Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

પ્રકાશ

પ્રકાશ

1 min
3.4K


અંધકારથી છલોછલ ચાર દીવાલો વચ્ચેથી ચાર આતુર આંખો રસ્તા તરફ ક્યારની આશભેર મંડાયેલી હતી. રસ્તા ઉપર ઊભાં પ્રકાશના થાંભલાઓ અને અન્ય મકાનોમાં પ્રગટાવાયેલા પ્રકાશના તહેવારના દિપકોમાંથી ઉછીનો પ્રકાશ ફક્ત ઓરડીના પગથિયા સુધીજ મર્યાદિત પથરાયો હતો. એ આછા પ્રકાશને ચીરતો એક પડછાયો આખરે અત્યંત ધીમા પગલે ઓરડીના પગથીયાઓ ચઢી રહ્યો.

અતિવ્યાકુળ આંખોની આતુરતાનો આખરે અંત આવ્યો. પડછાયાના બન્ને હાથની ઝડપ તપાસ થઇ રહી. એ હાથના ખાલીપાથી હૃદયભગ્ન બે નાની હથેળીઓ એકબીજામાં પરોવાઈ. રીસામણા મોઢે બે નાના શરીરો ઓરડીના પગથિયા ઓળંગી બહાર નીકળી ગયા. પડછાયાના ખભે એક આશ્વાસવસન પૂર્ણ સ્નેહ સભર હાથ ટેકાયો જ કે અચાનક સળગી ઉઠેલા વીજળીના બલ્બના પ્રકાશમાં ઓરડીની જર્જરિત દીવાલો દ્રશ્યમાન થઇ ઉઠી .

"આજે અંતિમ દિવસ હતો. જો વીજળીનું બિલ ન ચુકવ્યું હોત તો..."


Rate this content
Log in