STORYMIRROR

ઈલાબેન પી. જોષી

Others

3  

ઈલાબેન પી. જોષી

Others

"પ્રેમની પરિભાષા"

"પ્રેમની પરિભાષા"

2 mins
194

પૂર્ણ અને પૂર્ણિમા કોલેજમાં સાથે હતા. અમુક પ્રોગ્રામમાં બંનેએ સાથે ભાગ પણ લીધો હતો. પૂર્ણનો હસતો ચહેરો, બોલકી આંખો, અલગ અંદાજથી વાત કરવાની રીત, આ બધાથી પૂર્ણિમા ગંભીર હોવા છતાં એને પસંદ કરવા લાગી. પૂર્ણ પૈસાદાર મા-બાપનો એકનોએક નબીરો હતો.તેની આજુબાજુમાં જીહજુરી કરવાવાળાનું ટોળું હોય જ. પૂર્ણિમા કામથી કામ રાખવાવાળી છોકરી હતી છતાંય તે પૂર્ણ તરફ ખેંચાણી. પૂર્ણ ઘણીવાર ફ્લડ કરતો. પૂર્ણિમાને તે ગમતું હતું. પૂર્ણિમા તેની સાથે દોસ્તી કરવા આતુર હતી.

પૂર્ણિમા એ બધાની હાજરીમાં પૂર્ણ સામે દોસ્તીનો પ્રસ્તાવ રાખ્યો.તેને હતું કે પૂર્ણ પણ તેને પસંદ કરે છે. દોસ્તીનો પ્રસ્તાવ સ્વીકાર્યા પછી પૂર્ણિમા પૂર્ણના ટોળામાં સામેલ થઈ ગઈ.પણ આ બધું પોતાનાં સ્વભાવથી વિરુદ્ધ હતું. આ બધાથી પોતે સાવ અલગ હતી. 

પૂર્ણ બધાને લાઈન મારે છે. બધાને ફ્લડ કરે છે. તેના માટે દોસ્તી કે પ્રેમનું કશું મહત્ત્વ નથી. જ્યારે પૂર્ણિમાએ આ બધું જાણ્યું તો તેનું દિલ તૂટી ગયું. તે નિરાશ, હતાશ થઈ ગઈ. ખોટી જગ્યાએ દિલ દઈ બેઠીની ભાવનાથી તેનું હૃદય તારતાર થઇ ગયું.  પોતાની અમેરિકા સેટ થયેલી બેનપણી તેને મળવા આવી.અરે ! મારુ ગુલાબ કેમ કરમાયેલુ છે ?તેણે પુછયું મને પૂર્ણ માટે પ્રેમ થઈ ગયો છે. પણ તેને કશી પડી નથી.પૂર્ણિએ જણાવ્યુ. બહેનપણીએ કહ્યું; "અરે ! મારી બ્યુટી ! તારી ભૂલ છે. પ્રેમ બંને પક્ષે હોય તો પ્રેમ કહેવાય. એક પક્ષે હોય તો આકર્ષણ કહેવાય."

"તને તેની ખબર પડી તે ખરેખર સારું થયું. તે તારા લાયક જ નથી. આ આકર્ષણ અને ઉમરની અસર સમજી ભુલી જા. તારા આ પ્રથમ ભાવને હૃદયમાં સંઘરીને મુકી દે. તારી રીતે ખુશ રહે. અમારે ત્યાં તો બંનેને પ્રેમ હોય ઘણો સમય સાથે રહ્યાં હોય તો પણ ન ફાવે તો બ્રેકપ લઈ છુટા પડી જાય."

"તારી વાત સાચી છે." પૂર્ણિમાએ સ્વીકાર કર્યો.


Rate this content
Log in