પરી મા
પરી મા
આઠ વરસની દિવ્યા છત ઉપર છે. તેની મમ્મીને યાદ કરીને રોતી હતી. દિવ્યાના પપ્પા હંમેશા નોકરી-ધંધામાં વ્યસ્ત જ રહેતા હતા. દિવ્યા એકલી પડી ગઈ હતી તેના ઘરમાં. રોજ રાત પડે અને તેની આંખમાંથી આંસુ ના આવે એવું કોઈ રાત નથી ગઈ. દિવ્યા દરરોજ તેની મમ્મીનો ફોટો છાતી સરખો લગાવીને સૂતી હતી. દિવ્યા હતી તો નાની પણ તેનામાં સમજ શક્તિ ખૂબ જ વધારે હતી.
એવામાં એક દિવસ દિવ્યાની તબિયત ખૂબ જ ખરાબ હતી. અને ઘરમાં કોઈ નહોતું તેની નાની સિવાય. નાની ઊંઘની દવા લેતા હતાં. જેથી રાતે દિવ્યાની તબિયત બગડતા નાની ખબર પણ ના પડી. દિવ્યા રડતી રડતી ઉપર ગઈ. ભગવાનના સામે દેખીને ફરિયાદ કરવા લાગી, "કેમ ભગવાન તમે મારી મમ્મી ને લઈ લીધી? મારે મારી મમ્મી ની જરૂર છે." દિવ્યા ને આવી રીતે રડતા દેખીને એક દિવસ ભગવાનને પણ દિવ્ય ઉપર દયા આવી. તેમણે આસમાનમાંથી એક ખુબ જ સુંદર પરીને ધરતી ઉપર દિવ્યા જોડે મોકલી.
દિવ્યા પરીને દેખીને ખૂબ જ ગભરાઈ ગઈ. દિવ્યા દોડતી નીચે જતી રહી. બીજા દિવસ સવાર દિવ્યા રોજના રૂટિનમાં રાતનું સપનું સમજી ને ભૂલી ગઈ. બીજા દિવસે દિવ્યા છત ઉપર જાય છે. ત્યારે ફરીથી તેને એ પરી દેખાય છે. દિવ્યા ફરીથી બિવાઈને નીચે દોડી ગઈ. દરરોજ આ સિલસિલો ચાલતો જ. દિવ્ય ઉપર જઈને તેની મમ્મી ને યાદ કરે અને મમ્મીને યાદ કરતાં તરત જ એ પરી દેખાય અને દિવ્યા તરત જ નીચે જતી રહે.
થોડા દિવસ પછી દિવ્યા ફરીથી ઉપર ગઈ. દિવ્યા એ દિવસે કંઈ ખાધું નહોતું. અને તને ભૂખ લાગી હતી. તે ઉપર આંખો કરીને તેની મમ્મી ને યાદ કરતી હતી. અને એટલામાં જ ઉપરથી ત્યાં એક પરી આવી ગઈ. પરીએ ખુબ જ શાંતિથી અને પ્રેમથી દિવ્યા ને બોલાવી. અને કહ્યું, " દિવ્યા! તુ ગભરાઈશ નહીં. તારી મમ્મીએ મને મોકલી છે. હું તારા માટે જ આવી છું બેટા. તું મારા જેવી જ છું, અને હું પણ તારા જેવી જ છે. તારા જોડે તારી મમ્મી નથી અને મારા જોડે મારો દીકરો નથી." આ સાંભળીને દિવ્યા પરી જોડે જાય છે. પરીએ દિવ્યા ને હાથ લગાવ્યો અને ખુશ થઈ ગઈ. એના પછી તો દિવ્યા વારંવાર પરીના માથા ઉપર હાથ ફેરવીને, પરીના ગાલ અડે અને દિવ્ય ખુશ થઈ ગઈ." પરી એ પૂછ્યું કે, " તને ભૂખ લાગી છે ને. તારે શું ખાવું છે? તું મને કે હું તારા માટે લઈને આવું." આ સાંભળતા દિવ્યા બોલી, " મને ખૂબ જ ભૂખ લાગી છે. મારે તોઆજે કંઈક અલગ મારી મમ્મીના હાથનું ખાવું છે. પણ... " એટલું કહીને દિવ્યા ઉદાસ થઈ ગઈ. પરી એટલામાં દિવ્યાના ચહેરા ઉપર હાથ ફેરવીને કહે છે, " તું મને કહે, હું તને ખવડાવવું. તારી શું ખાવુ છે?" આ સાંભળતા દિવ્ય મોતીચૂરના લાડુ માગ્યા. અને પરી એ જાદુની છડી ઘુમાવીને તરત જ દિવ્ય સામે મોતીચૂરના લાડુ હાજર કરી દીધા. દિવ્યા મોતીચૂરના લાડુ દેખીને ખૂબ જ ખુશ થઈ ગઈ. પછી તો રોજ છે આ સિલસિલો ચાલુ જ રહ્યો. જે દિવ્યા તેની ઈચ્છાઓ પરી સામે વ્યક્ત કરતી, અને પરી ઈચ્છાઓને પૂરી કરતી. પરી અને દિવ્યા વચ્ચે એક અતૂટ સંબંધ બંધાઈ ગયો. હવે દિવ્યા એક મિનિટ પણ પરી વગર રહી નથી શકતી. અને આ લાગણીનો ઉદભવ પરી ને પણ થયો. દરરોજ દિવ્યા કંઈક અલગ શીખવે અને પરી દિવ્યા ને કંઈક અલગ શીખવાડે. બંને એકબીજાને એવા હરીમળી ને રહેતા. હવે તો બંને એકબીજા વગર પણ નથી શકતા.
દિવ્યા ખુશ રહેવા લાગી. થોડા દિવસો ગયાં ને ભગવાને પરીને પાછી આવવાનો આદેશ આપ્યો. પરીને બિલકુલ જવાની ઈચ્છા નહોતી. પણ ભગવાનના આદેશના લીધે જાઉં પડશે. રાત્રે દિવ્યા ઉપર આવી. પરીએ દિવ્યા ને સજાવતા કહ્યું કે," બેટા હવ
ે મારે જાઉં પડશે. ભગવાન મને બોલવે છે." પરી દિવ્યાને સમજાવી જ રહી હતી,પણ એટલામાં જ દિવ્યા પરીને ભેંટીને ખુબ જ જોર જોરથી રડવા લાગી. અને પરીને છોડે જ નહીં. દિવ્યાને રડતાં દેખીને પરીએ ભગવાનના આદેશ વિરુદ્ધ જવાનો નિર્ણય લીધો. અને પરી દિવ્યાને કહેવા લાગી કે, " દિવ્યા તું રડીશ નહીં. હું તને છોડીને કંઈજ નહીં જાઉં. " દિવ્યા આ સાંભળતા ખુબ જ ખુશ થઈ ગઈ. અને ફરીથી રમવા લાગી.
પરી અને દિવ્યા બન્ને એકબીજા સાથે ખુબ જ ખુશ હતાં. પણ થોડા દિવસ જતા પરીની તબિયત બગાડવા લાગી. દિવ્યા નાની હોવા છતાં ખુબ જ દેખ ભાલ કરતી હતી. છતાં પરી તબિયતમાં કોઈ જ સુધારો નહોતો આવતો. 3 - 4 દિવસ પછી સામેથી દિવ્યાએ પરીને ભગવાન જોડે જવાનુ કહ્યું. અને દિવ્યા આંખમાં આંસુ સાથે બોલી, " પરી માં! તમે જાઓ ભગવાન પાસે. તમે અહીં રહેશો તો તમારી તબિયત વધારે બગડશે. અને એ મને બિલકુલ નહીં ગમે. ભગવાને મારી મમ્મી ને તો લઈ લીધી છે. હવે તમને લઈ લે એના પહેલા તમે જતા રહો. હું રહી લઈશ. પણ તમે જાઓ." પરીની તબિયત એટલી બધી ખરાબ હતી ને કે પરીને દિવ્યાની વાત માન્યા સિવાય કોઈ જ રસ્તો નહોતો. પરી દિવ્યાના માથા ઉપર પપ્પી કરીને એક જ સેકન્ડમાં ત્યાંથી જતા રહ્યાં.
દિવ્યા ઉદાસ તો ખુબ જ હતી. પણ તેની પરી માં ને દુઃખ ના થાય એટલે હંમેશા હસ્તી જ રહેતી. થોડાક દિવસો જતા ઉપર પરીની તબિયત સુધરતી જતી અને બીજી બાજુ દિવ્યાની તબિયત બગડતી જતી. પરી ઉપરથી આ દેખીને ખુબ જ દુઃખી રહેતી. પરીએ ભગવાનને વિનંતી કરી, હાથ જોડ્યા, રડી કે મને દિવ્યા જોડે મોકલો. પણ ભગવાન પોતાના જ બનાવેલા નિયમોથી બંધાયેલા હતાં. જેથી ભગવાને પરીને ના કહી દીધી.
દિવસો જતા દિવ્યાની તબિયત વધારે ખરાબ રહેવા લાગી. પરી ખુબ જ રડી. પરીના દુઃખના આંસુથી પુરા પરીસ્થાનમાં બાડ આવી ગઈ. આ દેખીને બીજી પરીઓ પણ સંકટમાં આવી ગઈ. બધાને પરીસ્થાનની ચિંતા થવા લાગી. બધી પરીઓ ભેગી થઈને ભગવાન પાસે ગઈ. ભગવાન પરીસ્થાનમાં આવ્યા. ભગવાન પરી પાસે ગયાં. અને પૂછવા લાગ્યાં, " કેમ પરી તમે આટલું બધું રડો છો? તમે પરીસ્થાનની દશા દેખી છે. કેવી થઈ ગઈ છે? તમે ચારે બાજુ નજર તો ફેરવો. " પરી તરત જ ભગવાન સામે દેખી ને કહે છે, " મારા આંખમાંથી આંસુ બંધ જ નથી થતાં. તમે આ નાની જાન ને તો દેખો. કેટલી દુઃખી છે. મને યાદ કરીને દરરોજ રડે છે. મને પરી નહીં પણ પરી માં કહીને બોલાવે છે. મારાથી દિવ્યાની આવી હાલત દેખાતી નથી. મારી તબિયત ના બગડે એટલે દિવ્યા મને બોલાવતી પણ નથી. ભગવાન આ બધામાં આ નાની બાળકીનો શું વાંક? હું શું કરું જેથી તેનું બધું દુઃખ હું લઈને તેને ખુશીઓ આપું? "
ભગવાન પણ દિવ્યા અને પરીના પ્રેમને દેખીને માન પીગળી ગયું. અને પરીને દિવ્યા જોડે જવાની અનુમતી આપી દીધી. પરીના આંખમાંથી હવે દુઃખની જગ્યાએ સુખના આંસુ વહેવા લાગ્યાં. પરીસ્થાનમાં બાડની જગ્યાએ એ ફૂલોનો વરસાદ થવા લાગ્યો. પરીસ્થાન ખુબ જ ખુશ થઈ ગયું. અને પરી પણ ભગવાને ધ્યાનવાદ કરીને તરત જ દિવ્યા જોડે જતી રહી.
દિવ્યા પલંગમાં સૂઈ હતી. અને બાજુમાં પરી આવીને બેસ્યા તો દિવ્યા તરત જ ઊભી થઈ ને તેની પરી માં ને ભેંટી પડી. 2 મિનિટ પછી તરત જ દિવ્યા પરીથી દૂર જતી રહી અને કહેવા લાગી કે, " પરી માં તમે કેમ આવ્યા? તમે જતા રહો. તમે ફરીથી બીમાર પડી જશો. તમે જાઓ." પરીએ દિવ્યા ને ખોળામાં લઈને બધી જ વાત કહી સાંભળવી. પરી ખુબ જ ખુશ થઈ ને નાચવા લાગી. અને બોલવા લાગી કે, " હવે મારી પરી માં મારા જોડે જ રહેશે. " દિવ્યા ખુબ જ ખુશ થઈ ગઈ.