ પૃથ્વી પણ દરેક જીવોને જીવન ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને શ્વાસ જરૂરી છે. તો ચાલો આપણે આજની વાર્તામાં જોઈશું કે આપણું પર્યાવરણ હશે જો સુરક્ષિત તો આપણે પણ સુરક્ષિત. એટલે જ તો કહ્યું છે કે પર્યાવરણ આપણું જીવન.
એક વખતની વાત છે. ઉનાળાનું વેકેશન હતું. ખૂબ ગરમી પડતી હતી. સડક પણ સૂમસામ જ હતી. વીરપુર ગામમાં એક કુટુંબ રહેતું હતું. આ કુટુંબમાં નિરવ, નિરવના દાદા દાદી, અને નિરવના માતાપિતા રહેતા હતા. નિરવ હજુ તો માત્ર 12 વર્ષનો હતો. નિરવ ખાલી ઉંમરથી નાનો હતો પણ હોશિયાર અને સમજદાર હતો. નિરવને એના દાદા દાદી સાથે રહેવું ખૂબ ગમતું હતું. દાદા દાદી પાસે અવનવું જાણવું, કંઇક નવું શીખવુ બોઉ ગમતું. નિરવ તેના દાદાને રોજ ખેતરે જતા જોતો હતો. અને ઘરની બારે આંગણામાં વાવેલા ફૂલ છોડ તેમજ વૃક્ષોનું જતન ખૂબ જ સ્નેહથી કરતા જોતો હતો. એ દરરોજ દાદાને વૃક્ષોને પાણી પીવડાવતા જોઈ એક દિવસ તે દાદાને બોલી ઉઠ્યો કે દાદા તમે રોજ આ ફૂલ છોડ અને વૃક્ષોને પાણી પીવડાવો છો તો એ આપણે શું ઉપયોગમાં આવે એ મને કહો ને દાદા. દાદા હસી પડ્યા ને ખૂબ સ્નેહથી નિરવને સમજાવવા લાગ્યા કે જો બેટા આપણે આપણું જીવનન બચાવવા માટે પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ. દુનિયામાં સ્વાર્થ વગરનું હેત હોઈ તો તે છે વૃક્ષોનું. તને ખબર છે વૃક્ષો આપણે કેટલી બધી રીતે મદદરૂપ થાય છે. એક વૃક્ષ તો માત્ર થોડીક જગ્યા, પાણી અને માટીનું જ ભૂખ્યું હોય છે એના બદલામાં એ આપણે ઓક્સિજન શ્વાસમાં,શીતળ છાંયડો, ખાટ્ટામિઠ્ઠા ફાળો, વરસાદ લાવવામાં, આપણી જમીનનું ધોવાણ અટકાવવમાં, ઘણી ખરી બીમારીઓની દવામાં, કેટલાય પક્ષીઓને એનો ખોરાક અને એનું ઘર છે આ વૃક્ષો. આજની આ કાળઝાળ ગરમી સામે આપણને આ વૃક્ષો જ રક્ષણ આપે છે. તને ખબર છે બેટા આપણા વૃક્ષોના રક્ષણ માટે થઈ આપણા પૂર્વજોયે તેને આપના તહેવારો સાથે જોડી વૃક્ષોની પૂજા કરવામાં આવે છે. આપના દેશમાં વૃક્ષોના બચાવ માટે ઘણા લોકોએ આંદોલનો કર્યા હતા. જો બેટા તું તડકામાં તપતો હોય અને તને ગરમી લાગતી હોય તો વૃક્ષોની છાયામાં બેસી એસી કરતા પણ મસ્ત ઠંડક મળે છે. નિરવને દાદાની વાત ખૂબ જ ગમે છે. ત્યારથી તે રોજ દાદા સાથે ફૂલ છોડ અને વૃક્ષોને પાણી પીવડાવવા જતો હતો.
નિરવ પોતાના મિત્રો સાથે હંમેશા વૃક્ષો સાથે જ સમય વિતાવતો હતો. તેના મિત્રો સાથે મળીને ત્યાં રમતો, વૃક્ષોની છાંયામાં બેસી પોતાનું હોમવર્ક કરતો અને વૃક્ષો નીચે બેસી મિત્રો સાથે નાસ્તો કરતો હતો.જ્યારે પણ નિરવ નવરો પડે એટેલ તેના મિત્રોને તેના દાદાએ વૃક્ષોની ઉપયોગીતા વિશે જણાવતો. અને બધા મિત્રોને વૃક્ષો વાવવા એને પાણી પીવડાવવા લઈ જતો. જેનાથી એને ખૂબ આનંદ થતો હતો. નિરવ અંતરથી ખૂબ હરખાતો હતો. નિરવ હંમેશા બધાને કહેતો કે વૃક્ષો છે તો આપણું જીવન છે. એટલે કે પર્યાવરણ છે તો આપણું અસ્તિત્વ છે. એટલે જ તો નિરવ કહે છે કે પર્યાવરણ આપણું જીવન છે.
