પ્રદુષણના રંગ
પ્રદુષણના રંગ

1 min

327
એકવાર એક પત્રકારે ઈન્ટરવ્યું દરમ્યાન અંધ ચિત્રકારને કુતૂહલવશ પૂછ્યું, “તમે અંધ છો છતાંયે પ્રકૃતિનું આટલું અદ્ભુત ચિત્ર કેવી રીતે દોરી શકો છો ?”
જવાબમાં અંધ ચિત્રકારે મુસ્કુરાઈને કહ્યું, “સાહેબ, આંધળો છું ને એટલે કલ્પનામાં મને ઈશ્વરે સર્જેલી સૃષ્ટિ જ દેખાય છે. દેખીતાઓની જેમ મને પણ નજર હોત તો મારી કલ્પનામાં પણ ભળી ગયા હોત પ્રદુષણના રંગ.”