Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

ફરિસ્તો

ફરિસ્તો

1 min
7.4K


સમુદ્રના જીવલેણ મોજાઓને પોતાનું શરીર સોંપી દેવા એ આગળ વધી. બધાજ દુઃખોમાંથી હંમેશની મુક્તિ. જરા દૂર ફુવારા ઉડતા દેખાયા.

પોતાની તઇરાકીની કળાએ બાળકીને બચાવી લીધી. "આપ તો ખુદા એ મોકલાવેલ ફરિસ્તા છો." એક માની દુઆ સાથે લઇ ફરીથી એકાંત ખૂણામાં જીવન ત્યાગવા આગળ વધી. પણ યાદ આવ્યું, "હું તો ખુદા એ મોકલેલ ફરિસ્તો. હજી તો આવા ઘણા મિશન મને સોંપાયા હશે." અને ઈશ્વરની એ બહાદૂર સૈનિક ફરીથી જીવનના મિશન પર નીકળી પડી...


Rate this content
Log in