Ishita Raithatha

Others

4.0  

Ishita Raithatha

Others

પિતા ભગવાન છે અને ભગવાન સર્વસ્વ

પિતા ભગવાન છે અને ભગવાન સર્વસ્વ

7 mins
232


"પિતા,ભગવાન છે, અને ભગવાન સર્વસ્વ છે."

૧૭ મે, સવારના 10 વાગ્યા હતા. જતિનને આજે એક મોટો કોન્ટ્રાક મળવાનો હતો, માટે બહુ ખુશ હતો. જતિન એ ૩૬ વર્ષની ઉંમરમાં ઘણી પ્રગતિ કરી હતી. અને આજના ઓર્ડર ને લીધે ખૂબ નામના કમાવાનો હતો. પરંતુ ભવિષ્યની કોણે ખબર છે. જતિન ઘરેથી નીકળો તો ખરી પરંતુ ઓફિસ પર પહોંચતા પહેલા જ જતિન નું ખૂબ મોટું એક્સિડન્ટ થઈ ગયું.

ત્યાંના લોકો જતિનને હોસ્પિટલ પણ લઈ ગયા.

જતિન હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેના ફોન પર રીંગ વાગતી હતી, નામ સેવ કરેલ નહોતું છતાંપણ તેની સાથે લોકો હતા તેને ફોન ઉપાડ્યો, અને વાત કરી તો ખબર પડી કે આતો જતિન છે, અને ફોનમાં વાત કરે છે તે જતિનના પિતા હતા. જતિનના પિતા, જયરાજભાઈ તરત હોસ્પિટલ પર પહોંચી જાય છે અને જતિનની સારવાર શરૂ કરાવે છે, આમ તો જયરાજભાઈ અને જતિન બને સાથે રહેતા નહોતા, જતિન ક્યારેય વાત પણ નહોતો કરતો. છતાંપણ જયરાજભાઈ તેના પિતા હતા માટે પોતાની દીકરા પ્રતેયની લાગણી ના લીધે જાય છે.

 એક મહિના સુધી જતિનને હોસ્પિટલમાં રાખવો પડે છે, જયરાજભાઈ અને તેમના પત્ની શાંતિબહેન બને જતિનની સારવાર પછી તેને ઘરે આલે છે. જતિનને હોસ્પિટલ પરથી રજા તો મળી જાય છે પરંતુ હજુ સુધી તે પૂરેપૂરી રીતે સાજો નથી થયો હોતો. જતિન માનસિક રીતે તો સાજો થઈ ગયો હતો પરંતુ એક્સિડન્ટના કારણે તે બંને પગ ખોઈ બેઠો હતો.

બધા સાથે રહેતા હતા, સમય વીતવા લાગ્યા, જયરાજભાઈ અને શાંતિબહેન જતિનનું ખૂબ ધ્યાન રાખતા હતા, પરંતુ જતિન ખુશ નહોતો રહેતો. પોતાની શારીરિક તકલીફ ના કારણે જતિન પોતાની રીતે બહાર પણ જઈ શકતો નહતો, જેથી તે ગુસ્સો પણ બહુ કરતો હતો.

ઘણા વખત પછી ૧૪ ફેબ્રઆરીની સવારે જતિનના ફોન પર એક ફોટો આવે છે અને સાથે મેસેજ પણ આવે છે તે જોઈ ને જતિન પોતાના રૂમમાં જાય છે અને બેઠોબેઠો વિચારતો હતો કે પોતે પોતાના માતાપિતા સાથે જીવન ભર ખૂબ ખરાબ વર્તન કર્યું છે. જતિનના પિતા જયરાજભાઈ અને જતિન વચ્ચે ચાલીશ વર્ષની ઉંમરનું અંતર હતું. ઘરની જવાબદારીના કારણે જયરાજભાઈના લગ્ન આડત્રીસ વર્ષે થયા, ત્યારે શાંતિબહેનની ઉંમર પચિશ વર્ષ હતી.

પહેલાના જમાનામાં માતાપિતા નક્કી કરતા ત્યાં દીકરાદીકરી ના લગ્ન થતાં, કોઈ પોતાના માતાપિતાને પ્રશ્ન પણ ન કરતા. અને શાંતિબહેન સાથે પણ એવું જ બન્યું. શાંતિ બહેન ખૂબ દેખાવડા હતા, રસોઈ અને ઘર કામમાં પણ હોંશિયાર હતા, અને જયરાજભાઈની વાત કરીએ તો તેને પરિવારની જવાબદારી ખૂબ નાની ઉંમરમાં સંભાળી હતી, વેપાર પણ સારી રીતે સંભાળીને આગળ વધાર્યો હતો, પરંતુ તેમનો દેખાવ સાધારણ હતો.

લગ્ન પછી શાંતિબહેન અને જયરાજભાઈને ત્યાં બે વર્ષ પછી દીકરાનો જન્મ થયો અને તેનું નામ રાખ્યું જતિન. દિવસો વીતવા લાગ્યા જતિન મોટો થવા લાગ્યો. એકવાર જતિનને શાળા પર શાંતિબહેનના બદલે જયરાજભાઈ લેવા ગયા ત્યારે જતિનના મિત્રો મસ્તી કરવા લાગ્યા કે,"તારા પિતા તો તારા દાદાની ઉંમરના લાગે છે." જતિનથી આ વાત સહન ના થઈ અને ઘરે આવીને તેણે શાંતિ બહેન ને કહ્યું કે,"આજ પછી મારી શાળા પર મને લેવા તું જ આવજે."

ઘરના લોકોએ આ વાતને બહુ મહત્વ ના આપ્યું, પરંતુ જતિનના મન પર આ વાત છપાઈ ગઈ હતી. જતિન જયરાજભાઈ સાથે પણ વાતો ઓછી કરતો, અને ધીરેધીરે આ વાત એક મોટા વટવૃક્ષની જેમ જતિનના મન પર વધવા લાગી, અને કોઈ ને કોઈ વાત પર જયરાજ ભાઈ પર ગુસ્સો કરતો, વાત ન કરતો, અને શાંતિબહેનને પણ કહેતો કે તું પણ વાત ન કરતી, નહીંતર હું પણ તારી સાથે વાત નહીં કરું.

જતિન જુવાન થઈ ગયો હતો, કોલેજ પણ પૂરી થઈ ગઈ હતી, તો જયરાજભાઈ એ કહ્યું કે," બેટા હવે હું થાકી ગયો છું આપડો વેપાર હવે તું સંભાળ તો સારું."આ વાત સાંભળીને જતિન કંઈ જવાબ નથી આપતો, આ જોઈને શાંતિબહેનને ગુસ્સો આવે છે અને જતિનને ખૂબ ખિજાઈ છે, તું મન ફાવે તેમ રાડો પાડીને તારા પિતા સાથે વાત કરતો હોય છે છતાંપણ તારા પિતા ક્યારેય તને કાંઈ કહેતા નથી, તું ક્યારેય તેમને પિતા કહીને નથી બોલાવતો, છતાં તું ઘરે ના આવ્યો હોય ત્યાં સુધી તે જમવા પણ નથી બેસતા.

જતિન પણ તેની માતાને ખૂબ જોરજોરથી જવાબ આપવા લાગ્યો અને આખરે જ્યારે જતિન બોલ્યો કે,"જયરાજભાઈ તમેજ મારી માતાની જિંદગી બગાડી છે, મારી માતા ખુબજ સુંદર છે અને તમે મારી માતાને લયકજ નથી, તમારે લીધે મારી માતાની જિંદગી નરક બની ગઈ છે." આ સાંભળીને જયરાજભાઈના પગ નીચેથી ધરતી ખસી જાય છે, અને તે બેભાન થઈ જાય છે. આ જોઈને પણ જતિન એમજ કહે છે કે,"પાછા નાટક ચાલુ કરી દીધા."

શાંતિબહેન એજ સમયે જતિનને એક તમાચો મારે છે અને ઘરની બહાર કાઢી મૂકે છે. જતિન એકવાર પણ પાછળ ફરીને નથી જોતો કે પોતાના પિતાને શું થયું? તેતો ગુસ્સામાં આગળ નીકળી જાય છે અને થોડા દિવસોમાં નોકરી પણ ગોતી લે છે. જતિન એક વેપારીનો દીકરો હતો માટે નોકરી કરવી બહુ ગમે નહીં. થોડાઘણા રૂપિયા ભેગા કરીને કાપડનો વેપાર શરૂ કર્યો. જયરાજભાઈ દરોજ જતિનની દુકાન પાસે જતા પરંતુ જતિન કયારેય તેની સામે પણ જોતો નહીં.

 વર્ષો વિતી ગયા, શાંતિબહેનને તેના જતિનને જોયો પણ નહતો, અને તે જયરાજભાઈને પણ દરરોજ ના પાડતા હતા. જોતજોતામાં જતિન શહેરનો સવથી મોટો ધનાઢ્ય વેપારી બની ગયો, જતિન કામમાં ખુબ વ્યસ્ત રહેતો હતો માટે લગ્નનું ક્યારેય વિચારતો પણ નહોતો. એક દિવસ જતિનને ત્યાં એક શિલા નામની છોકરી નોકરી કરવા આવી, શીલાની ઉંમર બાવીશ વર્ષ હતી, શીલા ખુબજ સુંદર હતી. અને ઘરની આર્થિક પરિસ્થિતિને લીધે નોકરી કરવા આવી હતી.

 શિલાને ને જોઈને જતિન મંત્રમુગ્ધ થઈ ગયો. તેને જાણે પેલી નજરમાં શિલા ગમી ગઈ હોય તેવું લાગ્યું. જતિને શિલાને નોકરી પર રાખી લીધી, સાથે કામ કરવાનું, ધીરેધીરે બંને એકબીજાને ઓળખવા લાગ્યા અને એક દિવસ અચાનક જતિને શિલાની આગળ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. શિલા ખૂબ ખુશ થઈ ગઈ અને શરમાઈને જતી રહી. જતિન પણ આ જોઈને ખૂબ ખુશ થઈ ગયો. પરંતુ જતિન ભૂલી ગયો હતો, પોતે પોતાના પિતા સાથે આજ વાતથી ગુસ્સો કરતો.

 પોતાના માતાપિતાની ઉંમરમાં અંતર છે એટલો અંતર પોતાના અને શિલા વચ્ચે પણ છે, પરંતુ કહે છે ને કે પ્રેમ આંધળો છે. તે સમયે જતિનને ફક્ત શિલા જ દેખાતી હતી, ભૂતકાળની એકપણ વાત યાદ નહોતી. આ કુદરતની કરામત જ કહેવાય ને કે. પેલી કહેવત છે ને કે,"અહીં નું અહીં જ છે."

જતિન ભવિષ્યથી અજાણ હતો, પરંતુ કુદર તો કરામત કરવા જ બેઠા છે.

જતિન અને શિલા એ લગ્ન કરી લીધા અને લગ્નના એકાદ મહિના પછી શિલાનું વર્તન જતિન સાથે બદલાઈ ગયું હતું. શિલા પોતાની ઉંમરના મિત્રોને ઘરે બોલાવતી અને જતિન ને એ લોકો સાથે મળવા પણ ન દેતી, કહેતી કે તમેતો મારી પિતાની ઉંમરના છો, મે તમારી સાથે લગ્ન કરીને ખૂબ મોટી ભૂલ કરી છે. જતિનને આ વાત થી ખુબ દુઃખ થતું પરંતુ તે શિલાને ખુબ પ્રેમ કરતો હતો માટે કંઈ કહેતો નહીં.

બંનેનાં લગ્નને હજુ ચાર મહિના જ થયા હતા, અને જતિનનું એક્સિડન્ટ થયું, શિલા જતિન ને મળવા હોસ્પિટલ તો આવી હતી પરંતુ વેપારમાં ખાસ જરૂરી કામ છે અને જતિનની સહીની જરૂર છે, એમ કહીને ખૂબ ચાલાકી સાથે બીજા કાગળ સાથે મિલકત અને વેપાર બધું પોતાના નામ પર કરવી ગઈ, સાથેસાથે તલાખના કાગળ પર પણ સહી કરાવી ગઈ. અને જતિન ને કહેતી ગઈ કે, આજથી આપડે બંને છુટા અને તમારી સાથે લગ્ન કરીને મારી જિંદગી બગડી ગઈ તેની આ ભરપાઈ છે. આજથી તમારી બધી મિલકત મારી છે. અને તે દિવસ પછી આજ સુધી ક્યારેય પણ મળવા આવી નહોતી.

જતિનને ખૂબ ગુસ્સો આવતો હતો પરંતુ તે લાચાર હતો, કંઈ કરી શકે તેમ નહતો. જયરાજભાઈ તેને પોતાના ઘરે લાવ્યા હતા અને જતિન ની દેખભાળ પોતે જ કરતા હતા, પોતાના હાથ ધ્રુજતા હતા, શરીરથી પણ થાકી ગયા હતા છતાંપણ ખૂબ ધ્યાન રાખતા હતા. અને એક દિવસ ૧૪ ફેબ્રુઆરી ના દિવસે સવારે શિલા નો જતિનના ફોન પર મેસેજ આવ્યો અને સાથે ફોટો પણ આવ્યો કે મે મારી ઉંમરના છોકરા સાથે લગ્ન કર્યા છે, અને તમે હવે કોઈ નાની છોકરીની જિંદગી બગડતા નહીં.

આ જોઈને જતિનને પોતાનો ભૂતકાળ યાદ આવે છે અને ખૂબ રડે છે, પછી પોતાના રૂમમાં જઈને બેઠોબેઠો વિચારે છે, અને થોડીવારમાં પોતાના મિત્રને બોલાવીને બહાર જતો રહે છે. સાંજ પડી જાય છે જયરાજભાઈને ખુબ ચિંતા થાય છે, ત્યાં જતિનનો પહેલી વાર તેના ફોન પર ફોન આવે છે આ જોઈને જયરાજભાઈ ખૂબ ખુશ થાય છે, ફોન ઉપાડે છે તો જતિન કહે છે કે,"પિતાજી તમે અને માં બને બહાર એક ગાડી ઊભી છે તેમાં તમારા માટે કપડાં છે તે પહેરી ને હું કહું ત્યાં જલ્દી આવી જાવ."

આ બધું સાંભળીને જયરાજભાઈ ખૂબ ખુશ થાય છે અને તરત શાંતિબહેનને વાત કરે છે અને તૈયાર થઈ ને પહોંચી જાય છે. ત્યાં જાય છે અને જોવો છે તો એક ખૂબ સરસ હોટલ હોય છે અને ત્યાં ખૂબ સરસ સજાવટ પણ હોય છે. અને સામે જતિન બે હાથ જોડીને બેઠો હોય છે કે મને માફ કરી દો, બધાની આંખમાં પાણી આવી જાય છે અને તરત જયરાજભાઈ જતીનને ગળે મળે છે. જતિન કહે છે કે, "આજે વેલેન્ટાઈન્સ ડે છે, હું ક્યારેય પણ તમારા બંને વચ્ચેનો પ્રેમ સમજી નહોતો શક્યો અને ખૂબ હેરાન કરિયા છે. માટે મને માફ કરી દો અને આજથી હું ક્યારેય તમારી સાથે ખરાબ વર્તન નહીં કરું એ મારું વચન છે."

પછી જતિન પોતાના મિત્ર સાથે ઘરે જતો રહે છે અને જયરાજભાઈ અને શાંતિબહેન માટે એક કવર મૂકતો જાય છે, તે કવર જયરાજભાઈ ખોલે છે તો તેમાં ફરવા જવાની ટીકીટ હોય છે, અને સાથે એક કાગળ પણ હોઈ છે કે, "શિલા એ મારું બધું લઈ લીધું એવો તેને વહેમ છે, પરંતુ ના, શિલા એજ તો મને મારી સાચી મિલકત આપી છે, અને મે મારા મિત્રને થોડા રૂપિયા ઉધાર આપિય હતા તે તેને મને પાછા આપ્યા છે, આ ટિકિટ મે તે રૂપિયામાંથી જ લીધી છે, આશા છે કે તમે મને માફ કરી દેશો અને ફરવા જશો."

કુદરતની કરામત કોઈ સમજી નથી શકતું, ક્યારે શું થશે? એ ફક્ત કુદરત જ જાણે છે.


Rate this content
Log in