પ્રાર્થના એક હૂંફ
પ્રાર્થના એક હૂંફ
જિંદગીમાં ચિંતાની કેટલી એ ક્ષણો આવતી હોય છે. પણ જયારે હું એ ક્ષણોને યાદ કરું છું ત્યારે થાય છે કે આવી ચિંતા જનકક્ષણો કયારેય ના આવવી જોઈએ. જયારે મને ખબર પડી કે, મારા સાસુને કેન્સર છે ત્યારે. હું દવાખાને જ રડીપડી. મેં ડોક્ટરને કહ્યુ ગમે તેમ કરી મમ્મીજીને બચાવી લો. પૈસાની ચિંતાના કરતાં. ડોક્ટરે કહ્યું બસ એક નાનું ઓપરેશન કરી ગાંઠ કાઢી કાઢીશુ. તમારા મમ્મીને સારુ થઈ જશે.
ઓપરેશનના દિવસે હું કેટલીયે વાર ડોક્ટરને પૂછી આવી કે, "મમ્મીજીને સારુ થઈ જશેને ? "મમ્મીજીને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા ત્યાં સુધી હું પૂછતી રહી. ડોક્ટરે કહ્યું, "ચિંતાના કરો હમણાંજ ઓપરેશન થઈ જશે. તમારા મમ્મીજી સાજા થઈ જશે."
મમ્મીજી ઓપરેશન થિયેટરમાં ગયા ત્યારથી હું ચિંતામાં હતી. ઘડિયાળ પણ તે દિવસે ખૂબ ધીમી ચાલી રહી હતી. મને ચિંતા હતી કે મમ્મી જી વગર કઈ રીતે દિવસો પસાર થશે ? સાસુ હોવા છતાય મને સગી મા કરતાં પણ અધિક પ્રેમ આપેલો. હું તો મારુ પિયર પણ ભૂલીજાઉં એટલો પ્રેમ આપેલો. અડધાે કલાક તો મને અડધા દિવસ
જેટલો લાબો લાગતો હતો. મારી આંખોમાં આંસુ સુકાતા ન હતા. મૃત્યુંજયના જાપ તો હું સતત બોલતી હતી. હનુમાન ચાલીસાના પાઠ પણ ચાલુ કર્યા. ત્યાં નીચે હોલમાં મેં ગણેશજીની મૂર્તિ જોઇ હું મૂર્તિના ચરણોમાં માથું નમાવીને આંખોમાં આંસુ સાથે વિઘ્નનાશ સ્ત્રોત નો જાપ કરવા લાગી.
મારા પતિ પણ મારી પાસે આવીને બોલ્યા, "ભગવાન તારી પ્રાર્થના જરૂર સાંભળશે." પરંતુ મારી આંખો તો વહેતીજ રહેતી હતી. જમવાનો સમય થયો ત્યારે પણ મેં કહી દીધું મમ્મીજીને જોયા પછી જ. મને ઘરના બધા પાણી પીવાનું કહેતા ત્યારે પણ હું એવુ જ કહેતી મમ્મીજીને જોયા પછી. એકએક ક્ષણ એકએક યુગ જેવી લાગતી હતી.
આખરે ડોક્ટરે બહાર આવીને કહ્યું 'તમારા સાસુને સારુ છે ઓપરેશન સારી રીતે થઈ ગયુ છે. એ સાંભળીને હું ભગવાની મૂર્તિ પાસેથી ઊઠતાં બોલી, આવી ક્ષણોમાં મને પ્રાર્થનાથી જ હૂંફ મળી." વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે પણ જે હૂફ પાર્થનાથી મળી એ બીજા કોઈના આશ્વાસનથી નથી મળતી. એટલે જ ચિંતાની ક્ષણો સહેલાઈથી પસારી કરી શકાય છે.
તમે પસાર કરેલી ચિંતાજનક ક્ષણો.