પરગ્રહવાસી
પરગ્રહવાસી
‘વાહ કેવી સુંદર સવાર છે !' કેતકી બારીમાંથી ઘરનાં પાછળના ભાગમાં આવેલા બગીચાને જોઈ રહી હતી.
મોટોભાઈ યશ પણ બારી પાસે આવ્યો અને કેતકી સામે જોઈને કહે ‘ગુડ મોર્નિંગ કેતુ’.
કેતકીએ પણ અભિવાદન કર્યું.
અચાનક યશની નજર સફરજનનાં ઝાડ પર પડી ને કંઈક અચંબામાં પડી કેતકીને ઈશારાથી બતાવ્યું.
તરત જ કેતકીએ તે તરફ જોયું ને તેની તો આંખો જ પહોળી થઈ ગઈ !
તે તરત જ બોલી ઊઠી ‘ભાઈ આ તો એલિયન જેવું લાગે છે, હવે એનું શું કરીશું ને તે તો સાવ જ નાનું બચ્ચું હોય તેમ લાગે છે ‘.
બંને વિચારમાં પડી ગયાં. મમ્મી પપ્પાને વાત કરીએ એમ નક્કી કરીને તેઓ હોલ તરફ ચાલવા લાગ્યાં. હજી હોલમાં પહોંચે તે પહેલાં જ એલિયન ઘરમાં ઘૂસી આવ્યું અને ટેબલ પર જઈને બેઠું.
મમ્મી ત્યારે જ ચા નાસ્તાની ટ્રે લઈને આવતી હતી ને મમ્મી તો ગભરાય જ ગઈ અને બોલી ઊઠી કે ‘જુઓ તો ઘરમાં ઘુવડ ઘૂસી આવ્યું છે ને એ પણ ધોળે દિવસે !’
યશને તો ખાત્રી જ થઈ ગઈ કે આ એલિયન જ છે. તેનું શરીર સાવ નાનું ને દેખાવ ઘુવડ જેવો હતો. બધાં વિચારમાં જ હતાં ત્યાં તો તે બોલવા લાગ્યું, "અરે તમે કોઈ ડરો નહીં, હું અહીં પૃથ્વી પર એક સંદેશો દેવા આવ્યો છું." અને એ સંદેશો આ પ્રમાણે હતો.
‘પૃથ્વી પર હજી કોરોના સાવ ગયો નથી. નાના મોટા સ્વરૂપે તે હજુ જુદાજુદા નામે જેમ કે આલ્ફા, લેમડા વગેરે. તો તમારે હજુ ધ્યાન આપવાનું છે સાથે સાથે યોગ, કસરત, મેડીટેશન ખાસ કરવાનું છે.
આને લીધે તમે બીજી બધી બીમારીથી બચી શકશો.’ આટલું કહી પાંખો ફફડાવી ઊડી ગયું.
સૌએ નાસ્તો કરતા કરતા નક્કી કર્યું કે આજથી જ કસરત અને યોગા શરૂ કરી દેવા.

