પિતા
પિતા
"ભૂલો ભલે બીજું બધું, માબાપ ને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ "
માબાપનો ઉપકાર આખી જિંદગી ભૂલી ના શકાય તેવો હોય છે.
માની મમતા વિશે ઘણું લખાય છે, પણ પિતા ના પ્રેમ વિશે બહુ ઓછું લખાય છે.
" જેબ ખાલી હો ફિરભી મના કરતે નહિ દેખા,
મૈને પપ્પા સે અમીર ઇન્સાન નહિ દેખા "
પિતા એટલે ઘરનો મોભ. પિતા આપણા માટે બધુજ કરશે, પણ કોઈ દિવસ આપણને કઈ નહિ કહે. પિતા બનવું અઘરું છે જો હું પિતા હોઉં તો મારાં બાળકો ને નાનપણથી જ સારા સંસ્કાર આપવાનો પ્રયાસ કરું. તેના માટે હું રોલમોડેલ બનું તેનામાં નિયમિતતા આવે, કોઈ જાતના ના વ્યસન ના કરે તે માટે ખાસ તકેદારી રાખું. નાનપણથી જ મારાં સંતાનોમાં લોભ, ઈર્ષા, ક્રોધ, દંભ વગેરે ના આવે તેવા સંસ્કાર આપવાનો પ્રયત્ન કરૂં. જો હું પિતા હોઉં તો મારાં બાળકોને અભ્યાસમાં જે વિષયમાં રસ હોય તેમાં ભણવા માટે પ્રોત્સાહન આપું. છોકરા ને ડોક્ટર બનાવની ઈચ્છા ના હોઈ પણ મારી ઈચ્છા હોઈ તો હું તેણે દબાણ ના કરૂં. બાળકને જેમાં રસ હોય તેમાં એને અભ્યાસ કરવાની તક આપું. તેણે સંગીત, ડાન્સ, સ્પોર્ટ્સ જેવી કોઈ પણ પ્રવૃત્તિમાં રસ હોય તો તેમાં આગળ વધવા માટે સાથ આપું.
જો હું પિતા હોઉં તો હું કડક પણ બનું. તેની બધી જિદ પુરી ના કરૂં. સંતાનને સ્વતંત્રતા અપાય, પણ તેને વધારે છૂટ પણ ના અપાય. ભણવામાં બાળકો ઉપર માનસિક દબાણ ના લાવું કે આટલા ટકા તો આવવા જ જોઈએ. કોઈ બીજા સાથે તેની સરખામણી પણ ના કરવાની. છોકરી હોય તો તેને પણ કરાટે શીખવા માટે પ્રોત્સાહિત કરૂ. જેના લીધે તે સમાજના ખરાબ દુષણો સામે પોતાનું રક્ષણ કરી શકે. આમ પિતા સંતાનના ઉછેર માટે ખુબ મહેનત કરે છે.
કુટુંબમાં કોઈ પ્રસંગ હોય, તહેવારો હોય તો ઘરમાં બધા માટે કપડાં અને અનેક વસ્તુઓ આવશે, પપ્પા પોતાના માટે બહુ ઓછું લેશે. મા રડીને પોતાનું દુઃખ વ્યક્ત કરી શકશે પણ પિતાના આંસુ જોવા નહિ મળે. પિતાની આંખમાં બે સમયે આંસુ આવે છે. જયારે દીકરી ને સાસરે વળાવે છે ત્યારે અને છોકરો જયારે મોઢું ફેરવી લેય છે ત્યારે. પોતાના સંતાનો અને ઘર માટે બધા ખર્ચા પુરા કરવા, તે આખી જિંદગી ખુબ મહેનત કરશે. સર્વિસ ઉપરાંત ઓફિસ માં ઓવરટાઈમ કરીને વધારે પૈસા મેળવી, સંતાનોની જરૂરિયાત પુરી કરશે.
ફાધર્સ ડે ને દિવસે દરેક સંતાનોને વિનંતી કે પિતાની લાગણી ને સમજજો. ભવિષ્ય માં તમે પણ પિતા બનાવના છો. આથી તેની વૃદ્ધાવસ્થામાં તેને સન્માન આપજો.
ઘરમાં તમારી પત્ની અને બાળકો દ્વારા તેને ખુબ માન મળે તેનું ધ્યાન રાખજો. પિતાનું ઋણ તો આપણાથી ના ચૂકવી શકાય. પણ તેના દિલને દુઃખ થાય તેવું વર્તન ક્યારેય ના કરતા.
