પ્રેમાનંદ સાહિત્ય ભવન
પ્રેમાનંદ સાહિત્ય ભવન


પ્રેમાનંદ સાહિત્ય ભવન અમારા વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ છે. તા. ૧ એપ્રિલ ૧૯૪૪ના રોજ બનેલ આ ઈમારત શ્રી અરબિંદો આશ્રમને બરાબર અડીને ઉભેલ છે. આ સાહિત્ય ભવનની સ્થાપના શ્રી મણીભાઈ નભુભાઈ ત્રિવેદી, મણિશંકર ભટ્ટ, હર્ષદ ધ્રુવ, ઉપેન્દ્રાચાર્ય અને અબાસ તાઈબાજી એ કરી હતી. તેઓ શ્રી.મ. સયાજીરાવથી ખુબ જ પ્રભાવિત હતા.
પૂર્વે આ હોલ ગુજરાતી સાહિત્ય સભા તરીકે જાણીતો હતો. પરંતુ ઈ.સ. ૧૯૪૪માં આ હોલનું નામ બદલીને પ્રેમાનંદ સાહિત્ય ભવન કરવામાં આવ્યું. હાલ આ ભવનમાં સાહિત્યકારો અને સર્જનકારોના જન્મદિવસ અને મૃત્યુદિન તથા નિબંધ સ્પર્ધાઓ અને સાહિત્યકારોના સન્માન કાર્યક્રમો યોજવા માટે થાય છે. ઉપર જણાવેલ નામો પેકી ઉપેદ્રાચાર્યજીનું આશ્રમ કારેલીબાગ ખાતે આવેલ છે. જ્યાં બગીચાની અંદર શ્રી ઉપેન્દ્રાચાર્યજીની અર્ધ પ્રતિમા મુકવામાં આવેલ છે. આ જગ્યાઓએ પણ મને વારંવાર જવાનું થાય છે.