Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

પ્રેમ અને પ્રદર્શન

પ્રેમ અને પ્રદર્શન

1 min
7.7K


નાની બહેન હરખાતી બોલી, "જો બા મહેશ મારા માટે સોનાની ચેઇન લાવ્યો" બધાની નજર ચેઇન ઉપર મંડાઈ. મોટી બહેને દૂરથી જ પતિનો ચહેરો વાંચી લીધો. એ પોતાની આર્થિક પરિસ્થિતિથી લજાઈ આંખો ઝૂકાવી ઊભો હતો. મોટી બહેન બાને હાથનો જખમ બતાવી બોલી, "જો બા કાલે મારો હાથ રસોડામાં કપાયો. બા ડરી ગઈ. ત્યાં જ એને આશ્વાસન આપતાં મોટીબહેન બોલી, "અનિલે આખો દિવસ કાંઈ કામ જ કરવા ના દીધું. બધું જાતે જ કરી નાખ્યું. આખો દિવસ રાણીની જેમ બેસાડી રાખી. આનાથી વધુ સારો વૅલન્ટાઇન ડે કોઈએ ઊજવ્યો હશે?" બાની આંખમાં આંસુ આવ્યાં. એમણે અનિલનાં હાથ ચૂમી લીધાં. અનિલની શરમથી ઝૂકેલી આંખોમાં ગર્વ છવાઈ ગયો. મોટી બહેને ધીરેથી અભિમાની નાની બહેનના કાનમાં આટલું જ કહ્યું, "સાચા પ્રેમને સાબિત કરવા ધનની નહિ ફક્ત કર્મની જ જરૂર હોય. એ પ્રદર્શનથી નહિ, લાગણીથી જ પ્રકાશ પામે."


Rate this content
Log in