STORYMIRROR

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

પ્રેમમાં તફાવત

પ્રેમમાં તફાવત

1 min
14.4K


રાત્રે દીકરી એમના સોજા ચઢેલા પગને તેલથી માલિશ કરી રહી હતી. દીકરો દૂર થી સોફા પર બેઠો જોઈ રહ્યો. એમને પ્રેમભર્યું સ્મિત આપી એ ફરી ટીવી નિહાળી રહ્યો. દીકરા અને દીકરી ના પ્રેમ વચ્ચે તફાવત તો ખરો.' મન બોલી ઊઠ્યું.

બીજે દિવસે ઓફિસેથી પરત થતા જ દીકરા એ એમને નવી ચપ્પલ આપી, "આ મેડિકલ વાળી સ્પેશિઅલ ચપ્પલ  છે. એનાથી પગમાં સોજાના આવે." દીકરાના માથે પ્રેમથી હાથ ફર્યો ને મન ફરી બોલી ઊઠ્યું. 'દીકરો અને દીકરી બંનેજ વહાલના દરિયા. બંનેનો પ્રેમ સરખોજ ફક્ત પ્રેમ અભિવ્યક્ત કરવાની રીત જુદી.'


Rate this content
Log in