STORYMIRROR

Vandana Patel

Others

3  

Vandana Patel

Others

પ્રેમ

પ્રેમ

1 min
148

આજે પ્રકાશ પ્રિયાનો હાથ પકડીને ચાલે છે. પ્રિયાએ જ્યારથી પ્રકાશને નેત્રદાન કર્યું છે, ત્યારથી પ્રકાશ પ્રિયાને એક મિનિટ એકલી મુકતો નથી. 

પ્રકાશ એક અંધ યુવાન છે. પ્રિયાએ નેત્ર આપી પ્રકાશના જીવનમાં પ્રકાશ પાથરી દીધો છે. પ્રકાશ માટે પ્રકૃતિને નીરખવી એ એક સ્વપ્ન સમાન જ હતું. કુદરતના રંગોએ અંધારાને અજવાળાથી ભરી દીધું. 

હવે પ્રકાશ પ્રિયા માટે નેત્રદાન કરનાર વ્યક્તિની શોધમાં છે. પ્રિયાએ અને પ્રકાશ સાથે લગ્ન કરી લીધા છે. બંનેએ રાત-દિવસ તથા અંધારું-અજવાળું વહેંચી લઈ એકબીજાને સુખી કરવાનો મક્કમ નિર્ણય કરી લીધો છે.


Rate this content
Log in