STORYMIRROR

Sangita Dattani

Children Stories Fantasy Inspirational

3  

Sangita Dattani

Children Stories Fantasy Inspirational

પરીકથા

પરીકથા

1 min
195

‘આ તો પરીઓનો દેશ રૂડો ને રૂપાળો પરીઓનો દેશ.’

ચાર વર્ષની રાધિકા યુટ્યુબમાં આ સરસ મજાનું ગીત સાંભળતી હતી અને સાથે સાથે નાચતી પણ હતી.

તેની મમ્મી રાખી તેને જોઈ રહી હતી અને ખુશ થતી હતી.

રાખીને પોતાનું બચપણ પણ યાદ આવી રહ્યું હતું. રાખીને ગાતી જોઈને રાધિકા રાખીને કહે કે, ‘મમ્મી તને પણ ગાતા આવડે છે તો મને શીખવીશ ?’

રાખી કહે કે, ‘મને પરી ગમે પણ ખરી ને મને ગાતા પણ આવડે તો હું તને જરૂર શીખવીશ’.

રાખીને તો જાણે એનું બચપણ પાછું મળી ગયું. રાધિકાને રોજ નવા નવા ગીતો એકશન સાથે શીખવે ને મા દીકરી મજા કરે. હવે રાધિકાને શાળાએ જવાનું હતું, એડમીશન માટે રાધિકા અને તેના મમ્મી પપ્પાનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો.

રાધિકાને જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા તે બધાંના સંતોષકારક જવાબ આપ્યા. મુખ્યશિક્ષક રાધિકા પર ખૂબ જ ખુશ થયાં; ખાસ કરીને રાખીએ તૈયાર કરાવેલી પરીકથા.

રાધિકા પણ ખૂબ ખુશ હતી. ઘરે આવીને બધાં આવતા અઠવાડિયાની તૈયારીમાં લાગી ગયાં. રાતે સપનામાં ફૂલપરી આવી અને તે ખૂબ જ ખુશ હતી કારણકે શાળામાં તેની કથા કહી હતી જે મુખ્યશિક્ષિકને બહુ જ ગમી હતી.


Rate this content
Log in