Hetshri Keyur

Children Stories Inspirational

4  

Hetshri Keyur

Children Stories Inspirational

પીપળો

પીપળો

3 mins
312


"દાદા! ચાલો જટ કરો આપણે જવાનું મોડું થાય છે !"

"અરે પણ ઊભો તો રહે બેટા તારા ઘરડા દાદાથી તારી માફક દોડી ન શકાય દીકરા દોડીને જઈશ ને તો પણ આપણે ગામના પીપળાને બચાવી નહીં શકીએ !" દોડતો જતો નિસર્ગ દાદાની વાત સાંભળી ઊભો રહી ગયો અને પરત આવ્યો.

"બેસ આવ મારી પાસે હું તને સમજાવું" ઘરડા હાથે પૌત્ર ને પોતાની પાસે બેસાડી ને વાત કરે છે. "જો બેટા પીપળો છે ને ! ખુબજ ઓક્સિજન આપે છે પરંતુ અંધશ્રદ્ધા ઘણી છે માણસોને તો આપણે શું કરી શકીએ ! ?"

 "આપણા કુંભાસર ગામમા જે પીપળો છે વર્ષો જૂનો છે ગામની ભાગોળે છે ભલે પરંતુ રસ્તે ચાલતા માણસોને આ ઉનાળામાં ખુબજ છાયો આપે છે, પરંતુ આપણા ગામ લોકો અંધશ્રદ્ધામાં છે કે પીપળામાં ખરાબ આત્માનો વાસ છે જેને કારણે માણસો રાત્રે ત્યાંથી પસાર થતા નથી અને કોઈ શહેર ગયું હોય એને રાત પડી જાય પરત આવવામા તો ગામની અંદર આવવામાં ડરે છે અને શહેરથી વહેલુ નીકળી જાય છે આવી ઘણી મુશ્કેલી પડે છે જેમ કે કોઈ સ્ત્રી ને સુવાવડ આવે એમ હોય અને રાત્રે દવાખાને લઈ જવી પડે એમ હોય તો એને તકલીફ પડે તો પણ રાત તો પસાર કરીજ દેવાની એવા નિયમ પીપળાને લઈને કરેલ છે માટે ગામ લોકો એ પંચાયત પાસે નક્કી કરાવી આજે એ પીપળો પાડી નાખવાનો નિર્ણય કરાવડાવ્યો છે !"

 "અરે પણ દાદા મારા મગજમા એક વિચાર છે આપણે પીપળો બચાવી શકાય એ માટેનો !"

"પણ તારું કોઈ સાંભળશે નહિ દીકરા !"પૌત્રને રોકતા ધીરે ધીરે ઊભા થવા જાય છે દાદા ત્યાં તો એ દોડવા લાગ્યો ને પીપળા પાસે પહોંચી જાય છે.

" સરપંચકાકા ! જોવો હું એક વાત કહેવા માગુ છું, નાનો છું પણ ગામનો રહીશ છું તો પરવાનગી મળશે ?" નિસર્ગ માણસોના ટોળાની વચ્ચેથી પસાર થઈ સીધો સરપંચ પાસે પહોંચી જાય છે.

 "હા બોલ શું કહેવું છે ?"સરપંચ એકદમ લાડ પૂર્વક નિસર્ગ ને પૂછે છે.

 "જોવો સરપંચકાકા ! અત્યારે કેટલો ઉનાળો છે ખ્યાલ છેને તમને ? ગરમી કેટલી છે ? એટલા તાપમા તમે વિચારો રસ્તે તમે ચાલતા હો અને તમને છાયો જોઈએ તો તમે શું કરો ?" 

 "લે બેટા આ કેવો સવાલ ?! તડકો લાગે તો ઝાડના છાંયે બેસી જવાનું હોય બીજુ શું કરવાનુંં બહુ કરી હો." સહજતાથી સરપંચે જવાબ આપ્યો.

 "બરાબર,હવે માની લ્યો તમે ક્યાંય આઘે થી આવો છો અને થાકી ગયા તો આરામ ક્યાં કરશો ?" સરપંચને બીજો સવાલ પૂછતા સરપંચ સમજી ગયા અને બોલ્યા" તું કહેવા એમ માગે છેને કે પીપળો પાડવો ન જોઈએ ! ?" "પણ બેટા સમજ પીપળામાં ભૂત થાય છે ખરાબ આત્મા છે ગામ લોકો તકલીફમાં છે પડવોજ રહ્યો અને હું એક એ હુકમ પણ આજે કરું છું કે ગામની ભાગોળે કોઈજ ઝાડ વવાશે નહીં !"સરપંચ એમ કહી ત્યાંથી ઊભા થઈ પીપળો કાપવા માટે માણસો આવ્યા હોય છે એની પાસે જાય છે.

 "એક મિનિટ સરપંચકાકા ! જો મને આજનો દિવસ આપો ગામના માણસો બધા જોશે આઘેથી હું નાનો છું છતાં ડર્યા વગર અને કોઈ તકલીફ વગર કાલે સવાર સુધી પીપળાની નીચે સૂઈશ !"

 નિસર્ગ ની વાત સાંભળી ગામ લોકોમા અંદરો અંદર ચર્ચા થવા લાગી, "ના હો એવા પારખા ન હોય અત્યારે પડશે જ આ પીપળો"આવા ઘણા વાક્યો લોકો બોલવા લાગ્યા.

 નિસર્ગની વાત સરપંચે માની અને કહ્યું "મંજૂરી છે તને" અને રાત્રે બધાને પીપળાથી આઘે રહી નિસર્ગ અને પીપળા પર નજર રાખવાનું કામ સોંપવામા આવ્યું અને આખા ગામને છૂટ આપવામા આવે છે કે જેને પણ ડર લાગે આજનો દિવસ બાજુના શહેરમાં રાત્રે જઈ શકે છે.

 રાત આખી વિતે છે સવાર પડે બધાનો ડર નીકળી જાય છે અને પીપળો નહીં પડે એવું નક્કી કરવામાં આવે છે તેમજ ગામની ભાગોળે બીજા ઘણા વૃક્ષો વાવવામા આવે છે જેથી ઓક્સિજન મળી રહે તેમજ પર્યાવરણનું જતન થાય અને ઉનાળામાં છાયો મળે.


Rate this content
Log in