Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Varsha Vora

Others


3  

Varsha Vora

Others


‘પરોણો પરોઢે પહોંચે'

‘પરોણો પરોઢે પહોંચે'

5 mins 14.3K 5 mins 14.3K

‘પરોણો પરોઢે પહોંચે અને મઠ સમી સાંજનો ઘરે ના હોય’

નિશા આજે ખુબ ખુશ હતી . એના હૃદયમાં એની નવી ભાભી અમી ને મળવાની તમન્નાઓ ઉછળતી હતી. હોય જ ને, કેમ નહિ? આજે ભાભીનો ફોન આવ્યો હતો, કે નિશાબેન તમે વેકેશનમાં ક્યારે આવવાના છો ?

પોતાનું સાસરું ઇન્દોર અને પિયર અમદાવાદ. ત્રણ મહિના પેહલા એ ભાઈનાલગ્નમાં આવી હતી. જે મજા માણી હતી બંદાએ, એકની એક નણંદ અને એમાંય પરણેલી એટલે બૅબી તો હવામાં જ ઉડતા હતા. કાકા, ફોઈ, મામા, માસી બધા અને એમના પરિવારવાળા બધાના મોઢે એક જ નામ નિશા, નિશા. પોતે ટીચર, જોબ ચાલુ હતી એટલે લગ્ન વખતે થોડા દિવસની રજા લઈને આવી હતી. ફરી વેકેશનમાં આવીશનો વાયદો કરીને નિશા એના સાસુ સસરા અને પતિ સાથે જ પIછી ગઈ હતી. પણ પ્રસંગનો આનંદ હજુયે એના હૈયામાં છલકાતો હતો.

પિયરથી ફોન અને મેસેજ આવતા જ હોય. આજના જમાનામાં દુનિયા ખુબ નજીક આવી ગઈ હોય એવું લાગે. પણ તોયે આપણા સંબંધીઓ આપણી સામે હોય અને એમની હાજરી અનુભવવી એ ઉષ્મા કૈક જુદીજ જ હોય છે. 'સમથીંગ વોર્મ યુ નો' એમ થતું કે હજુ વધારે રહેવા મળ્યું હોત તો કેટલું સારું. .એમાંયે વળી નવી ભાભીનો ફોન આવ્યો.. નિશા તો રાજી રાજી થઇ ગઈ.

બાળપણથી નાના પરિવારમાં ઉછરેલી નિશાને લગ્ન પછી પણ નાનું કુટુંબ જ મળ્યું હતું. સાસુ સસરા, ભણેલા ગણેલા. નવા જમાનાંને માન આપનારા. અને પતિ મહાશય, એ તો વગર કીધે જ મુઠ્ઠીમાં હતા. નીશું નીશું, કેહતા ફરે. એટલે નિશાએ પોતેજ મનોમન નક્કી કર્યું હતું કે ઘરની બધી જવાબદારી માથે લઇ લેવી. મમ્મિ મીનાબેને સમજાવેલું કે જો નિશા બનું - બનાવેલું ઘર એક રિધમથી ચાલતું હોય છે. તું જેના ઘરે જાય છે એ ઘરમાં તારે તારી જગ્યા તારે બનાવવાની છે. કેવી રીતે ? એ તારે નક્કી કરવાનું છે.

એક રસ્તો એ છે - ઝઘડીને, જબરા થઇ ને આપણી જગ્યા બને પણ એમાં ઘરની શાંતિનો ભંગ થાય. સૌના મન ઉચાટમાં રહે અને છેવટે આપણે અળખામણા થઈ ને રહીએ.

બીજો રસ્તો - પ્રેમ નો, સ્વીકારનો, શાંતિનો રસ્તો છે. સૌની લાગણીનો વિચાર કરીને, માન મર્યાદા જાળવીને આપણે આપણું સ્થાન બનાવી શકાય.

નિશા એ બીજો રસ્સ્તો એટલે કે પ્રેમનો રસ્તો સ્વીકાર્યો. અને એ ખરેખર ખુબ ખુશ હતી, એના સાસરિયા પણ આજના જમાનામાં આવી ગુણિયલ વહુ મેળવીને ખુબ ખુશ હતા. એમ કહોને કે લગભગ એનો પડ્યો બોલ ઝીલાતો.

નિશા વિચારોની તંદ્રામાંથી બહાર આવી. અને ભાભીને એટલે કે અમીને જવાબ આપ્યો. વેકેશનની ડેટ્સ આવી જાયને ભાભી એટલે પ્લાન જણાવું.

અમી એ કહ્યું કે અરે, હું તમારાથી નાની છું, મને ભાભી નહિ કહેવાનું.

નિશાએ અમીને ચીડવતા જવાબ આપ્યો, એ હા હો ભાભી .

નિશાની માતા મીનાબેન નણંદ ભાભીનો આવો સંવાદ સાંભળીને હસું હસું થઇ રહ્યા હતા.

અમી કહે કે, 'સારું નિશાબેન , તો પ્લાન થાય એટલે કેહજો.'

નિશા કહે - 'એ સારું ભાભી , હોં, ઓહ સોરી સોરી, અમી.'

અમી એ કહ્યું 'હા હા. બાય.'

વહેવાર કુશળ મીનાબેનને થયું કે આતો છોકરાઓની વાત થઈ કહેવાય. જરા એક ફોન હું પણ કરી લાવું દીકરીના સાસુને તો સારું લાગે.

મીનાબેન : ;કેમ છો રીટાબેન ? મીના બોલું છું.'

રીટાબેન : ઓ હો મીનાબેન, કેમ છો તમે ? હું મજામાં છું.

મીનાબેન : 'મેઁ કીધું કે વેકેશન આવે છે તો નિશાને રહેવા માટે મોકલાવજોને. લગ્ન વખતે બહુ રહી શકી નહોતી.'

રીટાબેન : 'હા હા એ પ્લાન કરે જ છે. એની રજાઓ નક્કી થાય એ પ્રમાણે એ આવશે. નિશા તમારે ત્યાંથી પાછી આવી જશે પછી હું મારી દીકરીને રહેવા બોલાવીશ એટલે એ બંનેને પણ સાથે રહેવાનો મોકો મળે.'

મીનાબેન :'હા, મારી પણ એવી જ ઈચ્છા છે. હવે બધી છોકરીઓ જોબ કરતી થઈ ગઈ છે એટલે આપણે એકબીજાને એડજસ્ટ કરવું પડે.'

રીટાબેન : 'ભલે ત્યારે , ટિકિટ આવશે એટલે જણાવશું. આવજો મીનાબેન.'

મીનાબેન : 'એ હા આવજો, તમને ફાવે એમ હોય તો થોડા દિવસ તમે પણ આવજોને. સાથે રહીશું, ક્યાંક બહારગામ જઈશું.'

રીટાબેન : 'અત્યારે નહિ પણ એ બાજુ આવવાનું થશે ત્યારે ચોક્કસ તમારે ત્યાં આવવાનું રાખીશું.'

આ રીતે બે વેવાણોની આમંત્રણની ઔપચારિક વાત પુરી થઈ. અહીંયા રજાઓનું લિસ્ટ મળતાજ નીશુંના હસબન્ડ અમિતે નીશું ડાર્લિંગ માટે ફ્લાઈટની ટિકિટ કઢાવી લીધી. પુરા વીસ દિવસ ની જુદાઈ છે નીશું. પછી હું તને લેવા આવી જઈશ.

નિશા કહે, 'થૅન્ક યુ, અમીત. અને એ વિચારોમાં ખોવાઈ ગઈ. નવી ભાભીને મળવાનુ, શોપિંગ કરવાનું, કોલેજ ફ્રેંડ્સ, સ્કૂલ ફ્રેંડ્સ બધાને મળવું છે. બાપરે વીસ દિવસમાં કેટલું બધું કરવું છે. રાત્રે પત્તાંની રમતો, સતિયો, ઢગલાબાજી, ગુલામચોર રમી વગેરે વગેરે અને પાપા સાથે લોન્ગ ડ્રાઈવ, માય ગોડ, કેટલું કરીશ. આમ બધા વિચારો કરતા કરતા સ્મિત ભર્યા હોઠે નિશા સુઈ ગઈ.

અંતે, માયકે જાનેકા દિન આ હી ગયા. બેગો ભરાઈ ગઈ હતી. મોમ ઈન લૉ અને પા ઈન લૉને બાય બાય કહીને નિશુબેનની સવારી એરપોર્ટ ઉપડી. અમીત થોડો દુઃખી હતો. આજના જમાનાનો હસબન્ડ છે ને એટલે.( બાકી તો અમારા જમાનામાં તો પત્ની પિયર જાય તો હરખ માતો ના હોય.) પણ નિશાનો ઉત્સાહ જોઈને એ પણ ખુશ જ હતો. અમીતને ફ્લાયિંગ કિસ આપીને નિશાબેન એરપોર્ટમાં અંદર ગયા.

કલાક દોઢ કલાકની ફ્લાઈટ માં નિશા સુઈ ગઈ. અમદાવાદ એરપોર્ટ પાર ભાઈ લેવા આવ્યો હતો. નિશા એ પૂછ્યું, 'ભાઈ,ભાભી મને લેવા ના આવી ?'

ભાઈએ કીધું કે, 'એ એના પિયર ગઈ છે. તું જઈશ એના ચાર દિવસ પેહલા આવી જશે. અરે એણે તો એટલા સરસ પ્લાન બનાયા છે. જીજાજી આવે એટલે પછી બધા પિકનિક જઈશું. ન્યૂ થીએટર માં મૂવી વિથ સ્નેક્સ, વગેરે વગેરે.

નિશાનું મન ખિન્ન થઈ ગયું. કેવી રીતે કહે કે, 'ભાઈ પ્લાન તો મેં પણ ઘણા બનાવ્યા છે. પણ તરત જ યાદ આવ્યું કે એ હવે પિયરમાં પારકી થઈ ગઈ છે. એના પ્રોગ્રામ હવે અહીંના ચાલે. ભાભી આવી ગઈ છે.

એ ઘરે આવી. ગાડીમાંથી ઉતરીને સીધી મમ્મીને વળગી પડી. મમ્મી એને લેવા આંગણામાં જ ઉભી હતી. પપ્પાને પગે લાગી. માં દીકરીના આંખોના ખૂણા ભીના હતા એ પપ્પાની નજરથી છાનું ના રહ્યું માએ જૂની કેહવત ટાંકી.

નિશા આને કહેવાય,

'પરોણો પરોઢે પહોચે, પણ મઠ સામી સાંજનો ઘેર ના હોય.'


Rate this content
Log in